ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CSK ટીમ માટે All is not Well, આ ખેલાડી થઇ શકે છે ટૂર્નામેન્ટથી બહાર

IPL 2022ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. આ સીઝનમાં ટીમ ચાર મેચ રમી ચુકી છે. આ ચાર મેચમાંથી એક પણ મેચ CSK જીતવામાં સફળ રહી નથી. આ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે મંગળવારે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.સ્ટાર ઓલરાઉન્ડર દીપક ચહરની ટીમમાં વાપસીનો રસ્તો એટલો સરળ દેખાઈ રહ્યો નથી. ESPN Cricinfo અનુસાર, દીપક પૂરી સીઝન ચૂકી શકે તેવી પૂરી સંભાવના છે. આગામી વર્લ્ડ કપ (ICC વર્લ્ડ કપ 2022)ને જોતા à
07:22 AM Apr 12, 2022 IST | Vipul Pandya
IPL 2022ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. આ સીઝનમાં ટીમ ચાર મેચ રમી ચુકી છે. આ ચાર મેચમાંથી એક પણ મેચ CSK જીતવામાં સફળ રહી નથી. આ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે મંગળવારે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.
સ્ટાર ઓલરાઉન્ડર દીપક ચહરની ટીમમાં વાપસીનો રસ્તો એટલો સરળ દેખાઈ રહ્યો નથી. ESPN Cricinfo અનુસાર, દીપક પૂરી સીઝન ચૂકી શકે તેવી પૂરી સંભાવના છે. આગામી વર્લ્ડ કપ (ICC વર્લ્ડ કપ 2022)ને જોતા તે ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તેની સાથે કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. CSKના ઝડપી બોલર, જેણે હજુ સુધી IPL 2022 ની તેની પ્રથમ મેચ રમવાની છે, તે બેંગલુરુમાં NCA ખાતે ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે ચહરને એનસીએમાં વધુ એક ઈજા થઈ છે. દીપક ચહરની પીઠની સમસ્યા સમગ્ર IPL 2022માં ભારે પડી શકે છે. તેઓ પૂરી સીઝન માટે બહાર થઈ શકે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. 
CSK મેનેજમેન્ટની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, “અમને પીઠની આ ઈજા વિશે જાણ નથી. તે પાછા આવવા અને ફરીથી અમારા માટે રમવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. પરંતુ અત્યારે તે અમારી સાથે નથી.' યલો આર્મીએ 14 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને દીપક ચાહરને ફરીથી ફ્રેન્ચાઈઝીમાં સામેલ કર્યો હતો. દીપક ચહરને ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન T20I શ્રેણીમાં હાથની ઈજા થઈ હતી. ત્યારથી, તે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં rehabની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. NCA ફિઝિયોના પ્રારંભિક રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે દીપક IPLના મોટા ભાગ દરમિયાન રમી શકશે નહીં. 
બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સને આશા હતી કે એપ્રિલના અંત સુધીમાં તેઓ ફ્રેન્ચાઈઝીમાં પરત ફરશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પીઠની ઈજાને કારણે તેની સમસ્યા વધી શકે છે. હવે તેના માટે પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન રમવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે.
Tags :
CricketCSKCSKvsRCBDeepakChaharGujaratFirstInjuredIPLIPL15IPL2022Sports
Next Article