Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટૂર્નામેન્ટમાં એક જીત માટે સંઘર્ષ કરી રહેલી CSK અને SRHની ટીમ, આજે હશે આમને-સામને

આજે IPL 2022 ની 17મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ડૉ.ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈમાં રમાશે. આજે બપોરે 3.30 કલાકે બંને ટીમ મેદાને આમને-સામને જોવા મળશે. IPL 2022 ની આ 15મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અત્યાર સુધીમાં એકપણ મેચ જીતી શકી નથી. આ બંને ટીમ આજે જીતનો સ્વાદ ચાંખવા માટે અને પોઇન્ટ ટેબલમાં આગળ પહોંચવા મેદાને ઉતરશે. આ સીઝનમા
ટૂર્નામેન્ટમાં એક જીત માટે સંઘર્ષ કરી રહેલી csk અને srhની ટીમ  આજે હશે આમને સામને
આજે IPL 2022 ની 17મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ડૉ.ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈમાં રમાશે. આજે બપોરે 3.30 કલાકે બંને ટીમ મેદાને આમને-સામને જોવા મળશે. 
IPL 2022 ની આ 15મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અત્યાર સુધીમાં એકપણ મેચ જીતી શકી નથી. આ બંને ટીમ આજે જીતનો સ્વાદ ચાંખવા માટે અને પોઇન્ટ ટેબલમાં આગળ પહોંચવા મેદાને ઉતરશે. આ સીઝનમાં, બધાની નજર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઓપનર રુતુરાજ ગાયકવાડના પ્રદર્શન પર હતી પરંતુ તે જે આશા હતી તે પ્રમાણે હજુ સુધી રમી શક્યો નથી. ટૂર્નામેન્ટમાં સતત ત્રણ હારના કારણે CSKના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા પર ઘણું દબાણ છે અને તે આશા રાખશે કે તેના ખેલાડીઓ સમરાઇઝર્સ સામે સારું પ્રદર્શન કરી મેચ જીતવા માટે પોતાનું 100 ટકા આપશે. 
CSK એક એવી ટીમ છે કે જેના વિશે કહેવામાં આવે છે કે તે IPL ઇતિહાસની સૌથી તેજસ્વી ટીમોમાંની એક છે. જે આજે એક જીત માટે સંઘર્ષ કરી રહી છે. ખાસ કરીને બેટ સાથે અત્યાર સુધીની મુશ્કેલ સીઝન રહી છે. ગાયકવાડ છેલ્લી સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, પરંતુ આ વખતે તે તેના ફૂટવર્ક સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ગાયકવાડે અત્યાર સુધી શૂન્ય, એક અને એક રન બનાવ્યા છે, જેના કારણે CSKનો ટોપ ઓર્ડર દબાણમાં છે. 2021ની સીઝનમાં 16 મેચમાં 635 રન બનાવનાર મહારાષ્ટ્રનો બેટ્સમેન સનરાઇઝર્સ સામે ફરી પોતાની ગતિ મેળવવાનો પ્રયત્ન કરશે. સારી વાત એ છે કે, ગાયકવાડને ટીમના કેપ્ટનનું સમર્થન છે. જાડેજાએ છેલ્લી મેચ બાદ કહ્યું હતું કે, અમારે તેને પર વિશ્વાસ રાખવો પડશે કારણ કે, આપણે બધા જાણીએ છીએ કે તે ઘણો સારો ખેલાડી છે. મને ખાતરી છે કે, તે સારું પ્રદર્શન કરશે. 
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા સૌથી વધુ 16 કરોડ રૂપિયાનો પગાર આપીને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો હતો. જાડેજાને વર્ષની શરૂઆતમાં જ મોટો ફાયદો થયો હતો. ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ પગારમાં ટીમે તેને જાળવી રાખ્યો હતો. ધોનીને ચેન્નાઈએ 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. IPL 2022ની શરૂઆત પહેલા તેને કેપ્ટનશિપ પણ મળી હતી.
Advertisement
Tags :
Advertisement

.