Iran Port Explosion : ઈરાનના રાજાઈ પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, અંદાજિત 516 લોકો ઘાયલ
- ઈરાનના અબ્બાસ શહેરમાં Rajai Port પર ભયાનક વિસ્ફોટ
- અંદાજિત 516 લોકો ઘાયલ થવાની પ્રાથમિક માહિતી મળી
- ઘણા ઘાયલોને હોર્મોઝગન પ્રાંતની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે
Iran Port Explosion : ઈરાનના શહેર અબ્બાસના Rajai Port માં શનિવારે એક મોટો વિસ્ફોટ થયો અને વિકરાળ આગ લાગી છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે, વિસ્ફોટ વિનાશક હતો. ઈરાની મીડિયા અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ છે. ઘણા ઘાયલોને હોર્મોઝગન પ્રાંતની હોસ્પિટલો (Hormozgan Hospitals) માં દાખલ કરવામાં આવ્યા છે.
કન્ટેનર ટ્રાફિક સંચાલનમાં થઈ ગરબડ
ઈરાનના શહેર અબ્બાસનું રાજાઈ પોર્ટ (Rajai Port) કન્ટેનર ટ્રાફિક સંચાલન કરતું પોર્ટ છે. આ પોર્ટ પર તેલની ટાંકી અને પેટ્રોકેમિકલ યુનિટ (Petrochemical Unit) પણ છે, જેના કારણે આગ વધુ ગંભીર બની ગઈ હતી. સૌ પ્રથમ વિસ્ફોટ એક કન્ટેનરમાં થયો હતો. ત્યારબાદ તેલની ટાંકી સુધી આગ પહોંચી ગઈ હોવી જોઈએ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ધુમાડાનું એક મોટું વાદળ જોવા મળ્યું હતું. આ ધુમાડો ઘણે દૂરથી પણ જોઈ શકાતો હતો.
યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કાર્ય
ઈરાનના શહેર અબ્બાસના Rajai Port માં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ રાહત અને બચાવ ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. આ વિસ્ફોટમાં અંદાજિત 516 લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી છે. સ્થાનિક સૂત્ર અનુસાર આ આંકડો હજૂ પણ વધી શકે તેમ છે. વહીવટી તંત્ર આ સમગ્ર વિસ્તાર ખાલી કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ઈરાનની કસ્ટમ્સ ઓથોરિટીએ તમામ કસ્ટમ ઓફિસોને તાત્કાલિક શિપમેન્ટ મોકલવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી અમલમાં રહેશે. જો કે જે ટ્રકોએ કસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તેમને પોર્ટમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.