1 પતિ સાથે 3 પત્નીઓ એકસાથે એક ઘરમાં એક જ રૂમમાં....
UK માંથી એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે
સુંદરતા અને પ્લાસ્ટિ સર્જરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ
વર્ષો બાદ લગ્ન જીવનમાં મતભેદ શરૂ થઈ ગયા હતાં
અમે 4 એકબીજા સાથે શાંતિ અને પ્રેમથી રહીએ છીએ
US Man Lives With 3 Wives: આ આધુનિક જમાનામાં અનેક એવા સંબંધ જોવા મળે છે. જેના વિશે લોકોને જાણીને સ્તબ્ધ થઈ જતા હોય છે. આવા કિસ્સાઓ સમાજ માટે કલંક સ્વરૂપે માનવામાં આવતા હોય છે. તે ઉપરાંત આ પ્રકારના લોકોનો સામાન્ય માનવ અધિકારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે. જોકે આવા કિસ્સાઓ મોટાભાગે લગ્નજીવનના સંબંધમાં જોવા મળતા હોય છે.
UK માંથી એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે
હાલમાં, અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં દીકરીની ઉંમરવાળી છોકરી સાથે પિતાની ઉંમર ધરાવતા વ્યક્તિ લગ્નજીવન શરૂ કરતા હોય છે. તો પુખ્તવય ઉંમરનો છોકરો તેના કરતા બમણી ઉંમર ધરાવતી મહિલા સાથે લગ્ન કરતો જોવા મળે છે. જોકે આ પ્રકારના લગ્નમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે, આ લગ્ન માત્ર એકબીજાના પૈસા વાપરવા માટે કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે UK માંથી એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો: જુઓ, વિશ્વમાં નર્ક સમાન ગણાતી જેલમાં કેદીઓ કેવી રીતે રહે છે
સુંદરતા અને પ્લાસ્ટિ સર્જરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ
આ કિસ્સામાં Mazayah Andrews નામનો વ્યક્તિએ 3 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. અને 3 મહિલા સાથે તે એક ઘરમાં એક જ રૂમમાં અને એક પથારીમાં Mazayah Andrews રહે છે. તે ઉપરાંત આ 3 મહિલાઓ એક સરખા જ કપડા પહેરે છે. પરંતુ Mazayah Andrews પ્રમાણે આ 3 મહિલાઓને એકસાથે સમજાવીને રાખવું ઘણું મુશ્કેલ કાર્ય છે. તેના માટે તેણે ત્રણેય મહિલાઓની પાછળ કરોડો રૂપિયા દર વર્ષે વાપરવા પડે છે. કારણ કે... આ 3 મહિલાઓ પોતાની સુંદરતા અને પ્લાસ્ટિ સર્જરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.
વર્ષો બાદ લગ્ન જીવનમાં મતભેદ શરૂ થઈ ગયા હતાં
જોકેMazayah Andrews ની 3 પત્ની હોવા પાછળનું કારણ ઘણું રસપ્રદ છે. સૌ પ્રથમ Mazayah Andrews સ્ટેફની નામની મહિલા સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ અમુક વર્ષો બાદ લગ્ન જીવનમાં મતભેદ શરૂ થઈ ગયા હતાં. ત્યારે સ્ટેફનીએ તેની બહે રોઝ સાથે Mazayah Andrews ની મુલાકાત કરાવી હતી. જે બાદ Mazayah Andrews અને રોઝ વચ્ચે શારીરિક સંબંધ બનાયો હતો. ત્યારબાદ Mazayah Andrews, સ્ટેફની અને રોઝ એકસાથે રહેવા લાગ્યા હતાં. પરંતુ આ સમયગાળા દરમિયાન Mazayah Andrews નો અન્ય યુવતી સાથે પણ ગેરસંબંધ હતાં. પરંતુ સ્ટેફની અને રોઝે આ અન્ય યુવતી ડેઝારને પણ પોતાની સાથે રહેવા માટે અનુમતી આપી દીધી હતી.
અમે 4 એકબીજા સાથે શાંતિ અને પ્રેમથી રહીએ છીએ
સ્ટેફનીનું કહેવું છે કે, તેણી તેના પતિ Mazayah Andrews ને અન્ય બે યુવતીઓ સાથે શેર કરે છે. જોકે તેમના આ નિર્ણય પર અનેક લોકો સવાલ ઉઠાવે છે. અને તેમનો વિરોધ કરે છે. પરંતુ તેઓ આવી આલોચનાનો શિકાર થતા નથી. તેને નજરઅંદાજ કરે છે. પરંતુ અમે 4 વ્યક્તિઓ એકબીજા સાથે ઘણા ખુશીથી રહે છે. અમે 4 એકબીજા સાથે શાંતિ અને પ્રેમથી રહીએ છીએ.
આ પણ વાંચો: આ ઓલિમ્પિક ખેલાડીઓ પોર્નોગ્રાફી વેબસાઈટ OnlyFans પર અંગત વીડિયો શેર કરે છે!