ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળી શકે છે ટીમ ઈન્ડિયાની કમાન
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL 2022 માં ખૂબ જ સારો સુકાની માનવામાં આવી રહ્યો છે. IPL 2022 થી જો કોઈ ખેલાડીને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે. IPLની ફાઇનલમાં પ્રવેશી ચૂકેલા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ હવે ભારતની કમાન સોંપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમા
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL 2022 માં ખૂબ જ સારો સુકાની માનવામાં આવી રહ્યો છે. IPL 2022 થી જો કોઈ ખેલાડીને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે. IPLની ફાઇનલમાં પ્રવેશી ચૂકેલા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ હવે ભારતની કમાન સોંપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
ગુજરાત ટાઇટન્સમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન અને કેપ્ટનશીપના કૌશલ્યથી પ્રભાવિત ટીમના પસંદગીકારો તેને આયર્લેન્ડ શ્રેણીમાં કેપ્ટનની ભૂમિકા માટે વિચારી રહ્યા છે. પસંદગી સમિતિના એક સભ્યએ એક નામ ન આપવાની શરતે જણાવ્યું, “હાર્દિક પંડ્યા હંમેશા પ્રભાવશાળી રહ્યો છે. વધુ સંતોષની વાત એ છે કે તે કેપ્ટન તરીકે ખૂબ જ જવાબદાર ખેલાડી બની ગયો છે. તે ચોક્કસપણે આયર્લેન્ડ પ્રવાસ માટે સુકાનીની ભૂમિકા માટે સારી પસંદગી તરીકે ઉભરી આવ્યો છે. ટીમ સિલેક્ટર તેના નામ પર વિચાર કરશે. IPL 2022માં ગુજરાત ટાઇટન્સ એક નવી ફ્રેન્ચાઇઝી તરીકે આવી અને હાર્દિક પંડ્યાએ GTની કપ્તાની સંભાળી છે. અને હવે GT ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ છે. GT સુકાની હાર્દિક પંડ્યા નિયમિતપણે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે અને ટૂર્નામેન્ટમાં રન પણ બનાવે છે. કેએલ રાહુલ અને રિષભ પંત બંને ઈંગ્લેન્ડમાં 5મી ટેસ્ટ માટે ટીમમાં જોડાયા છે, ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ શ્રેણી માટે એક કેપ્ટનની જરૂર છે.
આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની, લખનૌ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું
આ યાદીમાં અગાઉ શિખર ધવન હાજર હતો પરંતુ ટીમ સિલેક્ટર્સ આ ભૂમિકા માટે નવા ચહેરાની શોધમાં છે જેમા હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. IPL 2022 ક્વોલિફાયર 1 માં રાજસ્થાન રોયલ્સ સામે 189 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા, તેણે ગુજરાતની આગેવાની હેઠળ ડેવિડ મિલર સાથે નવો કેપ્ટન કૂલ ખિતાબ મેળવ્યો છે. હાર્દિક પંડ્યાને આયર્લેન્ડ સિરીઝ માટે કેપ્ટન એટલે પણ બનાવી શકાય છે કારણ કે, રોહિત શર્મા, કેએલ રાહુલ અને રિષભ પંત આ સિરીઝ માટે અનુપલબ્ધ હશે. તેઓ બર્મિગહામ ટેસ્ટ પહેલા ચાર દિવસની પ્રેક્ટિસ મેચ રમે છે. વળી બીજી તરફ શિખર ધવનને T20Iમાંથી બહાર કરવામાં આવ્યા બાદ ભારતને ટીમનું નેતૃત્વ કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિની જરૂર પડશે. અને હાલમાં IPL 2022ની ફાઇનલમાં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે, આ જ કારણ છે કે હાર્દિક પંડ્યા આ ભૂમિકા માટે મુખ્ય દાવેદાર છે. તેણે IPL 2022માં 14 મેચોમાં 45.30ની એવરેજ અને 132.84ની સ્ટ્રાઈક રેટથી 453 રન બનાવ્યા છે.
Advertisement