Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાની ઉત્પત્તિ થઇ તે જ લેબે બનાવી દીધી ભવિષ્યની મહામારીનો સામનો કરવા માટે રસી

વુહાનની નવી રસી ભવિષ્યની મહામારી માટે તૈયાર નવા વેરિઅન્ટ્સ સામે વુહાન લેબની રસી આ રસી તમામ વેરિઅન્ટ સામે સંપૂર્ણ રક્ષણ નહીં આપે Covid-19 રોગચાળાએ વિશ્વમાં ખૂબ હાહાકાર મચાવ્યો હતો અને અનેક લોકોના પ્રાણ લીધા હતા. લાંબા સમય સુધી સમગ્ર...
કોરોનાની ઉત્પત્તિ થઇ તે જ લેબે બનાવી દીધી ભવિષ્યની મહામારીનો સામનો કરવા માટે રસી
  • વુહાનની નવી રસી ભવિષ્યની મહામારી માટે તૈયાર
  • નવા વેરિઅન્ટ્સ સામે વુહાન લેબની રસી
  • આ રસી તમામ વેરિઅન્ટ સામે સંપૂર્ણ રક્ષણ નહીં આપે

Covid-19 રોગચાળાએ વિશ્વમાં ખૂબ હાહાકાર મચાવ્યો હતો અને અનેક લોકોના પ્રાણ લીધા હતા. લાંબા સમય સુધી સમગ્ર વિશ્વ લોકડાઉન (Lockdown) હેઠળ રહ્યું હતું. એવામાં મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દુનિયા હવે આગામી મહામારી માટે તૈયાર છે? જ્યારે કોરોનાના નવા વેરિઅન્ટ સતત સામે આવી રહ્યા છે, ત્યારે આ પ્રશ્ન વધુ મહત્વનો બની ગયો છે. તાજેતરમાં, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ એક નવી નેનોવેક્સિન વિકસાવી છે. આ રસી તમામ મુખ્ય કોવિડ-19 વેરિઅન્ટ સામે વ્યાપક રક્ષણ પૂરું પાડવાનો દાવો કરે છે અને ભવિષ્યમાં ઉભરી શકે તેવા નવા વેરિઅન્ટ સામે પણ અસરકારક હોવાનું સંશોધકોએ દાવો કર્યો છે.

Advertisement

વુહાન લેબ, જે એક સમયે કોવિડ-19 રોગચાળાની ઉત્પત્તિ માટે દોષિત ગણાઈ રહી હતી, હવે તેમની આ નવી રસીમાં કોવિડ-19 ચેપને રોકવા અને મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ થવાની ક્ષમતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે, આ રસી તમામ વેરિઅન્ટ સામે સંપૂર્ણ રક્ષણ નહીં આપે, તેમ છતાં તે ઘણા મહત્વપૂર્ણ વેરિઅન્ટ સામે બચાવનું વચન આપે છે. દક્ષિણ ચીની સમાચાર પત્રના અહેવાલ મુજબ, સંશોધકોએ આ રસી ઈન્ટ્રાનાસલ નેનોપાર્ટિકલ વેક્સિન તરીકે વિકસાવી છે, જે એપિટોપ્સ અને બ્લડ પ્રોટીન ફેરિટિનને જોડતી હોવાથી તે વિસ્તૃત રક્ષણ આપશે.

આ પણ વાંચો:  શું દુનિયા ખતમ કરી દેશે આ નવો વાયરસ? અમેરિકામાં નોંધાયો પ્રથમ કેસ

Advertisement

સંશોધકોના જણાવ્યા મુજબ, આ રસી ડેલ્ટા, ઓમિક્રોન અને WIV04 જેવા ઘણાં મહત્વપૂર્ણ વેરિઅન્ટ સામે રક્ષણ આપશે. સંશોધકોએ જૂનમાં ACS નેનો નામની એક પેયર-રિવ્યૂ જર્નલમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું, "SARS-CoV-2 વેરિઅન્ટ્સ અને મ્યુટેશનને કારણે ચાલી રહેલી અને ભવિષ્યની મહામારીઓ વ્યાપક રસીની જરૂરિયાત પર ભાર મૂકે છે, જે વ્યાપક સુરક્ષા પ્રદાન કરી શકે." તેમણે કહ્યું, "અમારી નેનોવેક્સિન પૂર્વ-અસ્તિત્વમાં રહેલા તટસ્થ એન્ટિબોડીઝના સંરક્ષિત એપિટોપ્સને લક્ષ્ય બનાવે છે. તે એક વ્યાપક સુરક્ષા પ્રદાન કરતી SARS-CoV-2 રસી તરીકે સંભવિત રસી હોઈ શકે છે."

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને વૈશ્વિક વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની ઉત્પત્તિ અંગે વધુ તપાસ કરી હતી, અને મોટાભાગના નિષ્ણાતો એ માનતા હતા કે આ વાયરસ પ્રાણીઓમાંથી માનવોમાં ફેલાયેલો હોઈ શકે છે. યુએસ ઇન્ટેલિજન્સ વિભાગના વડાએ અગાઉ કહ્યું હતું કે એવો કોઈ પુરાવો નથી કે આ વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોવિડ-19 અને 2003માં સાર્સ (SARS) તેમજ 2012ના મર્સ (MERS) જેવા કોરોનાવાયરસ રોગ છે જેણે 2012 થી લોકોને ચેપ લગાડ્યો છે. સંશોધકો માને છે કે કોરોનાવાયરસનું સતત પરિવર્તન થતું રહે છે, જે ભવિષ્યમાં વધુ ચેપી વેરિઅન્ટ અને વૈશ્વિક રોગચાળો લાવી શકે છે.

Advertisement

આ પણ વાંચો:  રશિયાની Monster Cat! દારૂ અને મીટની છે શોખીન, વજન સાંભળી ચોંકી જશો

Tags :
Advertisement

.