Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનની સરકારે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) ની સારવાર માટે મેડિકલ મારિજુઆનાના ઉપયોગને આપી મંજૂરી

યુક્રેનની સંસદે એક નવો કાયદો મંજૂર કર્યો છે. યુક્રેનની સરકારે  હવે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) ની સારવાર માટે મેડિકલ મારિજુઆનાને ( ગાંજો ) કાયદેસર બનાવાયો છે. ખરેખરમાં આ પગલું રશિયા સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેનિયન સૈનિકોને આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરવા...
યુક્રેનની સરકારે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર  ptsd  ની સારવાર માટે મેડિકલ મારિજુઆનાના ઉપયોગને આપી મંજૂરી

યુક્રેનની સંસદે એક નવો કાયદો મંજૂર કર્યો છે. યુક્રેનની સરકારે  હવે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) ની સારવાર માટે મેડિકલ મારિજુઆનાને ( ગાંજો ) કાયદેસર બનાવાયો છે. ખરેખરમાં આ પગલું રશિયા સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેનિયન સૈનિકોને આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે લેવામાં આવ્યું છે. હવે આ દેશમાં મેડિકલ મારિજુઆનાનો ( ગાંજો ) ઉપયોગ કરવામાં આવશે.

Advertisement

Medical Marijuana

કાયદાની તરફેણમાં 248 વોટ પડ્યા

Advertisement

પ્રાપ્ત થતી માહિતી અનુસાર,  આ કાયદાની તરફેણમાં 248 વોટ પડ્યા અને તેની વિરુદ્ધમાં 16 વોટ પડ્યા. આ સમયગાળા દરમિયાન 33 સભ્યો સંસદમાંથી ગેરહાજર રહ્યા હતા અને 40 સભ્યોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી મુજબ આ નવો કાયદો છ મહિના બાદ અમલમાં આવશે.

Advertisement

સમગ્ર બાબત અંગે ઝેલેન્સકીએ શું કહ્યું

Image

ઝેલેન્સકીએ સમગ્ર બાબત અંગે કહ્યું કે   " તમામ યુક્રેનિયન નાગરિકોને પીડા સહન ન કરવી પડે, યુદ્ધનો આઘાત કે તણાવ ન સહન કરવો પડે તે માટે વિશ્વની તમામ શ્રેષ્ઠ પદ્ધતિઓ, તમામ સૌથી અસરકારક નીતિઓ, તમામ ઉકેલો, ભલે તે અમને ગમે તેટલા મુશ્કેલ અથવા અસામાન્ય લાગે, તે યુક્રેન પર લાગુ થવું જોઈએ. ,"

આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે ગાંજાનો દવા તરીકે કેવી રીતે ઉપયોગ કરાશે 

સંસદના સ્પીકર રુસલાન સ્ટેફનચુકે કહ્યું કે, આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે ગાંજાના દવા તરીકે કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે. યુક્રેનમાં યુદ્ધ સંબંધિત પરિસ્થિતિઓમાં સારવાર માટે મેડિકલ મારિજુઆનાના ઉપયોગ વિશે છેલ્લા કેટલાક સમયથી ઘણી ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે રશિયા સાથેના યુદ્ધને હવે લગભગ બે વર્ષ થઈ ગયા છે.

આ પણ વાંચો -- Republic Day 2024 : પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, ભારતે આપ્યું આમંત્રણ

Tags :
Advertisement

.