Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Taliban પણ માનવતા દાખવશે, અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે

Taliban: અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાની સત્તા રાજ કરી રહીં છે. તમને જણાવી દઈએ કે, અત્યારે તાલિબાન ભારત સાથે પોતાના સંબંધો સુધારવા માંગે છે અને તેના માટે લગાતાર પ્રયત્ન કરી રહ્યું છે. મીડિયા દ્વારા મળતી વિગતો પ્રમાણે તાલિબાની અધિકારિઓએ અફઘાનિસ્તાનમાં હિંદુ અને...
taliban પણ માનવતા દાખવશે  અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે

Taliban: અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાની સત્તા રાજ કરી રહીં છે. તમને જણાવી દઈએ કે, અત્યારે તાલિબાન ભારત સાથે પોતાના સંબંધો સુધારવા માંગે છે અને તેના માટે લગાતાર પ્રયત્ન કરી રહ્યું છે. મીડિયા દ્વારા મળતી વિગતો પ્રમાણે તાલિબાની અધિકારિઓએ અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ લોકોનો તેમની જમીન પાછી આપવાની વાત કરી છે અને તેના માટે કામ પણ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત અગાઉની સરકાર દરમિયાન તેમની જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.

Advertisement

તાલિબાને ભારતને ખુશ કરવા કરશે આ કામ

આ મામલે તાલિબાની એક અધિકારીએ જણાવ્યું કે, ‘આ પહેલ અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પ્રત્યેના અન્યાયને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.’ તેમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનમાં ઘણા સમયથી હિંદુઓ અને શીખો વિસ્થાપિત છે. ત્યાં તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો. તે લોકોને તાલિબાન તેમની જમીન પાછી આપેશે તેવી વિગતો સામે આવી છે. ભારતીય અધિકારીઓ આ ઘટનાક્રમને તાલિબાન તરફથી ભારત તરફના સકારાત્મક સંકેત તરીકે જુએ છે. હિન્દુ અને શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સંસદના સભ્ય નરેન્દ્ર સિંહ ખાલસા તાજેતરમાં કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.

ભારતમાં લાગુ થયો છે સીએએ નાગરિકતા અધિનિયમ

તમને જણાવી દઈએ કે, ભારતમાં અત્યારે સીએએનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યું છે જેના અંતર્ગત વિદેશમાં વિદેશી ધરતી પર જે અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યો છે તે લોકોને આ કાયદા અંતર્ગત ભારતની નાગરિકતા આપવામાં આવશે. નોંધનીય છે કે, આ કાયદાનો ઠેર-ઠેર વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ લોકસભાની ચૂંટણી શરૂ થયા તે પહેલા જ કાયદાને અમલમાં મુકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે CAA દ્વારા વિદેશી દેશો, ખાસ કરીને પડોશી દેશોના ધાર્મિક લઘુમતીઓ (હિંદુ, શીખ, ખ્રિસ્તી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.

Advertisement

આ પણ વાંચો: Peter Higgs : નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક પીટર હિગ્સનું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…

આ પણ વાંચો: Canada માં ગુરૂદ્વારા પ્રમુખની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે Boota Singh Gill ની હત્યાથી ચકચાર

આ પણ વાંચો: PM MODI : અમેરિકામાં પણ અબ કી બાર 400 પાર નો સિંહનાદ

Tags :
Advertisement

.