Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાના ફિલાડેલફિયામાં જામ્યો નવરાત્રીનો રંગ

હાલ સમગ્ર રાજ્ય અને દેશમાં મા શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીની ધમધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ કેમ બાકાત રહી જાય. અમેરિકાના ફિલાડેલફિયામાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. અને ગુજરાતના જાણીતા ગાયક ઉમેશ બારોટ અને તેમની ટીમે ત્યાં...
અમેરિકાના ફિલાડેલફિયામાં જામ્યો નવરાત્રીનો રંગ

હાલ સમગ્ર રાજ્ય અને દેશમાં મા શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીની ધમધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ કેમ બાકાત રહી જાય. અમેરિકાના ફિલાડેલફિયામાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. અને ગુજરાતના જાણીતા ગાયક ઉમેશ બારોટ અને તેમની ટીમે ત્યાં વસતા ગુજરાતીઓને ગરબાના સંગે ડોલાવ્યા હતા.

Advertisement

ફિલાડેલફિયામાં પણ ધમધૂમપૂર્વક ઉજવણી

Advertisement

યુ.એસ.એ (ફિલાડેલફિયા, પેન્સિલવેનિયા)માં પ્રથમ વખત Umesh Barot, Palak Rao અને Dhol Treasure ટીમ Sajid અને Ahemad સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. અત્યારે નવરાત્રીની ધુમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમેરીકાના ફિલાડેલફિયામાં પણ ધમધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે.

Advertisement

ખેલૈયાઓને પણ ખૂબ આનંદ આવ્યો

જેમાં ખેલૈયાઓને પણ ખૂબ આનંદ આવ્યો હતો. ઉમેશ બારોટ ફિલાડેલફિયામાં રોકાયા હતા.  ભવિષ્યમાં Rang Rashiya ટીમ યુ.એસ. અને કેનેડામાં રોકાશે. ફિલાડેલફિયામાં ઉમેશ બારોટ અને તેમની ટીમના ગરબા યોજાતા  માં અંબાના આશિર્વાદ સાથે નવરાત્રી ઉત્સવમાં ખેલૈયાઓને ખૂબ આનંદ આવ્યો હતો.  ઉમેશ બારોટે ગરબાની રમઝટ સાથે દેશને યાદ કરી માં તુઝે સલામ જેવા ગીતથી  લોકોનું દિલ જીતી લીધુ હતું.  ભારત માતા કી જયના નારા સાથે અમેરિકા ખાતે ફિલાડેલ્ફિયા ગુંજી ઉઠ્યુ હતું.

આ પણ વાંચો -  ઇઝરાયેલ પહોંચ્યા ઋષિ સુનક, કહ્યું, હું આતંકવાદ સામેની લડાઇમાં ઉભો છું

Tags :
Advertisement

.