કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રને હરાવ્યું, રસેલનું શાનદાર પ્રદર્શન
આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની
શાનદાર જીત થઈ છે. કોલકાતા નાઈટ
રાઈડર્સે શનિવારે એમસીએ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બેટિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ
હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 123 રન જ બનાવી શકી હતી અને કોલકાતા
નાઈટ રાઈડર્સે 54 રને મેચ જીતી લીધી હતી. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે 49 રન બનાવ્યા હતા. સેમ બિલિંગ્સ 34 રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદ
તરફથી ઉમરાન મલિકે ત્રણ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા KKRએ પ્રથમ ચાર ઓવરમાં માત્ર 20 રન બનાવ્યા હતા અને તે દરમિયાન વેંકટેશ ઐયર (7)ની વિકેટ ગુમાવી હતી, જે માર્કો યાનસેન દ્વારા બોલ્ડ થયો. ઉમરાને પોતાની પ્રથમ ઓવરમાં
રાણા અને રહાણેને જ્યારે બીજી ઓવરમાં સુકાની શ્રેયસ અય્યર (15)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વોશિંગ્ટનની ઇનિંગની છેલ્લી
ઓવરમાં રસેલે ત્રણ સિક્સર ફટકારી હતી.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન
હતી. કેપ્ટન કેન વિલિયમસનનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. તે 17 બોલમાં 9 રન
બનાવીને આન્દ્રે રસેલના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ઉતરેલા રાહુલ ત્રિપાઠી પણ મોટી
ઇનિંગ રમી શક્યા ન હતા. તે 12 બોલમાં 9 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો.