Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેંગ્લોર-પંજાબની મેચ કાળી બિલાડીના કારણે રોકવી પડી, Video

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં 60મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમા RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે RCB સામે જીત માટે 210 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જવાબમાં RCBની ટીમ લક્ષ્યથી 55 રન દૂર રહી હતી. વળી આ મેચ દરમિયાન એક રમૂજી ઘટના પણ સામે આવી હતી.RCBની ઈનિંગની શરૂઆતમાં જ કાળી બિલાડીના કારણે મેચ થોડીવાર માટે રોક
06:07 AM May 14, 2022 IST | Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં 60મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમા RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે RCB સામે જીત માટે 210 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જવાબમાં RCBની ટીમ લક્ષ્યથી 55 રન દૂર રહી હતી. વળી આ મેચ દરમિયાન એક રમૂજી ઘટના પણ સામે આવી હતી.
RCBની ઈનિંગની શરૂઆતમાં જ કાળી બિલાડીના કારણે મેચ થોડીવાર માટે રોકવી પડી હતી અને હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલુ મેચમાં કાળી બિલાડી જોવા મળી હતી, જેના કારણે મેચને થોડીવાર માટે અટકાવવી પડી હતી. વાસ્તવમાં આ ઘટના RCBની ઇનિંગની પ્રથમ ઓવરમાં બની હતી. હરપ્રીત બ્રારે ત્રણ બોલ ફેંક્યા હતા અને જેવો તે ઓવરનો ચોથો બોલ ફેંકવાનો હતો ત્યારે બેટ્સમેન અને RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે હાથ બતાવીને બોલરને રોકવાનો સંકેત આપ્યો હતો. મહત્વનું છે કે, ફાફ ડુ પ્લેસિસે સાઇડ સ્ક્રીન પર કાળી બિલાડી બેઠેલી જોઈને બોલરને રોકવા માટે કહ્યું હતું. આ બિલાડી સાઇડ સ્ક્રીન પર આરામ કરતી જોવા મળી હતી, જેને જોઈને ત્યાં હાજર તમામ ખેલાડીઓ હસી પડ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ તેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાઇડ સ્ક્રીન પર બેઠેલી કાળી બિલાડીને તે જગ્યાએથી દૂર કરવા માટે અમ્પાયરે ક્રૂ મેમ્બર્સને ફરિયાદ કરી પરંતુ ત્યાં સુધીમાં બિલાડી પણ આખો મામલો જાણે સમજી ચૂકી હતી અને થોડી વાર પછી તે ત્યાંથી નીકળી ગઇ હતી. ડુ પ્લેસિસ આ આખું દ્રશ્ય જોઈને હસતો રહ્યો હતો. જોકે, બે ચોક્કા ફટકાર્યા બાદ 5મી ઓવરના બીજા બોલ પર ડુ પ્લેસિસ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં કુલ 10 રન બનાવ્યા હતા. ઓપનર વિરાટ કોહલીએ 20 રન બનાવ્યા હતા જ્યારે ગ્લેન મેક્સવેલ પણ ટીમ માટે માત્ર 35 રન જ ઉમેરી શક્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેચની વાત કરીએ તો RCB તરફથી ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી હતી. વિરાટ કોહલી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તેણે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. RCBની પૂરી ટીમ 20 ઓવરમાં 155 રન જ બનાવી શકી અને 54 રનથી મેચ હારી ગઈ.
Tags :
BlackCatCatCricketFafDuplesisGujaratFirstIPLIPL15IPL2022RCBCaptainRCBvsPBKSSports
Next Article