સુંદર ગવર્નર 58 પુરૂષ કર્મચારીઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, રોજ એક કર્મચારીનો વારો આવતો
નવી દિલ્હી : ચીનમાં એક સીનિયર મહિલા અધિકારીને લાંચ માંગવા અને કર્મચારીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાના આરોપમાં 13 વર્ષની જેલ થઇ છે. ઝોંગ યાંગ પર 58 પુરૂષ કર્મચારીઓ સાથે સંબંધ બાંધવાનો અને કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ચીનની સીનિયર મહિલા અધિકારીનો ભાંડો ફુટ્યો
ચીનમાં એક સીનિયર મહિલા અધિકારીને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને 1.18 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાઉધ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર આ મહિલા અધિકારી ઝોંગયાંગ છે. ખુબ જ સુંદર હોવાના કારણે લોકો તેને સુંદર ગવર્નર પણ કહે છે. તેઓ ગોઇઝોઉ પ્રાંતના કિયાનાનાના ગવર્નર હતા. આ સાથે જ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના (CPC) ઉપ સચિવ પણ રહી ચુક્યા છે. તેની સાથે કામ કરનારા 58 પુરુષ કર્મચારીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનો અને 60 મિલિયન યુઆન (આશરે 71 કરોડ રૂપિયા) લાંચ લેવાનો આક્ષેપ લાગ્યો છે.
આ પણ વાંચો : Tirupati Laddu Controversy મુદ્દે દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ!
22 વર્ષની ઉંમરે કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઇ ઝાંગયીંગ
52 વર્ષીય ઝોંગયાંગ 22 વર્ષની ઉંમરમાં કમ્યૂનિસ્ટ પાર્ટીમાં જોડાઇ હતી. ધીરે ધીરે તેનો હોદ્દો વધ્યો અને તે નેશનલ પીપલ્સ પાર્ટીમાં ડેપ્યુટીના પદ પર પહોંચી. ઝોંગને ફલ અને કૃષિ સંઘની સ્થાપના કરવા માટે ઓળખવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ખેડૂતો અને જરૂરિયાતમંદ વૃદ્ધોની મદદ કરવાનો હતો.
આ પણ વાંચો : Delhi ની કમાન Atishi ના હાથમાં, CM પદના લીધા શપથ
ડોક્યુમેન્ટ્રીથી ખુલ્યો ઝોંગ યાંગનું રહસ્ય
જાન્યુઆરીમાં ગુઇઝોઉ રેડિયો અને ટેલીવિઝને એક ડોક્યુમેન્ટ્રી દેખાડીને ઝોંગ અંગેના વિવાદોને જાહેર કર્યા. ઝોંકે લાંચ લીધી અને પોતાના પદનો દુરૂપયોગ કર્યો અને પસંદગીની કંપનીઓ અને ઉદ્યોગપતિઓને સરકારી કોન્ટ્રાક્ટ અપાવ્યા. તેણે એક ઉદ્યોગપતિ માટે હાઇ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં જમીનના વિકાસની મંજૂરી અપાવી. આ વેપારી સાથે પણ ઝોંના ખુબ જ અંગત સંબંધ હતા. ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો થયો કે, ઝોંગ તે કંપનીઓની ઉપેક્ષા કરતી હતી જેની સાથે તેના વ્યક્તિગત્ત સંબંધો ન હોય.
આ પણ વાંચો : Prasar Bharti-૩૮૧ ટીવી ચેનલ્સ અને ૪૮ રેડિયો સ્ટેશન્સ વિનામૂલ્યે માણો
ઝોંગે 58 કર્મચારીઓ સાથે સંબંધ બાંધ્યા
ઝોંગ પર આરોપ છે કે, તેમણે પોતાના આધીન કામ કરનારા 58 કર્મચારીઓની સાથે સેક્સ સંબંધ બાંધ્યા. કેટલાક લોકો ઝોંગ દ્વારા અપાયેલા પ્રલોભનના કારણે તેમના પ્રેમી બની ગયા. કેટલાક લોકો નહીં ઇચ્છતા હોવા છતા પણ ઝોંગની સાથે સંબંધ બનાવતા હતા. તેઓ મહિલા અધિકારીથી ગભરાઇને તેવું કરતા હતા. તેઓ ઓવરટાઇમનાં નામે પુરુષ કર્મચારીઓને રોકતા હતા અને તેની સાથે સંબંધ બાંધતી હતી. તેણે વ્યાવસાયિક યાત્રાઓ પર જવાના બહાને પ્રેમીઓ સાથે રોમાન્સ કર્યો હતો.
આ પણ વાંચો : Noida : બ્રિજ પર કારે સ્કૂટીને ટક્કર મારી યુવતી બ્રિજના પિલર પર અટકી! જુઓ video
પોતાના કર્મ પર પછતાવો હોવાનું જણાવ્યું
ભેદ ખુલ્યા બાદ ઝોંગને એપ્રીલ 2023 માં ધરપકડ કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં તેમને સીપીસીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટ્રીમાં ઝોંકે કહ્યું કે, તેમને પોતાના કર્મ પર પછતાવો છે. તેમણે કહ્યું કે, હું પોતાના પૂર્વ સહકર્મચારીઓ, પરિવારના સભ્યો અથવા તે નેતાઓનો સામનો નથી કરી શકતા જેણે મારી સારસંભાળ કરી અને મારુ પાલનપોષણ કર્યું. હું ખુબ જ પસ્તાઇ રહી છું.
આ પણ વાંચો : PM મોદીના જન્મ દિવસે બ્લડ ડોનેશનનું નાટક, મેયરે હસ્તા હસ્તા કહ્યું હું ફોટો પડાવવા આવ્યો છું