Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

3 બોલ પર 3 સિક્સ અને ચોથા બોલ પર વિવાદ, મેદાનમાં દોડી આવ્યા દિલ્હીના આસિસ્ટન્ટ કોચ

IPLનો રોમાંચ ચરમ પર છે. તમામ ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરીને જીતવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જીત એ જ ટીમની થઈ રહી છે, જેનું પ્રદર્શન શાનદાર છે. IPLની આ સીઝનની 34મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાનની ટીમે 15 રનથી આ મેચ જીતી લીધી હતી. પરંતુ આ મેચમાં અંતિમ બોલ પર એક મોટો વિવાદ ઉભો થયો હતો.દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હàª
3 બોલ પર 3 સિક્સ અને ચોથા બોલ પર વિવાદ  મેદાનમાં દોડી આવ્યા દિલ્હીના આસિસ્ટન્ટ કોચ
IPLનો રોમાંચ ચરમ પર છે. તમામ ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરીને જીતવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જીત એ જ ટીમની થઈ રહી છે, જેનું પ્રદર્શન શાનદાર છે. IPLની આ સીઝનની 34મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાનની ટીમે 15 રનથી આ મેચ જીતી લીધી હતી. પરંતુ આ મેચમાં અંતિમ બોલ પર એક મોટો વિવાદ ઉભો થયો હતો.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીની ટીમ તરફથી પૃથ્વી શો અને ડેવિડ વોર્નર બેટિંગ કરવા આવ્યા હતા. પૃથ્વી શોએ 37 રન બનાવ્યા હતા. બીજા ઓપનર ડેવિડ વોર્નરે 28 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેપ્ટન રિષભ પંતે 44 રનની ઇનિંગ રમી હતી. લલિત યાદવે 37 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે 10 રન બનાવ્યા હતા. જોકે, આ મેચમાં દિલ્હી પહેલાથી જ બેકફૂટ પર જોવા મળી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ લક્ષ્યની નજીક જઇને હારી ગઇ હતી. 
Advertisement

મહત્વનું છે કે, દિલ્હીને જીતવા માટે અંતિમ ઓવરમાં 36 રન બનાવવાના હતા. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને બોલ ઓબેડ મેકકોયને બોલિંગ કરવા માટે આપ્યો હતો. રોવમેન પોવેલે આ ઓવરના પહેલા ત્રણ બોલમાં સિક્સર ફટકારી હતી. આ પછી ત્રીજા બોલને લઈને વિવાદ થયો હતો. મેકકોયનો બોલ ફુલ ટોસ હતો. પોવેલે અમ્પાયર પાસેથી બોલની ઊંચાઈને લઈને નો-બોલની માંગણી કરી હતી, પરંતુ અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો અને થર્ડ અમ્પાયરની સલાહ પણ લીધી ન હતી. સમગ્ર વિવાદ ત્યારબાદ શરૂ થયો હતો. આ જોઈને પંત ગુસ્સે થયો હતો. આ પછી પંતે તેના બંને બેટ્સમેન પોવેલ અને કુલદીપ યાદવને બહાર આવવાનો સંકેત આપ્યો. તેની ટીમના ઘણા ખેલાડીઓ પંતની પાછળ સતત નો બોલની માગ કરી રહ્યા હતા. 

પંત આ દરમિયાન ઘણો ગુસ્સે દેખાયો હતો. બાઉન્ડ્રી પર ઊભેલી વિપક્ષી ટીમના ખેલાડી જોસ બટલર તેમની સામે ગયા અને ત્યા જઈને તેમને સમજાવ્યો. આ દરમિયાન ટીમના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરે મેદાન પર દોડી ગયા અને અમ્પાયરોને કહ્યું કે તેમની ટીમ આગળ રમવા માટે તૈયાર છે. પછીના ત્રણ બોલમાં પોવેલ માત્ર બે રન બનાવીને આઉટ પણ થયો હતો.
Advertisement

નિયમ શું કહે છે?
IPLના નિયમો અનુસાર થર્ડ અમ્પાયર કોઈ બોલ પર નો-બોલ ત્યારે જ ચેક કરી શકે છે જ્યારે તે બોલ પર વિકેટ પડી હોય. પોવેલ તે બોલ પર અણનમ રહ્યો હોવાથી, થર્ડ અમ્પાયરને IPLના નિયમો મુજબ નો-બોલ ચેક કરવાનો અધિકાર પણ નહોતો.
Tags :
Advertisement

.