ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુદ્ધના માહોલ વચ્ચે લેબનોનમાં ચોરોને મળી રહી છે ખતરનાક સજા

લેબનીઝ પોલીસની અનોખી કાર્યવાહી ચોરોને જાહેરમાં શરમજનક સજા ચોરી રોકવા પોલીસનો કડક ઉપાય વિસ્થાપિત મકાન પર ચોરોનો કબ્જો જાહેરમાં ‘હું ચોર છું’ પ્લેકાર્ડ સાથે સજા લેબનોન (Lebanon) માં ઇઝરાયેલી સેનાનું સૈન્ય અભિયાન (Israeli army's military campaign) ચાલુ છે, જ્યાં...
11:34 PM Oct 09, 2024 IST | Hardik Shah
Thieves were tied to electric poles in Lebanon

લેબનોન (Lebanon) માં ઇઝરાયેલી સેનાનું સૈન્ય અભિયાન (Israeli army's military campaign) ચાલુ છે, જ્યાં ઇઝરાયેલના સંરક્ષણ દળના સૈનિકો જમીનથી લઈને આકાશ સુધી હુમલા કરી રહ્યા છે. મિસાઇલ, રોકેટ અને ડ્રોન દ્વારા સતત થનારા આક્રમણોમાં અનેક ઇમારતો માટીમાં મળી ગઈ છે. આ કારણે બેરૂત શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે અને તેમના મકાનો ખાલી પડી ગયા છે. આ ખાલી મકાનો ચોરો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ચોરો ખાલી મકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપી રહ્યા છે.

લેબનીઝ પોલીસની અનોખી કાર્યવાહી

લેબનીઝ પોલીસ ચોરીની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે અનોખી પદ્ધતિ અપનાવી રહી છે. તેઓ ચોરોને પકડીને તેમના હાથ-પગ ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાંધે છે અને જાહેરમાં તેમને ઢોર માર મારે છે. તે પછી, ચોરોના ગળામાં ‘હું ચોર છું’ લખેલું પ્લેકાર્ડ લટકાવવામાં આવે છે, જેથી લોકોને સાવધ રહેવા અને ચોરોને શરમ અનુભવી શકાય. તેમ છતાં, શહેરોમાં અનેક ચોરોની ગેંગ સક્રિય છે, જે દરરોજ વિસ્થાપિત લોકોના ખાલી મકાનને નિશાન બનાવી રહી છે. ચોરીની આ ઘટનાઓ યુદ્ધના માહોલને વધુ કઠિન બનાવી રહી છે.

ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધ્યો

બીજી તરફ, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઇઝરાયેલી સેનાએ લેબનોન (Lebanon) ના ઘણા ભાગોમાં હિઝબુલ્લાહના નેતૃત્વને નિશાન બનાવીને હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે બેરૂતમાં ત્રણ જોરદાર વિસ્ફોટ થયા, જેમાં દક્ષિણી બેરુતના ઉપનગરોમાં વિસ્ફોટ અને આગની ભયાનક જ્વાળાઓ જોવા મળી હતી. ઇઝરાયેલે હિઝબુલ્લાહના અંડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર ઉડાવી દેવાનો દાવો કર્યો છે, જેમાં 6 વરિષ્ઠ કમાન્ડર અને 50 લડવૈયાઓના મોત થયા છે.

ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની સુરંગ નષ્ટ કરી

આ ઉપરાંત, ઇઝરાયેલની સેનાએ લેબનોન સરહદ પર હિઝબુલ્લાહની વિસ્ફોટકોથી ભરેલી સુરંગ નષ્ટ કરી હતી. આ હુમલાઓ બાદ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોન (Lebanon) ના લોકોને એક વીડિયો સંદેશમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ લડવા અપીલ કરી હતી, જેમાં તેમણે કહ્યું કે, લેબનોનના લોકોએ હિઝબુલ્લાહને તેમના દેશમાંથી કાઢી નાખવા જોઈએ, જેથી યુદ્ધ સમાપ્ત થાય. હિઝબુલ્લાહને ભારે નુકસાન થવાના કારણે તે નબળું પડી રહ્યું છે. હિઝબુલ્લાહના કાર્યકારી વડા નઈમ કાસિમે યુદ્ધવિરામની ઇચ્છા વ્યક્ત કરી છે, જોકે તેમણે યુદ્ધવિરામ પહેલા કોઈ પણ મુદ્દે ચર્ચા ન કરવાનું સ્પષ્ટ કર્યું છે.

લેબનોનના 12 લાખ લોકો વિસ્થાપિત થયા

લેબનોન અને ગાઝા પર થનારા ઇઝરાયેલી હુમલાથી નારાજ લોકો વળતો પ્રહાર કરી રહ્યા છે, જેના કારણે ઇઝરાયેલી નાગરિકો પર વારંવાર હુમલાની ઘટનાઓ બની રહી છે. હમણાં જ હાડેરા શહેરમાં છરીના એક હુમલામાં 6 લોકો ઘાયલ થયા, જેમાંથી 2 ની હાલત ગંભીર છે. સુરક્ષા દળોએ હુમલાખોરને ઠાર માર્યો હતો. લેબનોન પર થનારા ઇઝરાયેલી હુમલામાં છેલ્લાં બે સપ્તાહમાં 2,100 લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 12 લાખ લોકો પોતાના ઘરો છોડીને અન્ય સ્થળોએ આશ્રય લેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો:  Israel War : Hezbollah નો અંત નક્કી, ઉત્તરાધિકારી પણ માર્યો ગયો... Video

Tags :
Benjamin NetanyahuGaza StripGujarat FirstHardik Shahhassan nasrallahIDF airstrikeIsrael and Hamas WarIsrael and Hezbollah warisrael and iran warisrael defence forcesIsraeli-Lebanon borderLebanonLebanon NewsLebanon thievesrobbing in Lebanon
Next Article