China એ કઈ આધુનિક ટેકનોલોજીની મદદથી શોધી કાઢ્યો 1000 ટન સોનાનો ભંડાર ???
- Chinaના હુનાનમાં 1000 ટનથી વધુ સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે
- ખાસ ટેકનોલોજીની મદદથી ભૂસ્તરશાસ્ત્રીઓને આ સફળતા મળી છે
- આ ટેકનોલોજી છે થ્રી ડાયમેન્શનલ જીયોલોજિકલ મોડલિંગ(three-dimensional geological modeling)
China: તાજેતરમાં હુનાન પ્રાંત(Hunan province)માં સોનાનો વિશાળ ભંડાર શોધી કઢાયો છે. આ પ્રાંતના વાંગ નામક સ્થળે 2,000 મીટરની ઊંડાઈએ 40 થી વધુ સોનાની ખાણો મળી આવી છે. જેમાં 1,000 ટનથી વધુ સોનું હોવાની ધારણા છે. આ સોનાના ભંડાર(gold reserve)નું મૂલ્ય આશરે 600 અબજ યુઆન (US$83 અબજ) હોવાનો અંદાજ છે. ચીનને આ ખજાનો શોધવા માટે અપનાવી હતી થ્રી ડાયમેન્શનલ જીયોલોજિકલ મોડલિંગ ટેકનોલોજી.
પહેલા 300 ટન સોનું હોવાની ધારણા હતી
હુનાન પ્રાંતના જીયોલોજિકલ બ્યુરો અનુસાર પ્રથમ સર્વેક્ષણમાં 300 ટન સોનું હોવાની ધારણા હતી. જો કે ખોદકામ કર્યા બાદ 2000 મીટરની ઊંડાઈએ સોનાના નવા ભંડાર મળી આવ્યા છે. ચીનના સરકારી મીડિયા અનુસાર કુલ અંદાજિત ભંડાર હવે 1,000 ટનથી વધુ હોઈ શકે છે. આ શોધ ઘણા વર્ષોની મહેનત અને આધુનિક ટેકનોલોજીનું પરિણામ છે. આ ટેકનોલોજીનું નામ છે થ્રી ડાયમેન્શનલ જીયોલોજિકલ મોડલિંગ(three-dimensional geological modeling).
આ પણ વાંચોઃ Trump ની નીતિઓ સામે હજારો લોકોનું અમેરિકામાં વિરોધ પ્રદર્શન; જાણો સમગ્ર મામલો
થ્રી ડાયમેન્શનલ જીયોલોજિકલ મોડલિંગ
China ના વાંગ સ્થળ પર સોનાની શોધ કરવા માટે ચીની ભૂસ્તરશાસ્ત્રીઓએ આધુનિક થ્રી ડાયમેન્શનલ જીયોલોજિકલ મોડલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. જેનાથી તેઓ ભૂગર્ભ gold reserve નો સચોટ નકશો બનાવી શક્યા. આ આધુનિક પદ્ધતિથી ડ્રિલ ટીમો પૃથ્વીના ઊંડાણમાં શ્રેષ્ઠ સોનાના ભંડારો શોધી શકી. આ શોધથી ચીનની આર્થિક સમૃદ્ધિ વધશે અને વિદેશમાંથી મોટા રોકાણો પણ આવશે. આંતરરાષ્ટ્રીય માઈનિંગ કંપનીઓ આ સ્થળની વિશાળ વ્યાપારી સંભાવના પર નજર રાખી રહી છે.
China નું ગોલ્ડ રીઝર્વ
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા China છે જ્યારે gold reserve ની દ્રષ્ટિએ વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. ચીન પાસે 2,264 ટન સોનાનો ભંડાર છે. તાજેતરના વર્ષોમાં ચીને તેના સોનાના ભંડારમાં ઝડપી વધારો કર્યો છે. હવે આ શોધથી ચીન વધુ આગળ પહોંચી શકે છે. હાલમાં, અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ gold reserve છે. જ્યારે gold reserve ની બાબતમાં ભારત વિશ્વમાં નવમા ક્રમે છે. ચીન અને ભારત વિશ્વના સૌથી મોટા સોનાનો વપરાશ કરતા દેશોમાં સામેલ છે.
આ પણ વાંચોઃ Pakistan SC : 'કુલભૂષણ જાધવને અપીલ કરવાનો કોઈ અધિકાર નથી...', SC માં પાકિસ્તાન સરકારનું ચોંકાવનારું નિવેદન