ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sunita Williams પૃથ્વી પર કયારે મૂકશે પગ? સ્વસ્થ પર જોખમ,NASAકરી આ તૈયારી

સુનિતા વિલિયમ્સ ક્યારે ધરતી પર  આવશે અંતરિક્ષમાં સ્વસ્થ્યને લઈ સમસ્યા વધી Sunita Williams: બોઇંગની નવી સ્ટારલાઇનરને જૂનમાં પ્રથમ પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ (Sunita Williams)અને બેરી બુશ વિલ્મોર (Barry Butch Wilmore)સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી. આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં...
09:46 AM Aug 14, 2024 IST | Hiren Dave
Sunita Williams will not be able to return before 2025
  1. સુનિતા વિલિયમ્સ ક્યારે ધરતી પર  આવશે
  2. અંતરિક્ષમાં સ્વસ્થ્યને લઈ સમસ્યા વધી

Sunita Williams: બોઇંગની નવી સ્ટારલાઇનરને જૂનમાં પ્રથમ પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ (Sunita Williams)અને બેરી બુશ વિલ્મોર (Barry Butch Wilmore)સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી. આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું. જો કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઉતર્યા પછી. સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં થ્રસ્ટર ફેલ્યોર અને હિલીયમ લીક જેવી ખામીઓ થઈ. આ ખામીઓને કારણે, બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે તેમના વહેલા પાછા ફરવાની આશા પણ ઠગારી નીવડી રહી છે.

સુનિતા વિલિયમ્સ ક્યારે ધરતી પર  આવશે

માહિતી અનુસાર નાસા હવે આ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે નવા વિકલ્પ તરીકે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. સ્પેસએક્સ ડ્રેગન એક પરીક્ષણ કરાયેલ પુનઃઉપયોગી અવકાશયાન છે. આનો અર્થ એ છે કે, સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે ઓછામાં ઓછા ફેબ્રુઆરી 2025 સુધી ISS પર રહેવું પડશે. કારણ કે ડ્રેગનનું આગામી મિશન મુલતવી રાખવામાં આવ્યું હતું.

અંતરિક્ષમાં સ્વસ્થ્યને લઈ સમસ્યા વધી

હવે આ મિશનની સ્થિતિને લઈને અનેક ચિંતાજનક સવાલો ઉભા થઈ રહ્યા છે. બંને અવકાશયાત્રીઓની તબિયત પણ એક મોટો મુદ્દો છે. આ સિવાય આગામી 6 મહિના સુધી ISS પર આ બંને અવકાશયાત્રીઓ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે. મળતી માહિતી અનુસાર ISS પર માઇક્રોગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે સુનિતા વિલિયમ્સ અને બુશ વિલમોરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે, હાડકા ઓગળવા, આંખની સમસ્યાઓ અને DNA નુકસાનને કારણે કેન્સરનું જોખમ પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ તમામ કારણોને લીધે અવકાશ સંશોધન મિશન ટૂંકા ગાળાના જ રાખવામાં આવે છે.

6 મહિના સુધી અવકાશયાત્રીઓને સમાવવા માટે ISS કેટલું સક્ષમ છે?

6 મહિના સુધી અવકાશયાત્રીઓ માટે રોકાણ કરવા માટે ISS કેટલું સક્ષમ છે? આ પ્રશ્નનો જવાબ હા છે. તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન આ અવકાશયાત્રીઓની તમામ જરૂરિયાતો માટે નિઃશંકપણે દરેક રીતે સક્ષમ છે. ISS માં એક વિશાળ જગ્યાની સુવિધા છે અને તેની લંબાઈ 356 ફૂટ અથવા 109 મીટર છે, જે લગભગ અમેરિકન ફૂટબોલ સ્ટેડિયમ જેટલી છે. અહીં રહેવાનો અને કામ કરવાનો વિસ્તાર 6 બેડરૂમના ઘર જેટલો છે. હાલમાં ISS પર સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર સિવાય 7 વધુ અવકાશયાત્રીઓ છે. સ્પેસ સ્ટેશન પર અમેરિકાના વધુ 4 અને રશિયાના 3 મુસાફરો છે.

આ પણ  વાંચો -ગુજરાતની દિકરી Sunita Williams ફસાઇ..જાણો શું થઇ શકે સમસ્યા

અવકાશયાત્રીના શ્વાસમાંથી ઓક્સિજન એકત્રિત કરવામાં સક્ષમ છે

ISS પર ઓક્સિજન-જનરેશન યુનિટ છે, જે અવકાશયાત્રીના શ્વાસમાંથી ઓક્સિજન એકત્રિત કરવામાં સક્ષમ છે. પાણીની વાત કરીએ તો, ISS પર એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા અવકાશમાં ભેજ એકઠો થાય છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત, એક ઉપકરણ પણ એવું છે, જે પેશાબને શુદ્ધ કરે છે અને તેને પીવાના પાણીમાં ફેરવી દે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં અવકાશયાત્રીઓની વર્તમાન જરૂરિયાતો અનુસાર ISS પર પૂરતું રાશન છે અને ISS પર સપ્લાય કરવામાં આવતી તમામ ખાદ્ય સામગ્રી હ્યુસ્ટન સ્થિત નાસાની સ્પેસ ફૂડ સિસ્ટમ્સ લેબોરેટરીમાં ખાસ તૈયાર કરવામાં આવે છે. જે પોષણની જરૂરિયાતો અને ભૂખને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે.

આ પણ  વાંચો -શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી

પૃથ્વી પર પરત ફરવું અત્યારે ચોક્કસપણે અનિશ્ચિત છે

જ્યારે ISS પર ઉપલબ્ધ ખોરાકની વાત આવે છે, ત્યારે તેમાં બાર્બેક્યુડ બીફ બ્રિસ્કેટ, શાકભાજી, ઇંડા અને મીઠાઈઓ જેવી મનપસંદ વસ્તુઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં 6 ઓગસ્ટના રોજ, તેને નોર્થ્રોપ ગ્રુમેન સિગ્નસ NG-21 કાર્ગો અવકાશયાન દ્વારા રિફિલ કરવામાં આવ્યું હતું જેમાં ખોરાક અને અન્ય આવશ્યક વસ્તુઓ જેવી કે કપડાં વગેરેનો સમાવેશ થતો હતો. હાલમાં વિલિયમ્સ અને વિલ્મોરને ખોરાક, કપડાં કે અન્ય પાયાની જરૂરિયાતોની અછતનો સામનો કરવો પડતો નથી. પરંતુ તેમનું પૃથ્વી પર પરત ફરવું અત્યારે ચોક્કસપણે અનિશ્ચિત છે હજુ.

Tags :
Barry Butch WilmoreStarliner sagaSunita WilliamsSunita Williams eye testSunita Williams hearing testSunita Williams in ISSSunita Williams undergoes hearing test
Next Article