Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મને આજે પણ લાગે છે કે ધોની જ CSKનો કેપ્ટન છે: હરભજન સિંહ

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2022ની શરૂઆતના 48 કલાક પહેલા જાહેરાત કરી હતી કે તે હવે આ સીઝનમાં CSKનો કેપ્ટન રહેશે નહીં. ધોનીની આ જાહેરાત પછી, રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા વર્તમાન સીઝન માટે તેમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને ભારતના આ ઓલરાઉન્ડર માટે આ સીઝનમાં કઇ પણ સારું ઘટતું હોય તેવું લાગી રહ્યું નથી. સીઝનની શરૂઆતથી અત્યાર સુધી CSK ત્રણ મેચ રમી છે પરંતુ એક પણ મેàª
10:34 AM Apr 05, 2022 IST | Vipul Pandya
મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2022ની શરૂઆતના 48 કલાક પહેલા જાહેરાત કરી હતી કે તે હવે આ સીઝનમાં CSKનો કેપ્ટન રહેશે નહીં. ધોનીની આ જાહેરાત પછી, રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા વર્તમાન સીઝન માટે તેમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને ભારતના આ ઓલરાઉન્ડર માટે આ સીઝનમાં કઇ પણ સારું ઘટતું હોય તેવું લાગી રહ્યું નથી. 
સીઝનની શરૂઆતથી અત્યાર સુધી CSK ત્રણ મેચ રમી છે પરંતુ એક પણ મેચ જીતવામાં તે સફળ થઇ નથી. ત્યારે એવું લાગેે છે કે રવિન્દ્ર જાડેજા કેપ્ટનશિપ માટે સંપૂર્ણપણે નવો છે અને તેના કારણે તે પહેલેથી જ ટીકાકારોની નજરોમાં આવી ગયો છે. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશિપ પણ સંકટમાં છે કારણ કે ઘણા પ્રસંગોએ મહેન્દ્ર સિંહ ધોની પોતે કેપ્ટનશિપનો મોરચો સંભાળતો જોવા મળ્યો હતો અને રવિન્દ્ર જાડેજા માત્ર ફિલ્ડર તરીકે કામ કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, અજય જાડેજા, પાર્થિવ પટેલ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ ધોનીના આ વલણ સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહને પણ લાગે છે કે રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન તરીકે વધુ જવાબદારી નિભાવવાની જરૂર છે. 
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા હરભજન સિંહે કહ્યું- 'મને લાગે છે કે, મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ ટીમનો કેપ્ટન છે. હું જ્યારે પણ જાડેજાને જોઉં છું ત્યારે તે રિંગની બહાર ફિલ્ડિંગ કરતો જોવા મળે છે. આમ કરવાથી તમે ઘણી બધી વસ્તુઓ પર કંટ્રોલ કરી શકશો નહીં પરંતુ તેણે આ માથાનો દુખાવો મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો છે જે મેદાનમાં ફિલ્ડનું સેટિંગ અને અન્ય બાબતોનું ધ્યાન રાખે છે. હરભજન સિંહનું કહેવું છે કે, રવિન્દ્ર જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોનીના ખભા પર પોતાનું થોડું વજન મૂક્યું છે જેમાં ફિલ્ડ સેટિંગ વગેરેનો સમાવેશ થાય છે. હરભજનને લાગે છે કે CSKના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જાડેજાને કેપ્ટનશિપ આપવી અને મહેન્દ્ર સિંહ ધોનીને સ્ટમ્પની પાછળ રહેવું એ વસ્તુઓની કસોટી કરવાનો સારો નિર્ણય છે, પરંતુ તે પણ જરૂરી છે કે કેપ્ટન તરીકે જાડેજા સમયની સાથે સુધરે.
Tags :
captainCricketCSKdhoniGujaratFirstHarbhajansinghIPLIPL15IPL2022msdhoniRavindraJadejaSports
Next Article