Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિઝનેસમાં પણ Trump આગળ, ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે સામ્રાજ્ય

ભારતમાં ટ્રમ્પનો વ્યાપક બિઝનેસ મુંબઈથી ગુરુગ્રામ સુધી ટ્રમ્પનો ફેલાયો છે બિઝનેસ મુંબઈથી ગુરુગ્રામ સુધી ટ્રમ્પ ટાવર્સ ભારતમાં ટ્રમ્પના બિઝનેસનો વિકાસ ટ્રમ્પ બ્રાન્ડનો ભારતીય માર્કેટમાં ઉછાળો ભારતમાં ટ્રમ્પનો બિઝનેસ સામ્રાજ્ય Donald Trump's business in India : ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર રાજકીય...
બિઝનેસમાં પણ trump આગળ  ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે સામ્રાજ્ય
  • ભારતમાં ટ્રમ્પનો વ્યાપક બિઝનેસ
  • મુંબઈથી ગુરુગ્રામ સુધી ટ્રમ્પનો ફેલાયો છે બિઝનેસ
  • મુંબઈથી ગુરુગ્રામ સુધી ટ્રમ્પ ટાવર્સ
  • ભારતમાં ટ્રમ્પના બિઝનેસનો વિકાસ
  • ટ્રમ્પ બ્રાન્ડનો ભારતીય માર્કેટમાં ઉછાળો
  • ભારતમાં ટ્રમ્પનો બિઝનેસ સામ્રાજ્ય

Donald Trump's business in India : ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી જ નહી, પણ એક સફળ બિઝનેસમેન (Business) તરીકે પણ ઓળખવામાં આવે છે. 78 વર્ષીય ટ્રમ્પ (Trump) અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) તરીકે ફરીથી ચૂંટાયા છે. તેમનો બિઝનેસ દુનિયાભરમાં ફેલાયેલો છે અને તેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં, તેમની કંપનીએ ઘણા મોટા શહેરોમાં લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ (Residential Projects) શરૂ કર્યા છે, જે તેમના સફળ બિઝનેસની કહાની કહે છે.

Advertisement

મુંબઈથી ગુરુગ્રામ સુધીનો વ્યાપક બિઝનેસ

અમેરિકાના રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એક પીઢ ઉદ્યોગપતિ તરીકે પણ ઓળખાય છે અને તેમનો વેપાર ભારતના અનેક શહેરોમાં ફેલાયેલો છે. તેમના રિયલ એસ્ટેટ બિઝનેસને તેમણે ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ ઊંચાઈઓએ પહોંચાડ્યો છે. ખાસ કરીને ભારતમાં તેઓએ લોઢા ગ્રુપ, પંચશીલ રિયલ્ટી, M3M, ટ્રિબેકા, યુનિમાર્ક અને Ireo જેવા ભારતીય કંપનીઓ સાથે મળીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જંગી રોકાણ કર્યું છે.

Advertisement

ગુરુગ્રામમાં ટ્રિબેકા ટ્રમ્પ ટાવર્સ

દિલ્હીને અડીને આવેલું ગુરુગ્રામમાં ટ્રમ્પનું રોકાણ જોવા મળે છે. અહીં ટ્રિબેકા ટ્રમ્પ ટાવર્સ નામના બે 50 માળના બિલ્ડિંગ્સ છે. આ ટાવર્સ ગુરુગ્રામના સેક્ટર 65માં સ્થિત છે અને આ લક્ઝરી ટાવર્સમાં ફ્લેટની કિંમત 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ ટાવર્સ તેની વિશાળતા અને ભવ્યતા માટે જાણીતા છે.

Advertisement

કોલકાતામાં ટ્રમ્પ ટાવર્સ

કોલકાતામાં પણ ટ્રમ્પે તેમના લક્ઝરી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. અહીં યુનિમાર્ક ગ્રુપ, આરડીબી ગ્રુપ અને ટ્રિબેકા ડેવલપર્સના સહયોગથી 39 માળની ટ્રમ્પ ટાવર (Trump Tower) ઇમારત બનાવવામાં આવી છે. કોલકાતાના આ ટાવરમાં ફ્લેટની કિંમત 3.75 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ પ્રોજેક્ટમાં જીવનશૈલી (Lifestyle) માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મુંબઈમાં ભવ્ય ટ્રમ્પ ટાવર

મુંબઈના વરલી વિસ્તારમાં આવેલો ટ્રમ્પ ટાવર (Trump Tower) 78 માળ ઊંચો છે અને 700 એકરમાં ફેલાયેલો છે. આ આલિશાન રેસિડેન્શિયલ બિલ્ડિંગ (A luxurious residential building) નું નિર્માણ લોઢા ગ્રૂપની મદદથી કરવામાં આવ્યું છે. આમાં પ્રાઈવેટ જેટ સર્વિસ અને ટ્રમ્પ કાર્ડ જેવી વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં એક ફ્લેટની કિંમત 10 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. મુંબઈના ટ્રમ્પ ટાવરનું સ્થાન અને ભવ્યતા તેને લોકપ્રિય બનાવે છે.

પુણેમાં ટ્રમ્પ ટાવર

પુણેમાં ટ્રમ્પ ટાવર્સ 23 માળના બે ટાવર્સ છે, જે પંચશીલ રિયલ્ટી સાથે સહયોગમાં બનાવવામાં આવ્યા છે. આમાં ફ્લેટની કિંમત 15 કરોડ રૂપિયાથી વધુ છે. પુણેના આ ટાવર્સમાં રહેવાથી લોકપ્રિય જીવનશૈલીનો અનુભવ થાય છે. આ ભવ્ય ઇમારતો પુણેના આકાર્ષણનું કેન્દ્ર પણ છે, જ્યાં ઉંચી આવક ધરાવતા લોકો માટે આલિશાન આવાસ વિકલ્પ છે.

ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનનો વિકાસ

ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન 2013માં પહેલીવાર ભારતીય બજારમાં પ્રવેશ્યું અને હવે તેઓએ લક્ઝરી હાઉસિંગ સેક્ટરમાં વધુ મજબૂતીથી પોતાનું સ્થાન બનાવ્યું છે. છેલ્લા 9 વર્ષમાં ટ્રમ્પના અનેક પ્રોજેક્ટ્સ ભારતમાં લૉન્ચ થયા છે, જેમાં પાંચથી વધુ લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ટ્રમ્પના પ્રોજેક્ટ્સની અનોખી ઓળખ

ટ્રમ્પના પ્રોજેક્ટ્સ તેમના નામ અને શાનદાર સુવિધાઓ માટે જાણીતા છે. ટ્રમ્પ ટાવર્સમાં રહેવાથી ફક્ત એક ઘરના માલિક બનવું જ નહીં, પણ જીવનશૈલીમાં નવો મોટો બદલાવ આવે છે. વિશ્વભરના પ્રખ્યાત એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ટ્રમ્પ ટાવર્સે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને ભારતમાં તેમની લોકપ્રિયતા સતત વધી છે.

આ પણ વાંચો:  Trump ની જીત ડ્રેગનને પડશે ભારે! અમેરિકા-ચીન વચ્ચે વધી શકે છે તણાવ

Tags :
Advertisement

.