THAILAND: સ્વર્ગ અને નર્કના દર્શન કરાવતું થાઈલેન્ડનું આ 'તાજ મહેલ' મંદિર..
THAILAND WHITE TAMPLE : ભારતમાં આપણે અત્યાર સુધીમાં ઘણા અનોખા મંદિર જોયા છે અને તેમના વિશે સાંભળ્યું છે. પરંતુ થાઈલેન્ડમાં એક એવું મંદિર આવ્યું છે, જેને દુનિયાનું સૌથી સુંદર મંદિર માનવામાં આવે છે. એટલું જ નહીં આ મંદિરને થાઈલેન્ડનું ( THAILAND ) તાજ મહેલ પણ માનવામાં આવે છે. ઉપરાંત આ મંદિર એકમાત્ર એવું મંદિર છે જે આપણને સ્વર્ગ અને નર્કના દર્શન કરાવે છે. આ મંદિરમાં વિશાળ ભયાવહ રાક્ષસની મૂર્તિઑ હોવા છતાં આ મંદિર આપણને સુંદર લાગે છે.
થાઈલેન્ડમાં ( THAILAND ) આવેલું આ મંદિર વિશ્વમાં 'વ્હાઈટ ટેમ્પલ' તરીકે ઓળખાય છે. આ મંદિર જેનું નામ વાટ રોંગ ખુન મંદિર છે, જે ખરેખર ખૂબ જ અનોખું છે. તેને બનાવનાર ચલામાઈ કોટઝાપીપટનો ઉદ્દેશ્ય વિશ્વનું સૌથી સુંદર મંદિર બનાવવાનું હતું.
ચોક્કસ તમે મંદિરની અંદર પગ મૂકતાં જ તેની અદભૂત સુંદરતાનો અહેસાસ થશે. પછી તમે પણ કહેશો કે, ‘પૃથ્વી પર વાટ રોંગ ખુન જેવું બીજું કોઈ સ્થાન નથી.’
વાટ રોંગ ખુન એ ચિયાંગ રાયમાં જન્મેલા ચિત્રકાર અને કલાકાર ચલર્મચાઈ કોસિતપિપતની કૃતિ છે. માનવામાં આવે છે કે, આ સ્થાન પર સ્થાનિક મંદિર હતું. વર્ષ 1867 (BE 2410) માં પ્રથમ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. તેઓએ એક સમુદાયની સ્થાપના કરી જે સૌપ્રથમ વાટ રોંગ ખુન તરીકે જાણીતી હતી જે પાછળથી બાન રોંગ ખુનમાં બદલાઈ ગઈ. 1964માં ગ્રામજનોએ ઉબોસોટનું નિર્માણ કર્યું, જે પાછળથી સફેદ મંદિર બન્યું.
આ સફેદ મંદિરને THAILAND નો તાજમહેલ કહેવામાં આવે છે. આ સુંદર હોવાના સાથે સાથે ઘણું મોટું પણ છે, જ્યાં તળાવ, ફુવારા અને રાક્ષસોની અનેક આકૃતિઓ છે.આ મંદિર વિશેની ખાસ વાત એ છે કે, અહી સ્વર્ગ અને નર્ક વચ્ચેનો તફાવત સમજાવવા માટે અહીં દેવતાઓ અને રાક્ષસોની ઘણી આકૃતિઓ બનાવવામાં આવી છે. અહીં રાક્ષસોની વિશાળ મૂર્તિઓ ખૂબ જ ડરામણી લાગે છે.
આ પણ વાંચો : Coronavirus New Variant FLiRT : કોરોનાના નવા વેરિઅન્ટે વધારી આરોગ્ય અધિકારીઓની ચિંતા, જાણો કેટલો ખતરનાક