Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ જનતા, રસ્તે ઉતર્યા હજારો લોકો

Pakistan News : ભારતના પડોશી દેશની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં આરક્ષણ પર જનતા વિદ્રોહ પર ઉતરી આવી છે તો પાકિસ્તાનમાં જનતા સેનાની જ વિરુદ્ધમાં જોવા મળી રહી છે. બીજી તરફ પાકિસ્તાની સેના (Pakistan's Army) એ આરોપ લગાવ્યો...
પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ જનતા  રસ્તે ઉતર્યા હજારો લોકો
Advertisement

Pakistan News : ભારતના પડોશી દેશની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં આરક્ષણ પર જનતા વિદ્રોહ પર ઉતરી આવી છે તો પાકિસ્તાનમાં જનતા સેનાની જ વિરુદ્ધમાં જોવા મળી રહી છે. બીજી તરફ પાકિસ્તાની સેના (Pakistan's Army) એ આરોપ લગાવ્યો છે કે ઘણા ગેરકાયદેસર રાજકીય માફિયાઓ આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનને નિષ્ફળ બનાવવા પર તત્પર છે.

Advertisement

સેનાએ કહ્યું કે રાજકારણીઓ દેશમાં વધી રહેલા આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાન 'અજમ-એ-ઇસ્તેહકામ'ને આગળ વધવા દેતા નથી. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડીજી લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર રાજકીય માફિયાઓ મોટા પાયા પર ઉભરી આવ્યા છે અને તેઓ તેમના નિહિત હિતોને કારણે અભિયાનને આગળ વધવા દેવા માંગતા નથી. જણાવી દઈએ કે સેનાએ આ આરોપો ઈમરાન ખાનના સમર્થકો તરફ ઈશારો કરીને લગાવ્યા છે. ચીનને ખુશ કરવા માટે શરૂ કરાયેલા આ અભિયાનનો પાકિસ્તાનમાં લોકો વિરોધ કરી રહ્યા છે. સેના આને લઈને ચિંતિત છે. શરીફે કહ્યું, આઝમ-એ-ઇસ્તિકમ માત્ર એક સૈન્ય ઓપરેશન નથી પરંતુ તે આતંકવાદ વિરોધી ઓપરેશન છે જેને નેશનલ એક્શન પ્લાનનું નવું સ્વરૂપ કહી શકાય. તેમણે કહ્યું કે, આ ઓપરેશનનો ઉદ્દેશ્ય આતંકવાદને ખતમ કરવાનો છે જેથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

Advertisement

DG ISPRએ કહ્યું કે આ ઓપરેશનની વિરુદ્ધ એક ખૂબ જ મજબૂત રાજકીય લોબી ઉભી છે અને તે તેને બગાડવા માંગે છે. તે નથી ઈચ્છતી કે નેશનલ એક્શન પ્લાન સફળ થાય. તેમણે આગળ કહ્યું કે, આ યોજનાને બરબાદ કરવામાં પણ ઘણા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. શરીફે કહ્યું કે, સૌથી પહેલા આ રાજકીય માફિયાઓએ ઓપરેશન અંગે જુઠ્ઠાણા ફેલાવીને તેને વિવાદાસ્પદ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે ધાર્મિક સંગઠનોએ નેશનલ એક્શન પ્લાન હેઠળ નોંધણી કરાવવી પડશે. અત્યાર સુધીમાં 32 હજાર સંસ્થાઓમાંથી માત્ર 16 હજાર જ નોંધાયા છે. તેમણે પૂછ્યું, શું આના માટે સેના જવાબદાર છે? DG ISPRએ કહ્યું કે ભારતમાં ગેરકાયદેસર અર્થવ્યવસ્થા ચાલી રહી છે જેના દ્વારા આતંકવાદ અને ગુનાહિત નેટવર્કને ફંડિંગ મળે છે. નેશનલ એક્શન પ્લાનને યોગ્ય રીતે અમલમાં મૂકવાનો એકમાત્ર ઉપાય છે.

Advertisement

જણાવી દઈએ કે સેનાનું આ રીતે ખુલ્લેઆમ બોલવું પાકિસ્તાનની રાજનીતિમાં મોટો મુદ્દો બની શકે છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનની રાજનીતિમાં સેનાએ હસ્તક્ષેપ કર્યો છે અને તેના કારણે સરકારો પણ વિવાદમાં રહી છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ 'ઝરબ-એ-અઝબ' અને રદ્દ-ઉલ-ફસાદ જેવા અભિયાનો ચલાવવામાં આવ્યા છે. આ કારણે ઘણી વખત મોટા પાયે વિસ્થાપન થયું. જ્યારે સૈન્યને વિસ્થાપન અંગે પૂછવામાં આવ્યું ત્યારે DG ISPRએ કહ્યું, આ માત્ર લશ્કરી ઓપરેશન નથી પરંતુ આર્થિક વિકાસ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવેલ આતંકવાદ વિરોધી ઓપરેશન છે. જણાવી દઈએ કે પાકિસ્તાને નાગરિકો પર હુમલા બાદ ચીનને ખુશ કરવા માટે આ અભિયાન શરૂ કર્યું હતું. આ સિવાય આર્થિક મદદ મેળવવા માટે તે બતાવવા માંગે છે કે આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: 15 હજાર ફૂટની ઉંચાઈએ ફ્લાઈટમાં લાગી આગ, 200 થી વધુ મુસાફરોના જીવ તાંળવે ચોટ્યા

Tags :
Advertisement

Trending News

.

×