Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકવાદી પન્નુની Air India ને ઉડાવી દેવાની ધમકી, મુસાફરોને આ તારીખ સુધી યાત્રા ન કરવા આપી સલાહ

આતંકવાદી પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની ધમકી આપી આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારત ન આવવા જણાવ્યું વર્ષ 2020 માં પન્નુને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો Gurpatwant Singh Pannu : છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઇન્સ (Indian airlines) ને 100 થી વધુ ધમકીઓ મળી...
આતંકવાદી પન્નુની air india ને ઉડાવી દેવાની ધમકી  મુસાફરોને આ તારીખ સુધી યાત્રા ન કરવા આપી સલાહ
  • આતંકવાદી પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની ધમકી આપી
  • આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારત ન આવવા જણાવ્યું
  • વર્ષ 2020 માં પન્નુને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો

Gurpatwant Singh Pannu : છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઇન્સ (Indian airlines) ને 100 થી વધુ ધમકીઓ મળી છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) એ તાજેતરમાં વધુ એક ચોંકાવનારી ધમકી આપી છે. પન્નુએ ખાસ કરીને Air India ના વિમાનોને નિશાન બનાવવાની વાત કરી છે અને આ ધમકીઓને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં પણ ભય ફેલાયો છે.

Advertisement

Air India વિમાનો પર હુમલાની ચેતવણી

ગુરપતવંત સિંહ પન્નુએ શીખ રમખાણોના 40 વર્ષ પૂર્ણ થવા પર ભારતના વિમાનો પર હુમલો કરવાની ચેતવણી આપી છે. પન્નુએ વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપી છે અને ખાસ કરીને Air India ને નિશાન બનાવવાની વાત કરી છે. તેણે આંતરરાષ્ટ્રીય મુસાફરોને આગાહી આપતા કહ્યું છે કે, 1 થી 19 નવેમ્બર દરમિયાન Air Indiaમાં મુસાફરી ન કરે. પન્નુની આ ધમકીએ વિમાનયાત્રા કરનારા લોકોને ડરાવી દીધા છે. વળી આ ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ હવે વધુ સજાગ છે.

ગુરપતવંત સિંહ પન્નુ પર આરોપો

ભારતે ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે. પન્નુ શીખ ફોર જસ્ટિસ (SFJ) નામની વિવાદાસ્પદ સંગઠનનો સ્થાપક છે, જે ખાલિસ્તાનના સમર્થનમાં છે અને ભારતમાં અલગતાવાદી તત્વોને પ્રોત્સાહન આપે છે. વર્ષ 2020 માં, પન્નુને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તેના પર પંજાબના શીખ યુવાનોને હથિયાર ઉઠાવવાની પ્રેરણા આપવા અને ખાલિસ્તાનની સ્વતંત્રતા માટે દેશવિરોધી પ્રવૃત્તિઓને બળ આપવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પન્નુ હાલ ભારતથી ભાગી ગયો છે અને અમેરિકામાં રહે છે. તે હવે વિદેશથી જ આ ધમકીઓ અને વિવાદાસ્પદ નિવેદનો જારી કરી રહ્યો છે. જણાવી દઇએ કે, પન્નુ પાસે અમેરિકાની સાથે સાથે કેનેડાની નાગરિકતા પણ છે, અને તે કેટલાક આંતરરાષ્ટ્રીય ખાલિસ્તાની સમર્થકો સાથે સક્રિય સંચાલન કરે છે.

Advertisement

PM મોદીને પણ ધમકી

આ પૂર્વે પણ ગુરપતવંત સિંહ પન્નુએ PM મોદીને ધમકી આપી હતી. એપ્રિલ 2023 માં, પન્નુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની આસામની મુલાકાત દરમિયાન નુકસાન પહોંચાડવાની ચેતવણી આપી હતી. 2023 ના જૂન મહિનામાં, અન્ય 3 અગ્રણી ખાલિસ્તાની નેતાઓના મૃત્યુ પછી પન્નુ થોડા સમય માટે છુપાઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી તેણે ફરીથી પોતાની હાજરી નોંધાવી છે. જણાવી દઇએ કે, YouTube સહિતના અનેક ઓનલાઈન મંચ પર પણ પન્નુ અને તેના સમર્થકોના કન્ટેન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પન્નુ અને તેની ગતિવિધિઓ પર નજર રાખી છે, કારણ કે તેના કાર્યોથી આંતરિક શાંતિ અને સુરક્ષા પર ખતરો ઊભો થાય છે.

આ પણ વાંચો:  અમેરિકાની ચૂંટણી જીતવા Donald Trump નો અનોખો અંદાજ, સમર્થકો માટે બનાવી French Fries

Advertisement

Tags :
Advertisement

.