એલન મસ્કની સાથે સતત દેખાયેલી મહિલા કોણ છે? ભારત સાથે છે ખાસ સંબંધ
- એલન મસ્ક સાથે ભારતીય મહિલા પડછાયાની જેમ જોવા મળે છે
- તમામ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે તે સતત વાતચીત કરતી જોવા મળી
- એલન મસ્કના ત્રણ સંતાનોની માતા હોવા સાથે ઇન્વેસ્ટમેન્ટ બેંકર પણ છે
નવી દિલ્હી : ટ્રમ્પના શપથ પહેલા આયોજિત ડિનરમાં એલન મસ્ક સાથે સતત એક મહિલા જોવા મળી હતી. જ્યારે તેની તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ તો લોકો આ મહિલા અંગે ચર્ચા કરવા લાગ્યા હતા. દરેક લોકો આ મહિલા વિશે જાણવા માંગતા હતા.
આ મહિલા અન્ય કોઇ નહીં પરંતુ શિવોન જિલિસ છે, જે એલન મસ્કના ત્રણ બાળકોની માતા છે. તેમની હાજરીમાં આ ઇવેન્ટને વધારે ખાસ બનાવી દીધી અને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી.
આ પણ વાંચો : 15 વર્ષ પછી શમીએ આ વસ્તુને કર્યો સ્પર્શ, BCCIએ શેર કર્યો વીડિયો
શિવોન જિલિસ મસ્કની પત્ની
શિવોન જિલિસનું નામ ભલે સમાચારોમાં ન આવ્યું હોય પરંતુ ટ્રમ્પના પ્રી ઇનોગ્રેશન ડિનરમાં મસ્કની સાથે દેખાયા બાદ તેમની ચર્ચા ઝડપથી વધી ગઇ. વાયરલ તસ્વીરમાં શિવોનને જેફ બેઝોસ અને તેમની મંગેતર લોરેન્સ સાંચેઝ, ઇવાંકા ટ્રમ્પ અને જૈરેડ કુન્નર જેવી મોટી હસ્તીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
શિવોન જિલિસ અને એલોન મસ્કનો સંબંધ
શિવોન જિલિસ અને એલોન મસ્કનો સંબંધ ખુબ જ ખાસ છે. 2021 માં બંન્નેને જોડિયા બાળક સ્ટ્રાઇડર અને અજ્યોરનું સ્વાગત કર્યું. ત્યાર બાદ 2024 માં બંન્નેને ત્રીજુ બાળક થયું. જિલિસે વોલ્ટર આઇજેક્સનના પુસ્તક ELON MUKS માં જણાવ્યું કે, મસ્કે તેમને બાળકો માટે પ્રેરિત કર્યા.
આ પણ વાંચો : ભારત સાથે સંબંધોમાં ખટાશ બાદ બાંગ્લાદેશ ચીનના શરણે, કરી આ માંગ
કોણ છે શિવોન જિલિસ?
38 વર્ષની શિવોન જિલિસ કેનેડાના ઓંટારિયોની રહેવાસી છે અને યેલ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. તેમની માતા પંજાબી છે અને પિતા કેનેડિયન છે. તેઓ એલન મસ્કની કંપની ન્યૂરાલિંકમાં ટોપ એક્ઝેક્યુટીવ છે. ઓપન AI ની એડ્વાઇઝરી પણ છે. શિવોને બ્લૂમબર્ગ બીટામાં ઇન્વેસ્ટમેન્ટ ટીમની સ્થાપતા કરી અને 9 થી વધારે ઇન્વેસ્ટમેન્ટની લીડરશીપ પણ કરી. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેની સંસ્થાઓમાં બોર્ડ મેંબર પણ છે.
એલન મસ્કના બાળકોનો મોટો પરિવાર
એલન મસ્કની પહેલી પત્ની જસ્ટિસ વિલ્સનના પાંચ બાળકો છે. ત્યાર બાદ મસ્ક અને ગાયિકા ગ્રાઇમ્સના ત્રણ બાળકો છે, જેની કસ્ટડી અંગે બંન્નેમાં કાયદાકીય લડાઇ ચાલી રહી છે. બીજી તરફ મસ્ક અને શિવોન જિલિસના ત્રણ બાળકો છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીએ કાંકરેજ બનાસકાંઠામાં રહેશે તેવુ આશ્વાસન આપ્યુ છે: કિર્તીસિંહ
સોશિયલ મીડિયા પર શિવોન જિલિસ અને મસ્કની જોડી છવાઇ
ટ્રમ્પના ડિનરમાં મસ્ક અને શિવોનની જોડી પહેલીવાર આટલા હાઇપ્રોફાઇલ ઇવેન્ટમાં સાથે દેખાયા. સોશિયલ મીડિયા પર લોકો તેની ચર્ચા સતત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મસ્ક અને શિવોનની જોડી ખુબ જ ખાસ અને સુંદર છે. બીજી તરફ અનેક યુઝર્સે શિવોનની સાદગી અને એલન મસ્કની સાથે તેના બોન્ડિંગના વખાણ કર્યા.
આ પણ વાંચો : Champions Trophyમાં ભારતની જર્સી પર લખાશે પાકિસ્તાન? BCCIનો આશ્ચર્યજનક નિર્ણય