Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયની જાસૂસ હતી આ Whale! રહસ્યમય મોતને લઇને ચોંકાવનારા ખુલાસા

રશિયન જાસૂસ વ્હેલનું રહસ્યમય મૃત્યુ રહસ્યમય મોતને લઇને થયા ચોંકાવનારા ખુલાસા ગોળી વાગ્યાના જોવા મળ્યા હતા ઘા Russian spy whale : પ્રાચીન કાળથી, પ્રાણીઓ (animals) નો ઉપયોગ જાસૂસી માટે થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ (First World War) દરમિયાન કબૂતરો (pigeons)...
રશિયની જાસૂસ હતી આ whale  રહસ્યમય મોતને લઇને ચોંકાવનારા ખુલાસા
  • રશિયન જાસૂસ વ્હેલનું રહસ્યમય મૃત્યુ
  • રહસ્યમય મોતને લઇને થયા ચોંકાવનારા ખુલાસા
  • ગોળી વાગ્યાના જોવા મળ્યા હતા ઘા

Russian spy whale : પ્રાચીન કાળથી, પ્રાણીઓ (animals) નો ઉપયોગ જાસૂસી માટે થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ (First World War) દરમિયાન કબૂતરો (pigeons) સંદેશાઓ પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા. તાજેતરમાં, કબૂતરોના પગમાં કેમેરા (Camera) બાંધીને માહિતી ભેગી કરવામાં આવી હતી. કોલ્ડ વોર (Cold War) ના સમયમાં, યુએસ નેવી (US Navy) એ ડોલ્ફિન (Dolphin) ને સબમરીન અને પાણીની ખાણો શોધવામાં તાલીમ આપી હતી. 60ના દાયકામાં, CIA 'પ્રોજેક્ટ એકોસ્ટિક કિટ્ટી' હેઠળ બિલાડીઓને જાસૂસ તરીકે ઉપયોગ કરતી હતી, જેમાં માઇક્રોફોન અને ટ્રાન્સમીટર્સને તેના શરીર માં ફીટ કરવામાં આવતા હતા. ઉંદરો અને ખિસકોલીઓનો પણ જાસૂસી માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં, વ્હેલ માછલીના જાસૂસી મામલે ચર્ચા થઇ રહી છે, જે રશિયન જાસૂસ તરીકે ઓળખાતી હતી.

Advertisement

હ્વાલ્ડીમીરની હત્યાની તપાસ

31 ઓગસ્ટને નોર્વેના દરિયાકાંઠે માછીમારી કરતા પિતા અને પુત્રને હ્વાલ્ડીમીર નામની પ્રખ્યાત સફેદ બેલુગા વ્હેલનો મૃતદેહ મળ્યો હતો. નોર્વેના રાજ્ય મીડિયા એનઆરકેએ રિપોર્ટ કર્યો કે, વ્હેલનું શબ રિસાવિકા ખાડીમાં તરતું જોવા મળ્યું હતું અને તેને તપાસ માટે બંદર પર લઈ જવામાં આવ્યો હતો. દરિયાઈ જીવવિજ્ઞાની સેબેસ્ટિયન સ્ટ્રેન્ડે જણાવ્યું કે, હ્વાલ્ડીમીરનું મોત થયું છે પરંતુ મૃત્યુનું કારણ તરત સ્પષ્ટ નહોતું. તેણે ઉમેર્યું કે વ્હેલ પર કોઈ મોટા બાહ્ય ઘા જોવા મળ્યા નથી.

હ્વાલ્ડીમીરની હત્યા અંગે દાવા

વાનવ્હેલ અને નોઆહે દાવો કર્યો છે કે, હ્વાલ્ડીમીરનું મૃત્યુ માનવ હુમલામાં થયું હતું. વાનવ્હેલના સ્થાપક રેજિના હોગે જણાવ્યું કે, હ્વાલ્ડીમીરના શરીરની તપાસમાં તેણે ગોળીબારના ઘા મળ્યા, જેમાં એક ગોળી પણ ફસાયેલી તેમને મળી હતી. તેમણે આ હત્યાને જઘન્ય અપરાધ ગણાવ્યો. નોઆહના વડા સિરી માર્ટિન્સે પણ જણાવ્યું કે, વ્હેલ પર મળેલી ઇજાઓ ગુનાહિત કૃત્યોની શક્યતા દર્શાવે છે. બંને સંસ્થાઓએ પોલીસ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ફોર ઈકોનોમિક એન્ડ એન્વાયરમેન્ટલ ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

હ્વાલ્ડીમીર વિશેના અન્ય દાવા

2019માં હ્વાલ્ડીમીરનું પ્રથમ અવલોકન થયું હતું જ્યારે તે નોર્વેના ઉત્તરીય પાણીમાં મળી હતી. તેમના શરીર પર એક હાર્નેસ મળી આવી હતી, જેના પર 'સેન્ટ પીટર્સબર્ગ' લખાયું હતું, અને તેમાં કેમેરા માઉન્ટ પણ હતો. આને કારણે ઘણા લોકોએ અનુમાન લગાવ્યું કે હ્વાલ્ડીમીર રશિયન જાસૂસ હોઈ શકે છે. પરંતુ, રશિયાએ હ્વાલ્ડીમીર કે તેના હાર્નેસ વિશે ક્યારેય નિવેદન આપ્યું નથી.

હ્વાલ્ડીમીરના લોકપ્રિયતાનો વિષય

હ્વાલ્ડીમીર અનોખી રીતે લોકપ્રિય હતી કારણ કે તે માનવજાતિ સાથે ઘણું ગાઢ જોડાણ ધરાવતી હતી. તે લોકોને સાથે રમતી, પ્રવાસીનો ખોવાયેલો GoPro કૅમેરો ખોવાઈ જતો ત્યારે તેને શોધી કાઢતી હતી, રગ્બી બોલ સાથે રમતી, અને પાણીની અંદર ડ્રોન સાથે મજા કરતી હતી.

Advertisement

આ પણ વાંચો:  Russia-Ukraine war ને લઈને સૌથી મોટા સમાચાર, યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે છે 'India'

Tags :
Advertisement

.