Martial Law નો વિરોધ! સંસદમાં તણાવ, પોલીસ અને પ્રદર્શનકારીઓ આવ્યા આમને-સામને
- દક્ષિણ કોરિયામાં Martial Law નો વિરોધ શરૂ
- જાણો ક્યા સુધી અમલ રહેશે Martial Law
- પોલીસ અને પ્રદર્શનકારીઓ આવ્યા આમને-સામને
Protest against Martial Law : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે મંગળવારે "ઇમરજન્સી માર્શલ લો" લાદવાની જાહેરાત કરીને સમગ્ર દેશમાં રાજકીય અને સામાજિક હલચલ મચાવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશને "રાષ્ટ્રવિરોધી" અને "ઉત્તર કોરિયા તરફી તત્વો"ના જોખમમાંથી બચાવવા માટે આ પગલું જરૂરી છે. આ સાથે જ તેમણે આ તત્વોનો નાશ કરવાનું વચન આપ્યું છે. માર્શલ લોની ઘોષણાની સાથે જ દક્ષિણ કોરિયાના રાજકીય માહોલમાં તણાવ વધ્યો છે. સિઓલમાં સંસદની બહાર ભારે અરાજકતા જોવા મળી હતી, જ્યાં વિરોધીઓએ સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસના કડક બંદોબસ્તના કારણે તેઓને અટકાવવામાં આવ્યા હતા.
માર્શલ લો કેટલો સમય રહેશે અમલમાં?
દક્ષિણ કોરિયાની સૈન્યની જાહેરાત પ્રમાણે, માર્શલ લો દરમિયાન રાજકીય મીટીંગો અને સંસદમાં એવી તમામ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવશે જે સામાજિક મૂંઝવણને વધારી શકે છે. જો કે, આ કાયદો કેટલો સમય અમલમાં રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દક્ષિણ કોરિયામાં માર્શલ લો હટાવવાના નિયમો અનુસાર, તેને સંસદમાં બહુમતી મતોથી રદ કરવામાં આવી શકે છે. હાલની પરિસ્થિતિમાં, ડેમોક્રેટિક પાર્ટી, જે મુખ્ય વિપક્ષ છે, સંસદમાં બહુમતી ધરાવે છે. યૂનના નિવેદન મુજબ, માર્શલ લૉ લાદવાના પાયામાં ઉત્તર કોરિયાની કોઈ ચોક્કસ ધમકીનો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ સ્થાનિક રાજકીય હરીફો અને વિરોધ પક્ષો સામે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયામાં આ પ્રકારની સ્થિતિ 1980 પછી પહેલીવાર સર્જાઈ છે, જેમાં રાજકીય તણાવ ખૂબ વધ્યો છે.
માર્શલ લૉનો વિરોધ અને સંસદીય તણાવ
માર્શલ લૉના અમલ પછી દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ તમામ સાંસદોને માર્શલ લૉના વિરોધમાં સંસદમાં હાજરી આપવાની અપીલ કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ સમયે વિપક્ષના લગભગ 70 સાંસદ સંસદની અંદર હાજર છે, જ્યારે અન્ય સભ્યો સંસદની બહાર એકત્ર થઈ રહ્યા છે. 2022માં સત્તા સંભાળ્યા બાદ, રાષ્ટ્રપતિ યુનને સંસદમાં તેમના પક્ષ માટે બહુમતી ન હોવાના કારણે સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની "પીપલ્સ પાવર પાર્ટી" (PPP)ના કાર્યસૂચિને આગળ ધપાવવા માટે હાલની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. માર્શલ લૉ લાગુ કરવાની આ ઘટનાએ દક્ષિણ કોરિયાના રાજકીય ભવિષ્ય પર ગંભીર અસર નાખી છે.
દક્ષિણ કોરિયામાં 1980 પછી પહેલીવાર માર્શલ લો લાગુ
રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ટેલિવિઝન સંબોધન દરમિયાન કટોકટી માર્શલ લો જાહેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. જણાવી દઈએ કે દેશમાં વર્ષ 1980થી લોકશાહી છે. જીહા, 1980 પછી આ પહેલીવાર બન્યું છે કે દેશમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે માર્શલ લો એટલે નાગરિક સરકારની જગ્યાએ લશ્કરી શાસન અને લશ્કરી સત્તાઓ માટે નાગરિક કાયદાકીય પ્રક્રિયાઓ સ્થગિત કરવામાં આવે છે. માર્શલ લો લાગુ થયા બાદ દક્ષિણ કોરિયાના મુખ્ય વિરોધ પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ વધ્યો! વિપક્ષ પર North Korea ને સપોર્ટ કરવાનો આક્ષેપ