દાઉદ ઈબ્રાહિમ ક્યાં છે? Chat GPT, Grok અને Gemini એ આ જવાબ આપ્યો
- દાઉદ ઈબ્રાહિમ ક્યાં છે? Chat GPT, Grok અને Geminiના જવાબ આપ્યો
- દાઉદનું રહસ્યમય સ્થળ: AI સિસ્ટમ્સ શું કહે છે?
- દાઉદ ઈબ્રાહિમ: શું તે કરાચીમાં છે કે અન્ય ક્યાંક?
- Chat GPT, Grok અને Geminiના દાવા: દાઉદ ક્યાં છુપાયેલો છે?
- દાઉદ ઈબ્રાહિમની હાલની જગ્યા: AI શું કહે છે?
Where is Dawood Ibrahim? - ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ગુનેગાર દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) નું સ્થાન એક એવું રહસ્ય છે જે દાયકાઓથી લોકોના મનમાં ઘૂમી રહ્યું છે. દુનિયામાં આતંકનો પર્યાય બની ગયેલા આ વ્યક્તિ વિશે દરેક જાણવા માગે છે કે આખરે તે ક્યાં છુપાયેલો છે? કેટલાક લોકો દાવો કરે છે કે તે દુબઈમાં સુરક્ષિત રીતે રહે છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે તે પાકિસ્તાનમાં છે. આવી અટકળો વચ્ચે, અમે આ પ્રશ્નનો જવાબ જાણવા માટે Chat GPT, Grok અને Gemini જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સની મદદ લીધી. તો ચાલો, જાણીએ કે આ ત્રણેયએ દાઉદના વર્તમાન સ્થાન વિશે શું કહ્યું.
Chat GPTનો જવાબ : રહસ્યમય સ્થાનની અટકળો
Chat GPTએ દાઉદ ઇબ્રાહિમના સ્થાન વિશે જણાવ્યું કે, તે એક આતંકવાદી અને ગુનેગાર છે, જે ઘણા વર્ષોથી ક્યાંક છુપાયેલો છે. તેના જવાબ મુજબ, ભારત અને ઇન્ટરપોલે તેને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ તે હજુ સુધી ન્યાયની પકડથી બહાર છે. ઘણા અહેવાલો સૂચવે છે કે દાઉદ પાકિસ્તાનમાં હોઈ શકે છે, પરંતુ પાકિસ્તાન સરકાર આવા તમામ આરોપોને સતત નકારતી આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેની શોધમાં સતત લાગેલી છે. કેટલાક દાવાઓ અનુસાર, તે મધ્ય પૂર્વના દેશોમાં પણ છુપાયેલો હોઈ શકે છે, જ્યારે અન્ય અહેવાલોમાં અન્ય દેશોની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ બધી માહિતી હોવા છતાં, દાઉદનું ચોક્કસ સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. Chat GPTના મતે, તેનું સ્થાન એક રહસ્ય જ રહ્યું છે, અને તેના વિશે નક્કર પુરાવા મળવાના બાકી છે.
Grok એ શું આપ્યો જવાબ?
ગ્રોકે માર્ચ 2025 સુધીની માહિતીના આધારે જણાવ્યું કે, દાઉદ ઇબ્રાહિમનું ચોક્કસ સ્થાન હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ ઘણા અહેવાલો અને ભારતીય ગુપ્તચર એજન્સીઓના દાવા મુજબ, તે પાકિસ્તાનના કરાચી શહેરમાં છુપાયેલો હોઈ શકે છે. ખાસ કરીને, કરાચીના ડિફેન્સ એરિયામાં અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફકીની નજીક તે રહેતો હોવાનું કહેવાય છે. આ સિવાય, કેટલાક અહેવાલોમાં કરાચીના ક્લિફ્ટન રોડ પર આવેલા વ્હાઇટ હાઉસ બંગલા અને ડિફેન્સ હાઉસિંગ કોલોનીમાં બંગલો નંબર 37 જેવા સ્થળોનો પણ ઉલ્લેખ થયો છે. ગ્રોકે એ પણ જણાવ્યું કે પાકિસ્તાન સરકારે હંમેશા દાઉદની હાજરીને નકારી છે, પરંતુ 2020માં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક દસ્તાવેજ જાહેર કર્યો હતો, જેમાં કરાચીમાં તેની હાજરીનો સ્વીકાર કરાયો હતો. આ ઘટનાએ ઘણો વિવાદ ઊભો કર્યો હતો. ભારતીય એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવું માનવામાં આવે છે કે, દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના રક્ષણ હેઠળ રહે છે. જોકે, તેનું ચોક્કસ સ્થાન હજુ પણ અજાણ્યું છે, કારણ કે તે સુરક્ષાના કારણોસર પોતાનું રહેઠાણ વારંવાર બદલતો હોવાનું મનાય છે.
જેમિનીનો જવાબ : કરાચીના સંભવિત સ્થળો
જેમિનીએ દાઉદ ઇબ્રાહિમના સ્થાન વિશે જણાવ્યું કે, તેના વિશે અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. મોટાભાગના અહેવાલો સૂચવે છે કે તે પાકિસ્તાનના કરાચીમાં છુપાયેલો છે, પરંતુ આની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. કેટલાક દાવાઓ અનુસાર, તે કરાચીના પોશ વિસ્તાર ક્લિફ્ટનમાં રહે છે, જ્યારે અન્ય અહેવાલો ડિફેન્સ હાઉસિંગ કોલોનીની શક્યતા દર્શાવે છે. જેમિનીએ વધુ વિગતો આપતાં કહ્યું કે, દાઉદ ક્લિફ્ટનમાં સાઉદી મસ્જિદ નજીકના વ્હાઇટ હાઉસમાં, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં 37-30 સ્ટ્રીટ પર, નૂરાબાદના એક વૈભવી બંગલામાં અથવા કરાચીના ડિફેન્સ વિસ્તારમાં અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહની પાછળ રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત, કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે તેને ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે અને તેને કરાચીની કોઈ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. જેમિનીએ એ પણ ઉલ્લેખ કર્યો કે દાઉદ 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય આરોપી છે અને ભારતમાં અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. તેની હાજરી વિશે વિવિધ દાવાઓ હોવા છતાં, તેનું નિશ્ચિત સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો : Instagram યુઝર્સ માટે WhatsApp લાવ્યું આ નવું Feature