Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી સામે બદલો લેવા ઉતરશે કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક મુકાબલો છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમ છેલ્લી મેચના 'નોબોલ' વિવાદને ભૂલીને જીતવાના ઈરાદા સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ઉતરશે. દિલ્હી છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 15 રને હાર્યું હતું. આ મેચ ઉચ્ચ ફુલ ટોસને નો-બોલ ન આપવાના વિવાદને કારણે ચરà
દિલ્હી સામે બદલો લેવા ઉતરશે કોલકાતા નાઈટ રાઈડર્સ 
દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

આજે દિલ્હી
કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક મુકાબલો છે. આ મેચમાં દિલ્હી
કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમ છેલ્લી
મેચના
'નોબોલ' વિવાદને
ભૂલીને જીતવાના ઈરાદા સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ઉતરશે. દિલ્હી
છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 15 રને હાર્યું હતું. આ મેચ ઉચ્ચ ફુલ ટોસને
નો-બોલ ન આપવાના વિવાદને કારણે ચર્ચામાં હતી.
જેના પગલે
દિલ્હીના સહાયક કોચ પ્રવિણ આમરે પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Advertisement

Match 41. Delhi Capitals won the toss and elected to field. https://t.co/kCUsU2JfHn #DCvKKR #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 28, 2022

" title="" target="">javascript:nicTemp();

દિલ્હી કેપિટલ્સે સાત મેચમાં ત્રણ જીત અને છ પોઈન્ટ
સાથે સાતમા સ્થાને છે
. જ્યારે કોલકાતા પણ ત્રણ
જીત છ પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે
. જે દિલ્હી કરતા એક સ્થાન
નીચે છે. કોલકાતાની ટીમને તેની છેલ્લી ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા
નાઈટ રાઈડર્સ અને 
દિલ્હી કેપિટલ્સ વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતાએ 16 અને દિલ્હીએ 13 મેચ જીતી છે. 

Advertisement


કોલકાતા નાઈટ રાઈડર્સ: 
વેંકટેશ ઐયર, સેમ બિલિંગ્સ/એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ/શેલ્ડન જેક્સન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શિવમ માવી, ઉમેશ યાદવ, ટિમ સાઉથી/પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી
દિલ્હી કેપિટલ્સ: 
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન/એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ

Advertisement
Tags :
Advertisement

.