પૂર્વ પાક.ખેલાડીએ મલિકના કર્યા વખાણ- પાકિસ્તાનમાં હોત તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યો હોત
IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ભારતીય બોલર ઉમરાન મલિકે આ સિઝનમાં પોતાની બોલિંગથી ઘણા ક્રિકેટ દિગ્ગજોને ચોંકાવી દીધા છે. દુનિયાભરના ક્રિકેટરોની નજર આ બોલર પર છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના એક પૂર્વ ખેલાડીએ પણ ઉમરાન મલિકના વખાણ કર્યા છે. જોકે, વખાણની સાથે ક્યાંક તેણે કાશ્મીરની ધૂન પણ ગાયી છે અને કાશ્મીરીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. IPLની 15મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનàª
IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ભારતીય બોલર ઉમરાન મલિકે આ સિઝનમાં પોતાની બોલિંગથી ઘણા ક્રિકેટ દિગ્ગજોને ચોંકાવી દીધા છે. દુનિયાભરના ક્રિકેટરોની નજર આ બોલર પર છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના એક પૂર્વ ખેલાડીએ પણ ઉમરાન મલિકના વખાણ કર્યા છે. જોકે, વખાણની સાથે ક્યાંક તેણે કાશ્મીરની ધૂન પણ ગાયી છે અને કાશ્મીરીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે.
IPLની 15મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક પોતાની ફાસ્ટ બોલિંગથી આજે ઘણી ચર્ચાઓમાં છે. 22 વર્ષીય યુવા બોલરે વર્તમાન સિઝનમાં સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. ક્રિકેટ નિષ્ણાતો અને દિગ્ગજો તેના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં તક મળે તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. આ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન કામરાન અકમલ પણ ઉમરાન મલિકના આ પ્રદર્શનથી પ્રભાવિત થયા છે અને માને છે કે જો મલિક પાકિસ્તાનમાં હોત તો તે અત્યાર સુધીમાં ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હોત. આ ઉપરાંત કામરાન અકમલે વધુમાં કહ્યું કે, “છેલ્લી સિઝનમાં તે માત્ર એક કે બે મેચ રમ્યો હતો. જો તે પાકિસ્તાનમાં હોત તો ચોક્કસપણે અમારા માટે રમ્યો હોત. પરંતુ ભારતીય ક્રિકેટે મલિકને સમગ્ર IPL સિઝનમાં રમવાની તક આપીને ઘણી પરિપક્વતા દર્શાવી છે. બ્રેટ લી અને શોએબ (અખ્તર) ભાઈ પણ મોંઘા હતા, પરંતુ તેઓએ વિકેટ લીધી અને આવા જ સ્ટ્રાઇક બોલરો હોવા જોઈએ."
કામરાન અકમલે વધુમાં કહ્યું કે, ઉમરાન મલિક જે સ્પીડથી બોલિંગ કરે છે તે પ્રશંસનીય છે, દરેક મેચ પછી જ્યારે સ્પીડ ચાર્ટ આવે છે ત્યારે તે લગભગ દરેક બોલને 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ કરે છે અને આ સ્પીડ તેની ઓછી નથી થઇ રહી. 40 વર્ષીય અકમલે કહ્યું કે, ઉમરાન મલિક અત્યાર સુધી સમગ્ર ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ફોર્મમાં છે. પૂરી ટૂર્નામેન્ટ રમીને તેના આત્મવિશ્વાસમાં ઘણો સુધારો થયો છે. કામરાને ઉમરાન મલિકની તુલના શોએબ અખ્તર અને બ્રેટ લી સાથે પણ કરી છે.
Advertisement