Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Picture: આ રાષ્ટ્રપતિએ મંત્રીને જાહેરમાં કરી કિસ, જુઓ ફોટો

ફ્રાંસના રાષ્ટ્રપતિએ જાહેરમાં એક મહિલાને કરી કિસ સોશિયલ મીડિયામાં લોકોએ કૉમેન્ટ કરી રમતગમત મંત્રીને જાહેરમાં કરી કિસ   France President Viral Picture: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ એક મહિલાને જાહેરમાં કિસ કરી તે મુદ્દો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે....
viral picture  આ રાષ્ટ્રપતિએ મંત્રીને જાહેરમાં કરી કિસ  જુઓ ફોટો
Advertisement
  • ફ્રાંસના રાષ્ટ્રપતિએ જાહેરમાં એક મહિલાને કરી કિસ
  • સોશિયલ મીડિયામાં લોકોએ કૉમેન્ટ કરી
  • રમતગમત મંત્રીને જાહેરમાં કરી કિસ

France President Viral Picture: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ એક મહિલાને જાહેરમાં કિસ કરી તે મુદ્દો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંનેની ઈન્ટીમેટ તસવીરે સોશિયલ મીડિયામાં હડકંપ મચાવી દીધો છે. મેક્રોંએ જે મહિલાને કિસ કરી તે તેમની સરકારની સ્પોર્ટસ મિનિસ્ટર ઉપરાંત પૂર્વ ટેનિસ ખેલાડી પણ છે. તસવીર ઓલિમ્પિક ઉદ્ઘાટન સમારંભની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફોટોમાં જોઈ શકાય છે કે સ્પોર્ટસ મિનિસ્ટર અને મેક્રોં એકબીજાને ભેટે છે અને પછી મેક્રોં તેને કિસ કરે છે.

Advertisement

Advertisement

સોશિયલ મીડિયામાં લોકોએ કૉમેન્ટ કરી

સોશિયલ મીડિયામાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ રમતગમત મંત્રી એમેલી ઓડેયા-કાસ્ટેરાને કિસ કરતી તસવીર હાલ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર મેક્રોંની આ તસવીરના ઘણાં જ રિએક્શન પણ આવી રહ્યાં છે. મોટા ભાગના લોકો આ ઘટનાને ઘણી જ વિચિત્ર ગણાવી રહ્યાં છે. તો કેટલાંક લોકોને આ તસવીર પર વિશ્વાસ નથી અને તેઓ ફેક ગણાવી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યૂઝરે તસવીર પર કહ્યું, મને આ ફોટો અશ્લીલ લાગે છે, આ રાષ્ટ્રપતિ અને મંત્રીને યોગ્ય નથી. તો અન્ય એકે ટિપ્પણી આપી કે, મેક્રોંની પત્નીને આ પસંદ નહીં આવે. તેમની સાથે ઊભેલા મંત્રી બીજી બાજુ જોવાનો દેખાડો કરી રહ્યાં છે. જો કે અન્ય લોકોએ આ તસવીર પર રાઈનો પહાડ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. એક યૂઝરે લખ્યું, ફ્રાંસના લોકો એકબીજાનું અભિવાદન કરવા માટે હંમેશા ગાલ અને ગળા પર કિસ કરે છે.

તસવીર કઈ રીતે થઈ વાયરલ

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, આ ફોટોએ લોકોનું ધ્યાન ત્યારે ખેંચ્યુ જ્યારે તેણે પહેલી વખત એક ફ્રાંસીસી પત્રિકા મેડમ ફિગારોએ પોસ્ટ કર્યો. મેગેઝીને બંને વચ્ચે આ પ્રકારના વ્યવહારને વિચિત્ર ગણાવ્યું. સાથે જ દાવો કર્યો કે ખેલ મંત્રી ઓડેયા-કાસ્ટેરા પૂર્વ ટેનિસ ખેલાડી છે અને તેમને પોતાના પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો ઘણો જ શોખ છે.

આ પણ  વાંચો -ATM નો ઉપયોગ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, નહીં તો ACCOUNT થઈ જશે ખાલી!

આ પણ  વાંચો -દુબઈમાંથી માદા શાર્કનો બાળકને જન્મ આપતો વીડિયો આવ્યો સામે, જુઓ વીડિયો

આ પણ  વાંચો -પથારીમાં પતિની કુટેવના કારણે પત્નીએ છૂટાછેડાની કરી માગ!

Tags :
Advertisement

Trending News

.

×