મોટા-મોટા પ્લેયર્સ થઈ ગયા બહાર, જાણો દરેક ટીમોનું લિસ્ટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League)આગામી સીઝનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કડીમાં તમામ 10 ટીમોની રિટેન્શનની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. BCCIએ ટીમોને કહ્યું હતું કે તે 15 નવેમ્બર સુધી રિલીઝ કે રિટેન ખેલાડીઓનું લિસ્ટ સોંપી દે, જેની ડેડલાઇન મંગળવારે સાંજે 5 કલાક સુધી હતી. રિટેન્શન પ્રક્રિયા બાદ હવે IPLના મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરે કરવામાં આવશે. 1. મુંબઈ ઈન્ડિયન્સઃ મુંબઈએ કીરોન પોલાર્ડ સહિત 13 à
03:31 PM Nov 15, 2022 IST
|
Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League)આગામી સીઝનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કડીમાં તમામ 10 ટીમોની રિટેન્શનની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. BCCIએ ટીમોને કહ્યું હતું કે તે 15 નવેમ્બર સુધી રિલીઝ કે રિટેન ખેલાડીઓનું લિસ્ટ સોંપી દે, જેની ડેડલાઇન મંગળવારે સાંજે 5 કલાક સુધી હતી. રિટેન્શન પ્રક્રિયા બાદ હવે IPLના મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરે કરવામાં આવશે.
1. મુંબઈ ઈન્ડિયન્સઃ
મુંબઈએ કીરોન પોલાર્ડ સહિત 13 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તો મુંબઈએ જેસન બેહરેનડોર્ફને ટ્રેડિંગ દ્વારા ટીમમાં લીધો છે. રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઃ કીરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંહ, આર્યન જુયાલ, બાસિલ થમ્પી, ડેનિયલ સેમ્સ, ફેબિયન એલેન, જયદેવ ઉનડકટ, મયંક માર્કેંડે, મુરૂગન અશ્વિન, રાહુલ વુદ્ધી, રિલે મેરેડિથ, સંજય યાદવ, ટાઇમલ મિલ્સ.
ટ્રેડ પ્લેયર્સઃ જેસન બેહરેનડોર્ફ.
વર્તમાન ટીમઃ રોહિત શર્મા, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેસિવ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, ઋતિક શૌકન, જેસન બેહરેનડોર્ફ, આખાસ મધવાલ.
2. સનરાઇઝર્સ હૈદરાબાદઃ
ઓરેન્જ આર્મીએ મોટું પગલું ભરતા કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનને રિલીઝ કરી દીધા છે. રિલીઝ કરાયેલા ખેલાડીઃ કેન વિલિયમસન, નિકોલસ પૂરન, જગદીશ સુચિત, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદ.
વર્તમાન ટીમઃ અબ્દુલ સમદ, એડેન માર્કરમ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જાનસેન, વોશિંગટન સુંદર, અઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક.
3. ચેન્નઈ સુપર કિંગ્સ
ટીમે મોટા નામમાં ડ્વેન બ્રાવો અને ઈંગ્લેન્ડના ક્રિસ જોર્ડનને રિલીઝ કર્યાં છે. તો પાછલી સીઝન બાદ રોબિન ઉથપ્પાએ નિવૃત્તિ લઈ લીધી હતી.રિલીઝ કરાયેલા ખેલાડીઃ ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, એડન મિલ્ને, હરિ નિશાંત, ક્રિસ જોર્ડન, ભગત વર્મા, કેએમ આસિફ, નારાયણ જગદીશન.
વર્તમાન ટીમઃ એમએસ ધોની, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડૂ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હૈંગરકર, ડ્વેન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટનર, રવીન્દ્ર જાડેજા, મુકેશ ચૌધરી, મથીશા પથિરાના, સિમરજીત સિંહ, દીપક સોલંકી, મહેશ તીક્ષણા, સિમરજીત સિંહ, દીપક સોલંકી દીક્ષાના.
4. પંજાબ કિંગ્સઃ
થોડા દિવસ પહેલા ફ્રેન્ચાઇઝીએ શિખર ધવનને કેપ્ટન બનાવ્યો હતો. હવે પૂર્વ કેપ્ટન મયંક અગ્રવાલને રિલીઝ કરી દેવામાં આવ્યો છે.રિલીઝ કરાયેલા ખેલાડીઃ મયંક અગ્રવાલ, ઓડિયન સ્મિથ, વૈભવ અરોરા, બેની હોવેલ, ઈશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, ઋતિક ચેટર્જી.
