Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US Election : પ્રેસિડેન્શિયલ ડિબેટમાં બંને નેતાઓ વચ્ચે વળતા પ્રહારો અને...

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજાની નીતિઓ અને અન્ય મુદ્દાઓ પર ઘેરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હાઈ-પ્રોફાઈલ ચર્ચામાં ભારે વળતા પ્રહારો, શાબ્દિક ટપાટપી, એકબીજા પર...
us election   પ્રેસિડેન્શિયલ ડિબેટમાં બંને નેતાઓ વચ્ચે વળતા પ્રહારો અને
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ
  • કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજાની નીતિઓ અને અન્ય મુદ્દાઓ પર ઘેરવાનો ભરપૂર પ્રયાસ કર્યો
  • હાઈ-પ્રોફાઈલ ચર્ચામાં ભારે વળતા પ્રહારો, શાબ્દિક ટપાટપી, એકબીજા પર હાવી થવાનો પણ પ્રયાસ
  • અમેરિકામાં વસતા ગુજરાતી, ભારતીયોની પ્રતિક્રિયા

US Election : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Election) ને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ ગઈ છે. 90 મિનિટ ચાલેલી આ હાઈ-પ્રોફાઈલ ચર્ચામાં ભારે વળતા પ્રહારો, શાબ્દિક ટપાટપી, એકબીજા પર હાવી થવાનો પણ પ્રયાસ થયો હતો. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજાની નીતિઓ અને અન્ય મુદ્દાઓ પર ઘેરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. કમલા હેરિસે આરોગ્ય અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે માઈગ્રન્ટ, ગર્ભપાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Advertisement

ઈતિહાસની સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ: ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણના અંતમાં જણાવ્યું કે, બાઈડેન ઈતિહાસના સૌથી ખરાબ અમેરિકી રાષ્ટ્રપતિ છે અમે કમલા હેરિસ સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ રહી છે.

કમલાએ અર્થવ્યવસ્થા બરબાદ કરી: ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારમાં અમેરિકી અર્થવ્યવસ્થાની મજબૂતી પર ભાર મૂક્યો અને જણાવ્યું કે કમલા હેરિસ પાસે અર્થવ્યવસ્થાને લઈ કોઈ નીતિ નથી. બાઈડેન સરકારે અર્થવ્યવસ્થા નાશ કરી છે. જેની પર કમલાએ કહ્યું કે, તેઓ નતો જો બાઈડેન છે અને નતો ટ્રમ્પ, તેની પાસે નવી યોજનાઓ છે જેની પર વાત કેમ નથી થઈ રહી.

Advertisement

આ પણ વાંચો---US Election: કમલાએ ટ્રમ્પને ડિબેટમાં ધોઇ નાખ્યા, ઓપનિયન પોલમાં...

Advertisement

રાષ્ટ્રપતિ જો બાઈડેન પર ટિપ્પણી

હાઈ પ્રોફાઈલ ડિબેટમાં ટ્રમ્પને રશિયા-યુક્રેન યુદ્ધને લઈ સવાલ પૂછાયા હતા. મોડરેટરે ટ્રમ્પને 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના દાવાને લઈ પૂછ્યું. તેઓ શું કરશે? ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે યુક્રેન આ યુદ્ધ જીતી જાય? આ સવાલના જવાબમાં ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઈડેન પર તીખો વળતો હુમલો કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, હું આ યુદ્ધને ઉકેલવા ઈચ્છું છું, હું ઝેલેન્સકીને ખૂબ સારી રીતે ઓળખું છું અને પુતિનને પણ. તેઓ લોકો મારું સન્માન કરે છે, પરંતુ તેઓ બાઈડેનનું સન્માન નથી કરતા.

ટ્રમ્પે ચૂંટણીમાં કમલા હેરિસ પર વ્યકિતગત વાક્ પ્રહારો કર્યા

આ ડિબેટમાં કમલા હેરિસે ગર્ભપાતનો મુદ્દો ઉડાવતા કહ્યું કે અમેરિકન મહિલાઓ તમારા કરતાં સારી રીતે સમજે છે. ટ્રમ્પે ચૂંટણીમાં કમલા હેરિસ પર વ્યકિતગત વાક્ પ્રહારો કર્યા, ભારતીય વધુ હોવાનું દર્શાવે છે, કમલાનો જન્મ અને ચામડીના રંગ પર સવાલ ઉઠાવ્યા હતા.

