Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Switzerland Suicide pod: ઈચ્છામૃત્યુ માટે બનાવવામાં આવી મશીન, કિંમત રૂ. 1600

Switzerland Suicide pod: આ જમાનામાં જીવિત રહીને જીવનને સરળતાથી પોતાની ઈચ્છા અનુસાર પ્રસાર કરવું એ એક વ્યક્તિ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. તો બીજી તરફ જીવન એ અમૂલ્ય છે, કારણે કે... માનવ સ્વરૂપે મળેલા જીવનમાં આપણે ડગલે અને પગલે...
switzerland suicide pod  ઈચ્છામૃત્યુ માટે બનાવવામાં આવી મશીન  કિંમત રૂ  1600

Switzerland Suicide pod: આ જમાનામાં જીવિત રહીને જીવનને સરળતાથી પોતાની ઈચ્છા અનુસાર પ્રસાર કરવું એ એક વ્યક્તિ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. તો બીજી તરફ જીવન એ અમૂલ્ય છે, કારણે કે... માનવ સ્વરૂપે મળેલા જીવનમાં આપણે ડગલે અને પગલે પોતાને સફળ બનાવવાની સાથે પૃથ્વીનો પણ વિકાસ કરી શકીએ છીએ. પરંતુ અમુક લોકો જીવનના પડકારો સામે હાર સ્વીકારી લેતા હોય છે. તો કેટલીવાર તેઓ આ મુશ્કેલીની પાર કરવા કરતા Death ની ઈચ્છા વધુ રાખતા હોય છે. ત્યારે અનેક લોકો આર્થિક, સામાજિક અને પારિવારિક પરેશાનીથી કંટાળીને આત્મહત્યાનું પગલું ભરતા હોય છે.

Advertisement

  • suicide pod નામ આત્મહત્યા કરવાની મશીનને આપ્યું

  • Euthanasia પર કાનૂન બનાવવામાં આવેલો છે

  • 20 ડોલર એટલે કે 1600 રૂપિયા ચૂકવવાના રહેશે

તો આત્મહત્યાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે Switzerland એ એક વિવિદિત મશીનનું નિર્માણ કર્યું છે. આ મશીનમાં માણસને 10 મિનિટ માટે Death નો અનુભવ થાય છે. પરંતુ આ મશીન પર પ્રતિબંધ લગાવવામાં આવવાની માગ કરવામાં આવી રહી છે. તો હાલમાં suicide pod નું નામ આ આત્મહત્યા કરવાની મશીનને આપવામાં આવ્યું છે. જોકે આ suicide pod એના માટે બનાવવામાં આવી છે. જે લોકો કોઈ એવી બીમારીથી પીડિત છે જેનું નિરાકરણ કાયમ માટે નથી. તેવા લોકો માટે આ suicide pod ને તૈયાર કરવામાં આવી છે.

Euthanasia પર કાનૂન બનાવવામાં આવેલો છે

Advertisement

વર્ષ 2019 માં સૌ પ્રથમ આ મશીનને લોકોની સામે પ્રદર્શિત કરવામાં આવી હતી. તો આ મશીનની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બેસે છે, ત્યારે મશીનની અંદર નાઈટ્રોજનનું પ્રમાણ વધવા લાગે છે અને ઓક્સિજનનું પ્રમાણ 5 સેકેન્ડની અંદર ઘટવા લાગે છે. ત્યારે 10 મિનિટ માટે એકદમ સહજતાથી Death આવી જાય છે. તો Switzerland માં અનેક લોકો આ મશીન અને મશીન બનાવનારની પ્રશંસા કરી રહ્યા છે. જોકે Switzerland માં Euthanasia પર કાનૂન બનાવવામાં આવેલો છે.

20 ડોલર એટલે કે 1600 રૂપિયા ચૂકવવાના રહેશે

જોકે આ મશીનમાં Death નો અનુભવ કરવા માટે કોઈ પણ વ્યક્તિએ માત્ર 20 ડોલર એટલે કે 1600 રૂપિયા ચૂકવવાના રહેશે. જોકે આ મશીનનો એવા જ લોકો લાભ લઈ શકે છે, જે લોકોની ઉંમર 50 વર્ષ કે તેના કરતા વધારે હશે. તો કોઈ પણ વ્યક્તિ એવી બીમારીથી પીડિત જેનું નિરાકરણ થઈ શકે તેમ નથી. તે આ સેવાનો ઉપયોગ પણ કરી શકે છે. ઘણા લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમના મતે આ મશીન નૈતિક રીતે યોગ્ય નથી. આ મશીનનો ઉપયોગ કરતી વખતે ડૉક્ટરની જરૂર નથી. આવી સ્થિતિમાં લોકો એવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે કોઈ આનાથી જાણીજોઈને કોઈની હત્યા કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો: ચીનના શોપિંગ મોલમાં લાગી ભયાનક આગ, 16 લોકોના મોત

Tags :
Advertisement

.