Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાન ઠેકાણે આવી! ચીનની માયાજાળમાં ફસાયેલા માલદીવને હવે ભારત યાદ આવ્યું

માલદીવ પહેલેથી જ ચીનના દેવા હેઠળ છે મુઇઝુના શાસનમાં સંકટમાં આવ્યું માલદીવ ભારત સાથેના બગડતા સંબંધોની અસર હવે માલદીવમાં જોવા મળી મુઈઝુ સરકાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે હવે ભારત પાસેથી મદદની આશા Maldives News : માલદીવના નવા...
શાન ઠેકાણે આવી  ચીનની માયાજાળમાં ફસાયેલા માલદીવને હવે ભારત યાદ આવ્યું
  • માલદીવ પહેલેથી જ ચીનના દેવા હેઠળ છે
  • મુઇઝુના શાસનમાં સંકટમાં આવ્યું માલદીવ
  • ભારત સાથેના બગડતા સંબંધોની અસર હવે માલદીવમાં જોવા મળી
  • મુઈઝુ સરકાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે
  • હવે ભારત પાસેથી મદદની આશા

Maldives News : માલદીવના નવા પ્રમુખ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) સત્તામાં આવ્યા બાદ દેશની આર્થિક સ્થિતિ (Economic Condition) નબળી પડી રહી છે. મુઈઝુએ સત્તામાં આવતાં જ ભારત વિરુદ્ધ 'India Out' ના નારા લગાવ્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. ભારત સાથેના બગડતા સંબંધોની સીધી અસર માલદીવના પર્યટન ઉદ્યોગ પર પડી હતી. દુનિયાભરના પ્રવાસીઓ માલદીવ (Maldives) ની મુલાકાત ટાળવા લાગ્યા. આના પરિણામે, મુઈઝુ સરકાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

Advertisement

ચીનના દેવાના બોજ હેઠળ માલદીવ

માલદીવ પહેલેથી જ ચીનના મોટા દેવાના બોજ હેઠળ છે, અને હવે તેને આ લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં, ભારત સાથે સંબંધોમાં તણાવ હોવા છતાં, મુઈઝુની સરકાર હવે મદદ માટે ભારત તરફ જોઈ રહી છે. તાજેતરમાં ભારત અને માલદીવ (India and Maldives) વચ્ચે સૈન્ય સંબંધોને મજબૂત કરવા માટે વાટાઘાટો થઈ હતી. ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને માલદીવના સંરક્ષણ દળના વડા જનરલ ઇબ્રાહિમ હિલ્મી વચ્ચે થયેલી આ વાટાઘાટોમાં સંરક્ષણ સહયોગ તથા ભવિષ્યના લશ્કરી અભ્યાસના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Advertisement

બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયત્નો

મુઈઝુની આગેવાની હેઠળ ગત વર્ષના અંતમાં ભારતને માલદીવ (Maldives) થી સૈન્ય અધિકારીઓ પાછા બોલવાની વિનંતી કરવી પડી હતી. ભારતે 2024ની શરૂઆતમાં 80 સૈન્ય અધિકારીઓને પરત બોલાવ્યા હતા, પરંતુ ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ ઓપરેટ કરવા માટેના ટેકનિકલ સ્ટાફ હજુ પણ માલદીવમાં કાર્યરત છે. આ પહેલા, ઓગસ્ટમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે મુઈઝુની ચૂંટણી પછી માલદીવની મુલાકાત લીધી હતી, જે બાદમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

માલદીવના આર્થિક સંકટની વિકટ સ્થિતિ

માલદીવની આર્થિક પરિસ્થિતિ વિકટ બની રહી છે. દેશના સુકુક બોન્ડ્સ ઓલ ટાઈમ લોમાં ટ્રેડ થઈ રહ્યા છે, અને આગામી 8 ઓક્ટોબરે $500 મિલિયનની લોન ભરવાની સમયસીમા નજીક આવી રહી છે. દેશ પાસે વિદેશી મુદ્રા ભંડાર ઓછું હોવાથી ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં, માલદીવ હવે ભારત તરફ આશા સાથે જોઇ રહ્યું છે અને સહાયતા મળશે તેની આશા રાખી રહ્યું છે.

Advertisement

ભારત-માલદીવ સંરક્ષણ સંબંધો

ભારત અને માલદીવ વચ્ચે હંમેશા મજબૂત સંરક્ષણ સંબંધ રહ્યા છે. ભારતે માલદીવને ડોર્નિયર એરક્રાફ્ટ અને પેટ્રોલિંગ જહાજો આપીને મદદ કરી છે. ઉપરાંત, બંને દેશો અનેક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સહકાર આપે છે, જેમાં $500 મિલિયન ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે ભારત દ્વારા ધિરાણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  ભારતના આ Neighboring country માં પણ તખ્તાપલટના એંધાણ

Tags :
Advertisement

.