ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

US Presidential Election : કમલા હેરિસને ઓબામાનું સમર્થન, કહ્યું - અમેરિકા નવા અધ્યાય માટે તૈયાર

કમલા હેરિસને બરાક ઓબામાનું સમર્થન અમેરિકા બદલાવ માટે તૈયાર છે : ઓબામા અમેરિકા નવા અધ્યાય માટે તૈયાર : ઓબામા US Presidential Election : અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (former President Barack Obama) એ શિકાગોમાં...
02:12 PM Aug 21, 2024 IST | Hardik Shah
US Presidential Election

US Presidential Election : અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (former President Barack Obama) એ શિકાગોમાં આયોજિત ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં ઉપપ્રમુખ કમલા હેરિસ (Kamala Harris) ની પ્રશંસા કરી હતી. ઓબામાએ કમલા હેરિસને લઇને કહ્યું કે, "અમેરિકા હવે નવા અધ્યાય માટે સજ્જ છે, અને કમલા હેરિસ માટે પણ તૈયાર છે." ઓબામાએ વધુમાં ઉમેર્યું કે, "કમલા હેરિસ પણ આ મહત્વની જવાબદારીને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે."

US માં રાષ્ટ્રપતિની ચૂંટણી પર દુનિયાની નજર : ઓબામા

તેમણે આગામી નવેમ્બરની ચૂંટણીઓની મહત્તા પર ભાર મુકતાં કહ્યું, "આ ચૂંટણીના પરિણામ પર વિશ્વની નજર છે, અને દેશમાં મોટાભાગના લોકો સંમતિ આપશે કે અમે હવે એકતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માગીએ છીએ." બરાક ઓબામાએ જો બાઈડેનની પ્રશંસા કરતાં કહ્યું, "અમારી પાસે એવી વ્યક્તિને ચૂંટવાની તક છે, જેમણે તેમના સમગ્ર જીવનમાં લોકોને તકો આપવાનો પ્રયત્ન કર્યો છે, જે તેમને અમેરિકાએ આપી હતી." અમેરિકાના આવનારા રાષ્ટ્રપતિ કમલા હેરિસ. તેમણે ઉમેર્યું કે, "મને રાષ્ટ્રપતિ પદ માટે આ પાર્ટીના ઉમેદવારીને સ્વીકારવાનું સન્માન મળે 16 વર્ષ થઇ ચુક્યા છે... ભૂતકાળમાં હું જોવું તો કોઇ પણ સવાલ વિના કહી શકું છું કે તમારા ઉમેદવાર તરીકે હું મારો પ્રથમ મોટો નિર્ણય મને તમારો સૌથી સારા દોસ્ત બનાવી ગયો. હું જો બાઈડેનથી ઉપરાષ્ટ્રપતિના રૂપમાં મારી સાથે કામ કરવા માટે કહી રહ્યો હતો. એટલે જો બાઈડેનને એક શાનદાર રાષ્ટ્રપતિના રૂપમાં યાદ રાખશે જેમણે બહુ મોટા ખતરાના સમયે લોકતંત્રની રક્ષા કરી છે. મને તેમને પોતાના રાષ્ટ્રપતિ કહેવા પર ગર્વ છે અને તેમણે પોતાના દોસ્ચ કહેવા પર વધુ ગર્વ છે."

કમલા હેરિસનો મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ સામે થશે

ઓબામાએ કહ્યું, "અમારું કામ લોકોને સમજાવવાનું છે કે લોકશાહી ઘણું કરી શકે છે અને કમલા હેરિસ આ વાત સારી રીતે સમજે છે." ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ગુરુવારે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સત્તાવાર રીતે પસંદ કરવામાં આવશે. 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનો મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે.

ઓબામાએ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા

આ પ્રસંગે, બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, "ડોનાલ્ડ ટ્રમ્પે સ્થળાંતર સાથે જોડાયેલા મહત્વના કરારોને સમાપ્ત કરી દીધા છે, જે આપણી દક્ષિણ સરહદને સુરક્ષિત રાખવામાં મદદગાર બન્યાં હોત." ઓબામાએ આરોપ મૂક્યો કે, "ટ્રમ્પે આ એટલા માટે કર્યું કારણ કે તેમને લાગતું હતું કે તે ખરેખર સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરવા માટે તેમના અભિયાનને નુકસાન પહોંચાડશે."

આ પણ વાંચો:  ડોનાલ્ડ ટ્રમ્પની કમલા હેરિસ પર વ્યક્તિગત ટીકા, કહ્યું - હું તેમના કરતા વધુ સુંદર છું

Tags :
america politicsAmerica Presidential ElectionBarack ObamaDemocratic National ConventionDonald TrumpGujarat FirstHardik ShahJoe BidenKamala HarrisUS ElectionUS presidential electionUS Presidential Election 2024
Next Article