અમેરિકામાં વસતા ગુજરાતી, ભારતીયોની પ્રતિક્રિયા

yogi patel

જો કે, અમેરિકામાં રહેતા ભારતીયોએ આ ચર્ચા બાદ વિવિધ મંતવ્યો આપ્યા હતા. જેમાં કેટલાક લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને સારું ગણાવ્યું હતું તો કોઈએ બાઈડેનને પરંતુ વિવિધ મંતવ્યોમાં પ્રેસિડેન્શિયલ ડિબેટની અસર સારી જોવા મળી હતી. અમેરિકામાં છેલ્લા 10 વર્ષથી રહેતા યોગી પટેલ જેમને રિપબ્લિકન પાર્ટી તરફથી સિલેક્ટેડ સિટી કાઉન્સિલના ઉમેદવાર જાહેર કરાયા છે, તેમને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે, અમેરિકામાં ઉત્પાદન (Production) નથી થઈ રહ્યું. બોર્ડર સિક્યોર કરવા અગાઉ ટ્રમ્પે ભાર મૂક્યો હતો. ગેરકાયદે પ્રવાસીઓને ટાળવા ડોનાલ્ડ ટ્રમ્પ આકરા છે. જેથી અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવે તેવું 73 ટકા આવે તેવું ઈચ્છે છે. જ્યારે કમલા હેરિસ અને બાઈડેનની આ અંગે પોલિસી ફેલ રહી હોવાનો સ્થાનિકોનો પણ દાવો છે. રોકાણ, વહીવટ, ક્રાઈમ રેટ પણ અમેરિકામાં વધ્યો હોવાનો દાવો કર્યો હતો. આની પહેલા અમેરિકા સામે કોઈ આંખ નહોતું કરતું જ્યારે હવે આવું નથી થઈ રહ્યું.

આ પણ વાંચો---Presidential Debate : કમલા અને ટ્રમ્પ વચ્ચે આ મુદ્દાઓ પર જોરદાર....

ચીન અને બીજા દેશો પણ અમેરિકાને ચેલેન્જ આપી રહ્યા છે

યોગી પટેલના વધુમાં જણાવ્યા પ્રમાણે ટ્રમ્પના શાસનમાં અમેરિકામાં ઉત્પાદન, ક્રાઈમની ઘટનાઓ તેમજ વિદેશથી આવતા અપ્રવાસીઓ અમેરિકામાં નહોતા આવતા. જો બાઈડેન સરકારના શાસનમાં બેફામ રીતે અડીંગો જમાવતા જોવા મળ્યા છે. આ ઉપરાંત ચીન અને બીજા દેશો પણ અમેરિકાને ચેલેન્જ આપી રહ્યા છે. એક સમયે ટ્રમ્પના શાસનમાં યુદ્ધ કે બીજી ઘટનાઓ નહોતી થતી. બાઈડેન તંત્ર વહીવટી રીતે જોવા જોઈએ તેટલું સારું પ્રદર્શન નથી કરી શકી. જેથી સ્થાનિકો અને અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન આવે તેવું ઈચ્છી રહ્યા હોવાનો તેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અગાઉ બીજી જૂને જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી

અગાઉ બીજી જૂને જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી. જેમાં ટ્રમ્પનું પલડું ભારે રહ્યું હતું. બાઈડેનના બોલવામાં અને આરોગ્યને લઈ ટ્રમ્પે ખૂબ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, ત્યારબાદ બાઈડેને અચાનક જ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસવાનો અને કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટેકો જાહેર કર્યો હતો. આ દરમિયાન ફિલાડેલ્ફિયાની એક જંગી ચૂંટણી સભામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો જેમાં તેઓ આબાદ રીતે બચી જવા પામ્યા હતા. જે બાદ ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચારેબાજું ચર્ચા થવા લાગી હતી.

કમલા હેરિસે ચૂંટણીમાં એન્ટ્રી મારી કે સમુળગું ચિત્ર બદલાઈ ગયું

બીજી બાજું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેસમાં આવતા ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. એક સમયે આખા અમેરિકામાં ટ્રમ્પને લોકોએ માન્યતા પણ આપી દીધી હતી. પરંતુ જેવા કમલા હેરિસે ચૂંટણીમાં એન્ટ્રી મારી કે સમુળગું ચિત્ર બદલાઈ ગયું અને ધીમેધીમે ઘણા રાજ્યો અને લોકોની જીભે કમલા હેરિસનું નામ આવવા લાગ્યું હતું. જે આજની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પણ વિવિધ મુદ્દાઓ પર ભારે હાઈ પ્રોફાઈલ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો---US Presidential Election : 'ટ્રમ્પને હરાવી શકશે નહીં', ભૂતપૂર્વ સ્પીકર પેલોસીએ બિડેન વિશે કહ્યું...

Tags :
Advertisement

.