ટાઈમ મેગેઝિને 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી; ટ્રમ્પ અને યુનુસ ટોચ પર, એક પણ ભારતીયને સ્થાન નહીં
- ટાઈમ મેગેઝિને 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી
- ડોનાલ્ડ ટ્રમ્પ, એલોન મસ્ક અને રેશ્મા કેવલરામાનીનો યાદીમાં સમાવેશ
- આ યાદીમાં એક પણ ભારતીયને સ્થાન નહીં
Time Magazine 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટેરિફ લાદનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસના નામનો સમાવેશ થાય છે. જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે આ વર્ષે ટાઈમની ટોચની 100 યાદીમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું નથી.
ટાઈમ મેગેઝિનની યાદી અનેક શ્રેણીઓમાં વહેંચાયેલી
ખરેખર, પાછલા વર્ષોની યાદીઓ જોતાં, આ આશ્ચર્યજનક છે. કારણ કે દર વર્ષે તેમાં ઘણીવાર એક યા બીજો ભારતીય હોય છે. આ વખતે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ વર્ષે ટાઈમની 'લીડર્સ' શ્રેણીની યાદીમાં સામેલ અન્ય અગ્રણી હસ્તીઓમાં બ્રિટિશ પીએમ કીર સ્ટારમર, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ અને યુએસ રાષ્ટ્રપતિ જેડી વાન્સનો સમાવેશ થાય છે. ટાઈમ મેગેઝિનની આ વાર્ષિક યાદી અનેક શ્રેણીઓમાં વહેંચાયેલી છે. જેમ કે 'લીડર્સ', 'આઇકન્સ' અને 'ટાઇટન્સ'.
સોશિયલ મીડિયા પર ચર્ચા
હકીકતમાં, 2024 માં, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને ઓલિમ્પિક કુસ્તીબાજ સાક્ષી મલિક આ યાદીમાં સામેલ હતા. આ વર્ષે આ યાદીમાં કોઈ ભારતીય નથી એ વાતથી બધાને આશ્ચર્ય થાય છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. આવુ ત્યારે બન્યું છે જ્યારે ભારત ટેકનોલોજી, કૂટનીતિ અને કલાના ક્ષેત્રોમાં દરરોજ નવા આયોમો બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : No Question plz… હવે ટ્રમ્પને સવાલ કરવો આસાન નથી, વ્હાઇટ હાઉસે બદલ્યા નિયમો
કોણ છે રેશ્મા કેવલરામાની
જોકે, આ વર્ષે ભારતીય મૂળની રેશ્મા કેવલરામાનીનું નામ ચોક્કસપણે 'લીડર્સ'ની યાદીમાં સામેલ છે. રેશ્મા વર્ટેક્ષ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ છે. તે 11 વર્ષની ઉંમરે ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સ ગઈ અને એક મોટી, જાહેર અમેરિકન બાયોટેકનોલોજી કંપનીની પ્રથમ મહિલા સીઈઓ બની. રેશ્મા કેવલરામાનીની ટાઇમ પ્રોફાઇલ લેખક જેસન કેલી દ્વારા લખવામાં આવી છે.
આ નામો સામેલ
આ શ્રેણીમાં સ્થાન મેળવનાર અન્ય સેલિબ્રિટીઓમાં સેરેના વિલિયમ્સ, સ્નૂપ ડોગ, એલોન મસ્ક, ગ્રેટા ગેર્વિગ, એડ શીરન અને રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીની પત્ની યુલિયા નવલનાયાનો સમાવેશ થાય છે. ટાઈમની આ યાદી હવે તેના 21મા વર્ષમાં છે. આ વખતની યાદી વૈશ્વિક સ્તરે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. 2025 ની યાદી સત્તાવાર રીતે 17 એપ્રિલના રોજ ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવી હતી અને તે ટાઇમ મેગેઝિનના નવીનતમ અંકમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને ટોચના નેતૃત્વની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, એક અઠવાડિયામાં થઈ શકે છે જાહેરાત