MPox વિરુદ્ધ WHO એ નવી Vaccine મંજૂર કરી
- MPox વિરુદ્ધ WHOએ નવી રસી મંજૂર કરી
- LC16m8 રસી: MPox રોગચાળાને રોકવાનો પ્રયાસ
- WHOના પગલાંથી MPoxના જોખમને ઘટાડવાની આશા
- MPox વાયરસ સામે રસીકરણ એક મહત્વપૂર્ણ પગલું
- જોખમ ધરાવતા જૂથો માટે MPox રસી મંગળવારથી ઉપલબ્ધ
- WHO દ્વારા LC16m8 રસી કટોકટી માટે મંજૂર
- MPoxના લક્ષણો અને બચાવના ઉપાયો
- Mpox વાયરસ રોકવા માટે WHOની નવી રસી
- WHOના નિર્ણયથી ગ્લોબલ આરોગ્ય સુરક્ષામાં પ્રગતિ
- MPox રોગચાળાને અટકાવવા માટે તાકીદના પગલાં
MPox Vaccine : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંગળવારે MPox વિરુદ્ધ LC16m8 નામની નવી રસી કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીકરણ MPox રોગચાળાને નિયંત્રણમાં લાવવામાં અને ખાસ કરીને જોખમ ધરાવતા જૂથોને સુરક્ષિત કરવામાં મહત્વનું સાબિત થશે. આ નિર્ણય વૈશ્વિક સ્તરે રસીના ઝડપી ઉત્પાદન અને આયાતની પ્રક્રિયામાં મદદરૂપ બનશે.
WHOનું નિવેદન
WHOના દવાઓ અને આરોગ્ય વિભાગના સહાયક નિયામક યુકીકો નાકાતાનીએ જણાવ્યું હતું કે, LC16m8 રસીને ઇમરજન્સી ઉપયોગ યાદીમાં સામેલ કરવું વર્તમાન ચેપી સ્થિતિ સામે મહત્વપૂર્ણ પગલું છે. આ રસી બાળકો સહિતની વસ્તીને સુરક્ષિત રાખવામાં સહાયરૂપ થશે. WHOના આ નિર્ણયને વૈશ્વિક આરોગ્ય સુરક્ષામાં નવી આશા તરીકે જોવામાં આવી રહ્યું છે.
MPox કેટલું જોખમી છે?
Mpox એક વાયરલ રોગ છે, જે Mpox વાયરસથી થાય છે. આ રોગ સામાન્ય રીતે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે, પરંતુ તે માણસથી માણસમાં ફેલાય છે તેવા કિસ્સાઓ પણ નોંધાયા છે. MPOX વિશે ચિંતા વધી છે, ખાસ કરીને 2022 પછી જ્યારે ઘણા દેશોમાં તેના કેસોમાં અચાનક વધારો થયો હતો. જો કે, જો તેની સારવાર સમયસર શરૂ કરવામાં આવે તો Mpox નું જોખમ ઓછું ગંભીર હોઈ શકે છે, પરંતુ કેટલાક સંજોગોમાં તે જીવલેણ પણ બની શકે છે. તે કેટલું ગંભીર હોઈ શકે તે દર્દીના સ્વાસ્થ્ય, ઉંમર અને કેટલા સમયથી સારવાર ચાલી રહી છે તેના પર આધાર રાખે છે.
mpox સામે રક્ષણ
- અસરગ્રસ્ત અને ચેપગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.
રખડતા પ્રાણીઓના સંપર્કમાં આવવાનું ટાળો. - ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવશો નહીં.
- PPE કીટનો ઉપયોગ કરો.
- જો કોઈ ઈજા થઈ હોય, તો તેને ખુલ્લું ન છોડો.
- Mpox ના પ્રારંભિક ચિહ્નો
મંકીપોક્સ અથવા Mpox ના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને તાણ, શરદી, થાક, અને ચામડીના જખમ અથવા પરુ ભરેલી ફોલ્લીઓનો સમાવેશ થાય છે. જો વ્યક્તિમાં આમાંના કોઈપણ લક્ષણોની પુષ્ટિ થાય છે, તો દર્દીને વિશેષ વોર્ડમાં દાખલ કરવામાં આવશે. જો કે આ રોગમાં મૃત્યુનું જોખમ વધારે નથી, પરંતુ દર્દીના રોગની તીવ્રતા કોઈપણ પરિણામ તરફ દોરી શકે છે.
શું રસી રક્ષણ કરશે?
જો કે, Mpox ને રોકવા માટે રસીકરણ એ અસરકારક રીત છે. WHO દ્વારા મંજૂર કરાયેલી રસીઓ Mpox સામે રક્ષણ પૂરું પાડી શકે છે. આ રસીઓ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને આપવામાં આવે છે, જેમ કે આરોગ્ય વિભાગના લોકો, ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવતા લોકો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને પણ આ રસી આપવામાં આવશે.
આ પણ વાંચો: MPox : મંકીપોક્સ વાયરસને લઈને ભારતે શરૂ કરી તૈયારીઓ