Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump Tariff: ભારત પર ટ્રમ્પે એક જ દિવસમાં કેમ ઘટાડી દીધો ટેરિફ?, જાણો નિર્ણય પાછળનું કારણ

ભારત ચલણની હેરફેર અને વેપાર અવરોધો સહિત 52 ટકા ટેરિફ વસૂલ કરે છે અને અમેરિકા હવે ભારત પાસેથી 26 ટકાનો રાહતપૂર્ણ બદલો ટેરિફ વસૂલશે.
trump tariff  ભારત પર ટ્રમ્પે એક જ દિવસમાં કેમ ઘટાડી દીધો ટેરિફ   જાણો નિર્ણય પાછળનું કારણ
Advertisement
  • ભારત પર ટ્રમ્પે આયાત ડ્યુટી ઘટાડી
  • આયાત ડ્યુટી ઘટાડીને 26 ટકા કરાઇ
  • આ ચાર્જ 9 એપ્રિલથી અમલમાં આવશે

Donald Trump Tariff: અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન (Donald Trump Tariff)અને કાર્યાલય વ્હાઇટ હાઉસના દસ્તાવેજમાં ભારત પર (India 26% tariff)લાદવામાં આવેલી આયાત ડ્યુટી 27 ટકાથી ઘટાડીને 26 ટકા કરવામાં આવી છે. આ ચાર્જ 9 એપ્રિલથી અમલમાં આવશે. બુધવારે (2 એપ્રિલ) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો સામે ટેરિફની જાહેરાત કરતી વખતે એક ચાર્ટ દર્શાવ્યો હતો જેમાં ભારત, ચીન, બ્રિટન અને યુરોપિયન યુનિયન જેવા દેશો પર લાદવામાં આવનાર નવા ટેરિફ દરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારત પાસેથી 26 ટકાનો રાહતપૂર્ણ  ટેરિફ વસૂલશે

ચાર્ટ મુજબ ભારત ચલણની હેરફેર અને વેપાર અવરોધો સહિત 52 ટકા ટેરિફ વસૂલ કરે છે અને અમેરિકા હવે ભારત પાસેથી 26 ટકાનો રાહતપૂર્ણ બદલો ટેરિફ વસૂલશે. જોકે વ્હાઇટ હાઉસના દસ્તાવેજોમાં ભારત પર 27 ટકા ડ્યુટી લાદવાનો ઉલ્લેખ હતો પરંતુ તાજેતરના દસ્તાવેજમાં તેને ઘટાડીને 26 ટકા કરવામાં આવ્યો છે.આ અંગે પૂછવામાં આવતા ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડ્યુટીમાં એક ટકાનો ઘટાડો કરવાથી બહુ અસર થશે નહીં. નાણાકીય વર્ષ 2021-22 થી 2023-24 સુધી અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું.

Advertisement

આ પણ  વાંચો -ચીનનું અભિમાન ઓગળી ગયું...અત્યાધુનિક ટેન્ક VT-4 નકામી સાબિત થઈ

Advertisement

દ્વિપક્ષીય વેપારમાં 10.73 ટકા હતો

ભારતની કુલ વેપારી નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 18 ટકા, આયાતમાં 6.22 ટકા અને દ્વિપક્ષીય વેપારમાં 10.73 ટકા હતો. 2023-24માં અમેરિકા સાથેના માલ પર ભારતનો વેપાર સરપ્લસ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) 35.32 અબજ યુએસ ડોલર હતો. તે 2022-23માં 27.7 બિલિયન યુએસ ડોલર, 2021-22માં 32.85 બિલિયન યુએસ ડોલર, 2020-21માં 22.73 બિલિયન યુએસ ડોલર અને 2019-20માં 17.26 બિલિયન યુએસ ડોલર હતું.

આ પણ  વાંચો -Thailand: PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે શું થઈ વાતચીત?

ભારતની અમેરિકામાં થતી મુખ્ય નિકાસ કેટલા નિકાસ થયા

2024માં ભારતની અમેરિકામાં થતી મુખ્ય નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ અને બાયોલોજિક્સ (8.1 બિલિયન ડોલર), ટેલિકોમ્યુનિકેશન સાધનો (6.5 બિલિયન ડોલર), કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો (5.3 બિલિયન ડોલર), પેટ્રોલિયમ ઉત્પાદનો (4.1 બિલિયન ડોલર),સોનું અને અન્ય કિંમતી ધાતુના ઘરેણાં (3.2બિલિયન ડોલર), સુતરાઉ તૈયાર વસ્ત્રો (એસેસરીઝ સહિત) (2.8 બિલિયન ડોલર) અને લોખંડ અને સ્ટીલ ઉત્પાદનો (2.7 બિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.આયાતમાં ક્રૂડ ઓઇલ ($4.5 બિલિયન), પેટ્રોલિયમ ઉત્પાદનો ($3.6 બિલિયન), કોલસો અને કોક ($3.4 બિલિયન), કટ અને પોલિશ્ડ હીરા ($2.6 બિલિયન), ઇલેક્ટ્રિક મશીનરી ($1.4 બિલિયન)વિમાન,અવકાશયાન અને ભાગો ($1.3 બિલિયન) અને સોનું ($1.3 બિલિયન)નો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×