Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL માં મેચ ફિક્સિંગ મામલે મોટો ઘટસ્ફોટ, 3 લોકોની ધરપકડ, પાકિસ્તાન સાથે કનેક્શન

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે CBI એ પાકિસ્તાન સાથે જોડાયેલા ફિક્સિંગ નેટવર્કનો પર્દાફાશ કરતી બે FIR નોંધી છે. આ એફઆઈઆર ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, આઈપીસીની બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ નોંધવામાં આવી છે. સીબીઆઈએ એફઆઈઆરમાં કહ્યું, પાકિસ્તાનમાંથી મળેલા ઈનપુટ્સના આધારે ઈન્ડિયન
01:58 PM May 14, 2022 IST | Vipul Pandya

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે CBI એ પાકિસ્તાન સાથે જોડાયેલા ફિક્સિંગ નેટવર્કનો પર્દાફાશ કરતી બે FIR
નોંધી છે. આ એફઆઈઆર ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, આઈપીસીની બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ
કાયદા હેઠળ નોંધવામાં આવી છે.
સીબીઆઈએ એફઆઈઆરમાં કહ્યું, પાકિસ્તાનમાંથી
મળેલા ઈનપુટ્સના આધારે
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોના પરિણામને પ્રભાવિત કરતા ક્રિકેટ
બુકીઓના નેટવર્ક વિશે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે.

javascript:nicTemp();

IPL મેચો સંબંધિત સટ્ટાબાજીની આડમાં તેઓ
સામાન્ય લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ હેતુ માટે તેઓએ નકલી ઓળખ
કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલાવ્યા છે. આ બેંક ખાતાઓ જન્મતારીખ જેવી બોગસ
વિગતો સાથે અને બેંક અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના ખોલવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન વિશ્વની સૌથી
મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોમાં ફિક્સિંગ અને સટ્ટાબાજીના
સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક દિલ્હીનો અને બે હૈદરાબાદના વ્યક્તિઓ
સામેલ છે. ધરપકડ કરાયેલા લોકોનું કનેક્શન પાકિસ્તાન સાથે પણ સંબંધિત હોઈ શકે છે
અને આ અંગે મળેલી માહિતીના આધારે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ આ કેસમાં
પાકિસ્તાન સાથે જોડાયેલા ફિક્સિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 2019માં આઈપીએલ
સટ્ટાબાજીનો દોર પાકિસ્તાન સુધી હતો. પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટ્સના આધારે મેચો
પ્રભાવિત થઈ હતી. સીબીઆઈએ પણ આ મામલામાં કેસ નોંધ્યો છે અને ત્યારબાદ ત્રણ લોકોને
કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
IPL 2019ની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં
ચેન્નાઈ સુપર કિંગ્સને
1 રનથી હરાવીને ટાઈટલ જીત્યું. તપાસ
એજન્સીએ વધુમાં જણાવ્યું કે દિલ્હીના રોહિણીથી ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ દિલીપ
કુમાર છે જ્યારે ગુરમ વાસુ અને ગુરમ સતીશની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ
લોકો
2013થી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા હતા.

Tags :
BookiesCBIGujaratFirstIPLmatchfixingPakistan
Next Article