Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને શપથ ગ્રહણ વચ્ચે 2 મહિનાનુ અંતર કેમ હોય છે?

આજે 20 જાન્યુઆરી, 2025 ના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાઈ હતી, પરંતુ હવે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ જાન્યુઆરીમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે અમેરિકામાં સત્તા ટ્રાન્સફરમાં આટલો વિલંબ કેમ થાય છે, આ પરંપરા ક્યારે શરૂ થઈ?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને શપથ ગ્રહણ વચ્ચે 2 મહિનાનુ અંતર કેમ હોય છે
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાઈ હતી
  • અમેરિકામાં સત્તા ટ્રાન્સફરમાં આટલો વિલંબ કેમ થાય છે

Trump's swearing-in ceremony : 20 જાન્યુઆરી એ અમેરિકન રાજકારણમાં એક ખાસ દિવસ છે. આ દિવસે ઈનોગ્રેશન ડે હોય છે- એટલે કે, નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ. જેમ ભારતમાં, ચૂંટણી પછી, નવી સરકાર શપથ લે છે અને કાર્યભાર સંભાળે છે, તેવી જ પ્રક્રિયા અમેરિકામાં પણ થાય છે. પણ બન્નેમાં એક મોટો ફરક છે. ભારતમાં ચૂંટણી પછી તરત જ નવી સરકાર રચાય છે. રાષ્ટ્રપતિ બહુમતી મેળવનાર પક્ષ અથવા ગઠબંધનના નેતાને શપથ લેવડાવે છે, અને કાર્ય શરૂ થાય છે. જોકે, અમેરિકામાં આવું નથી થતું. ત્યાં ચૂંટણી પરિણામો જાહેર થયાના બે મહિના પછી શપથ ગ્રહણ સમારોહ યોજાય છે. પણ આવું કેમ? આ પરંપરા ક્યારે અને શા માટે શરૂ થઈ?

સત્તા ટ્રાન્સફરમાં બે મહિના લાગે છે

અમેરિકામાં સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ 72 થી 78 દિવસ લાગે છે. આનું કારણ ફક્ત આજની રાજકીય પ્રક્રિયાઓ જ નથી, પરંતુ તેનો ઇતિહાસ પણ છે, જે 1776માં સ્વતંત્રતાના યુગ સુધીનો છે. તે સમયે અમેરિકાની મોટાભાગની વસ્તી દૂરના વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હતી. આધુનિક પરિવહન કે ઝડપી સંદેશાવ્યવહારના સાધનો નહોતા. ઘોડાગાડીઓ દ્વારા લાંબા અંતર કાપવા પડતા હતા, અને રસ્તાઓ પણ દુર્ગમ હતા.

Advertisement

વિલંબ ટેકનિકલ કારણોસર શરૂ થયો

ચૂંટણી પછી, મતોની ગણતરી કરવામાં, ઇલેક્ટોરલ કોલેજના મતદારોને મળવામાં અને અંતે આ મતો કોંગ્રેસ સુધી પહોંચાડવામાં મહિનાઓ લાગી જતા હતા. આ જ કારણ હતું કે, શરૂઆતમાં ચૂંટણી અને શપથ ગ્રહણ સમારોહ વચ્ચે 4 મહિનાનો અંતર રાખવામાં આવ્યો હતો. એવું કહી શકાય કે, આ વિલંબ ફક્ત ટેકનિકલ કારણોસર શરૂ થયો હતો, પરંતુ હવે તે અમેરિકન લોકશાહીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

Advertisement

આ પણ વાંચો :  America : શપથ ગ્રહણ પહેલાં Donald Trump એ ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને આ શું કહી દીધું?

સુધારા દ્વારા તારીખ નક્કી કરવામાં આવી હતી

1789માં, પ્રથમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 30 એપ્રિલથી શરૂ થયો હતો. બીજા રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 માર્ચ, 1793 ના રોજ શરૂ થયો અને પછી આ પ્રથા બની ગઈ. નવેમ્બરમાં ચૂંટણી પછી, માર્ચ સુધી ઘણો સમય બગડતો હતો. મંત્રીમંડળની રચના માટે આટલા સમયની જરૂરત નહતી. જોકે, 1933માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટના શપથ ગ્રહણ પહેલા, 20મા સુધારા હેઠળ આ સમયગાળો ઘટાડીને 2 મહિના કરવામાં આવ્યો હતો. અને આમ નવા કાર્યકાળની શરૂઆત માટે 20 જાન્યુઆરી તારીખ નક્કી કરવામાં આવી. બીજી એક વાત એ છે કે, ભારતમાં વડા પ્રધાન તેમના કેબિનેટ મંત્રીઓ સાથે શપથ લે છે પરંતુ અમેરિકામાં ફક્ત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જ શપથ લે છે. બાકીના મંત્રીઓને તેમના કાર્યાલયોમાં શપથ લેવડાવવામાં આવે છે.

શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ સામેલ થશે?

અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને હાજર રહેવાની પરંપરા છે. જોકે, છેલ્લી વખત ટ્રમ્પે બિડેનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી ન હતી. અમેરિકાના 150 વર્ષના ઇતિહાસમાં આવું કરનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ટ્રમ્પની ગેરહાજરીમાં, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે રાષ્ટ્રપતિની ફરજો સંભાળી હતી.

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ જો બિડેન, તેમના પત્ની જીલ બિડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ હાજર રહેશે. આ વખતે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ. બુશ, તેમની પત્ની લૌરા બુશ અને બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે તેવું કહેવાય છે.

આ પણ વાંચો :  Donald Trump ના શપથ ગ્રહણ માટે માત્ર થોડા કલાકો... 100 ફાઇલો તૈયાર કરાઇ

Tags :
Advertisement

.

×