ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક ટ્વિટે હંગામો મચાવી દીધો, IPLની આગામી સિઝનમાં સુરેશ રૈના ફરી રહ્યો છે પરત ?

ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું હતું, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ 10 ટીમોમાં 9મા સ્થાને રહીને પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝન માટે સુરેશ રૈનાને રિટેન કર્યા નથી. સુરેશ રૈનાએ આ વખતે મેગા ઓક્શનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ કોઈપણ ટીમે તેના પર બોલી લગાવી ન હતી અને તે વેચાયા વગરનો રહ્યો હતો. IPL 2022 દરમિયાન સુરેશ રૈના ચોક્કસપણે કોમેન્ટ્રી કરà
10:50 AM May 31, 2022 IST | Vipul Pandya
ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું હતું, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ 10 ટીમોમાં 9મા સ્થાને રહીને પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝન માટે સુરેશ રૈનાને રિટેન કર્યા નથી. સુરેશ રૈનાએ આ વખતે મેગા ઓક્શનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ કોઈપણ ટીમે તેના પર બોલી લગાવી ન હતી અને તે વેચાયા વગરનો રહ્યો હતો. IPL 2022 દરમિયાન સુરેશ રૈના ચોક્કસપણે કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. 30 મેના રોજ, ચેન્નાઈ સુપર કિંગ્સે રૈનાની જૂની ઈનિંગ્સને યાદ કરી, જેના જવાબમાં રૈનાની ટ્વીટ જેના જવાબમાં ચાહકો ઉત્સુક છે કે શું તે આગામી સિઝન માટે CSKમાં પરત ફરવા માંગે છે. 2014 આઈપીએલના બીજા ક્વોલિફાયરમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં રૈનાએ 25 બોલમાં 87 રન બનાવ્યા હતા. તે મેચમાં રૈનાએ 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
Tags :
Next Article