વર્તમાન ટીમઃ શિખર ધવન, શાહરૂખ ખાન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જિતેશ શર્મા, રાજ બાવા, રિષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયદે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કગિસો રબાડા, રાહુલ ચાહર, હરપ્રીત બરાડ.
5. કોલકત્તા નાઇટ રાઇડર્સઃ
કેકેઆરે એલેક્સ હેલ્સ, રહાણે જેવા કેટલાક મોટા નામોને રિલીઝ કર્યાં છે.રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઃ પેટ કમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરૂણારત્ને, આરોન ફિન્ચ, એલેક્સ હેલ્સ, અભિજીત તોમર, અજિંક્ય રહાણે, અશોક શર્મા, બાબા ઇંદ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રાસિખ સલામ, શેલ્ડન જેક્સન.ટ્રેડ પ્લેયર્સઃ શાર્દુલ ઠાકુર, રહમાનુલ્લાહ ગુરબાઝ, લોકી ફર્ગ્યૂસન.
વર્તમાન ટીમઃ શ્રેયસ અય્યર, નીતીશ રાણા, રહમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ અય્યર, આંદ્રે રસેલ, સુનીલ નરેન, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યૂસન, ઉમેશ યાદવ, ટિમ સાઉદી, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી, અનુકૂલ રોય, રિંકૂ સિંહ.
6. લખનઉ સુપર જાયન્ટ્સઃ
લખનઉએ જેસન હોલ્ડર અને મનીષ પાંડેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.રિલીઝ કરાયેલા ખેલાડીઃ એન્ડ્રૂ ટાય, અંકિત રાજપૂક, દુષ્મંથા ચમીરા, એવિન લુઈ, જેસન હોલ્ડર, મનીષ પાંડે, શાહબાઝ નદીમ.
વર્તમાન ટીમઃ કેએલ રાહુલ, આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, ડિકોક, માર્કસ સ્ટોયનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડ્ડા, કાઇલ મેયર્સ, ક્રુણાલ પંડ્યા, આવેશ ખાન, મોહસિન ખાન, માર્ક વુડ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ.
7. રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ
આરસીબીએ પોતાની ટીમમાં ખાસ ફેરફાર કર્યો નથી.રિલીઝ કરાયેલા ખેલાડીઃ જેસન બેહરેનડોર્ફ, અનીશ્વર ગૌતમ, ચામા મિલિંદ, એલ. સિસોદિયા, શેરફેન રધરફોર્ડ.
વર્તમાન ટીમઃ ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વનિંદુ હસરંગા, શાહબાઝ અહમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, આકાશ દીપ.
8. રાજસ્થાન રોયલ્સઃ
રાજસ્થાને પોતાના કોર ગ્રુપને યથાવત રાખ્યું છે.રિલીઝ કરાયેલા ખેલાડીઃ અનુનય સિંહ, કોર્બિસ બોશ, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, કરૂણ નાયર, નાથન કૂલ્ટર નાઇટ, રસ્સી વૈન ડેર ડુસેન, શુભમ ગઢવાલ, તેજસ બરોકા.
વર્તમાન ટીમઃ સંજૂ સેમસન, યશસ્વી જાયસવાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પટિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિયપ્પા.
9. દિલ્હી કેપિટલ્સઃ
દિલ્હીએ શાર્દુલ ઠાકુર, ટિમ સેફર્ટ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યાં છે. શાર્દુલને બાદમાં કેકેઆરે ટ્રેડ કર્યો છે. રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ શાર્દુલ ઠાકુર, ટિમ સીફર્ટ, અશ્વિન હેબ્બર, કેએસ ભરત, મનદીપ સિંહ.
વર્તમાન ટીમઃ રિષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોમમૈન પોવેલ, સરફરાઝ ખાન, યશ ઢુલ, મિચેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિક નોર્ત્જે, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહમદ, લુંગી એનગિડી, મુસ્તફિઝુર રહમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ.
10. ગુજરાત ટાઈટન્સઃ
વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે મોટો ફેરફાર કર્યો નથી. લોકી ફર્ગ્યૂસન, ગુરબાઝ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યાં છે. રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ રહમાનુલ્લાહ ગુરબાઝ, લોકી ફર્ગ્યૂસન, ડોમિનિક ડ્રેક્સ, ગુરકીરત સિંહ, જેસન રોય, વરૂણ એરોન.
વર્તમાન ટીમઃ હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નાલકંડે, જયંત યાદવ, આર સાઈ કિશોર, નૂર અહમદ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article