Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે કમલા હેરિસ? જે બની શકે છે US રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Elections) નું દ્રશ્ય રસપ્રદ બન્યું છે. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે પત્ર લખીને પોતાના નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે તેણે આ નિર્ણય દેશના હિતમાં લીધો છે....
કોણ છે કમલા હેરિસ  જે બની શકે છે us રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Elections) નું દ્રશ્ય રસપ્રદ બન્યું છે. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે પત્ર લખીને પોતાના નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે તેણે આ નિર્ણય દેશના હિતમાં લીધો છે. બાઈડેનના નામ પાછું ખેંચી લીધા બાદ કમલા હેરિસ (Kamala Harris) નું નામ આ રેસમાં સૌથી આગળ હોવાનું સામે આવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે કમલા હેરિસ ડેમોક્રેટ્સના ઉમેદવાર બનશે કે નહીં. જો આમ થશે તો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને પોતાની રણનીતિ બદલવાની ફરજ પડશે.

Advertisement

કમલા હેરિસ, બાઈડેનના સ્થાને નવી ડેમોક્રેટિક ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જો બાઈડેને પોતાની ઉમેદવારી પાછી ખેંચી સૌ કોઇને ચોંકાવી દીધા છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) ની નિમણૂકને પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે મેં રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાનો અને મારી બાકીની ટર્મ માટે રાષ્ટ્રપતિ તરીકેની મારી ફરજો પર મારી તમામ શક્તિઓ કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન, ટ્રમ્પ અને તેમના સમર્થકો દાવો કરે છે કે તેમના માટે કમલા હેરિસને હરાવવાનું સરળ બનશે. જો કે, તે એટલું સરળ બનશે નહીં. જો બાઈડેન સામે ડોનાલ્ડ ટ્રમ્પ માટે વસ્તુઓ સરળ બની ગઈ હતી. ટ્રમ્પ પર હુમલા બાદ સહાનુભૂતિની લહેર પણ તેમની તરફેણમાં જઈ રહી હતી. પરંતુ જો ટ્રમ્પને કમલા હેરિસના રૂપમાં નવા પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે તો તેમણે પોતાની રણનીતિઓ પણ બદલવી પડશે.

Advertisement

કમલા હેરિસ વધુ એક નવો ઈતિહાસ રચી શકે છે 

બાઈડેને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીથી પોતાનું નામ પાછું ખેંચતા કહ્યું કે, 2020માં પાર્ટીના નોમિની તરીકે મારો પહેલો નિર્ણય કમલા હેરિસ (Kamala Harris) ને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવાનો હતો અને તે મેં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય હતો. આજે હું કમલા હેરિસને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનવા માટે મારું સંપૂર્ણ સમર્થન આપવા માંગુ છું. હવે સમય આવી ગયો છે કે આપણે સાથે આવીને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીએ. આવી સ્થિતિમાં જો કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તો તે એક નવો ઈતિહાસ રચશે. અગાઉ તેમણે ઉપરાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચ્યો હતો. કમલા હેરિસ ભારતીય મૂળની છે. તેમનું ભારત સાથે ખૂબ જ ખાસ જોડાણ છે.

કમલા હેરિસનું ભારત કનેક્શન

જણાવી દઈએ કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ એશિયન-અમેરિકન છે. 20 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલી કમલા ભારતીય મૂળની છે, કારણ કે તેની માતા શ્યામા ગોપાલન હેરિસ ભારતના તમિલનાડુના ચેન્નાઈ શહેરની છે. તે કેન્સર સંશોધક હતી અને 2009 માં તેમનું અવસાન થયું હતું. કમલા હેરિસના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના રહેવાસી છે. આજકાલ તે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. કમલા હેરિસની નાની બહેનનું નામ માયા હેરિસ છે. કમલાના માતા-પિતા યુસી બર્કલે ખાતે મળ્યા હતા. કમલાની માતા શ્યામા 1960માં અને પિતા 1961માં અમેરિકા આવ્યા હતા. બંનેએ સાથે મળીને અનેક માનવાધિકાર ચળવળોમાં ભાગ લીધો હતો, પરંતુ જ્યારે કમલા હેરિસ 7 વર્ષની હતી અને માયા ખૂબ નાની હતી ત્યારે બંનેના છૂટાછેડા થઈ ગયા અને તેઓ અલગ થઈ ગયા. કમલાએ 2014માં ડગ્લાસ એમહોફ સાથે લગ્ન કર્યા હતા. આ પછી કમલા ભારતીય, આફ્રિકન, અમેરિકન સંસ્કૃતિ તેમજ યહૂદી પરંપરા સાથે જોડાઈ ગઈ.

Advertisement

કમલા હેરિસનું શિક્ષણ

કમલા હેરિસ તેની માતા સાથે ઓકલેન્ડમાં રહેતી હતી. તેઓ હોવર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી કાયદાની ડિગ્રી લીધી. 2003 માં, તે સાન ફ્રાન્સિસ્કોની ડિસ્ટ્રિક્ટ એટર્ની બની. 2010 માં, તે કેલિફોર્નિયાની ડિસ્ટ્રિક્ટ એટર્ની બની હતી અને આવું કરનાર પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત હતી. કમલા હેરિસ 2017 માં કેલિફોર્નિયાથી જુનિયર યુએસ સેનેટર બન્યા હતા અને આ પદ સંભાળનાર બીજા અશ્વેત વ્યક્તિ હતા. તેણીએ હોમલેન્ડ સિક્યુરિટી અને ગવર્નમેન્ટ અફેર્સ કમિટી, ઇન્ટેલિજન્સ સિલેક્ટ કમિટી, જ્યુડિશિયરી કમિટી અને બજેટ કમિટી પર સેવા આપી છે. હાલમાં, કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે અને તે આ પદ સંભાળનાર ભારતીય મૂળની અને અશ્વેત પ્રથમ મહિલા છે.

આ પણ વાંચો: US Elections : અમેરિકામાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ જો બાઇડેનની ચોંકાવનારી જાહેરાત

Tags :
Advertisement

.