America ની ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબાર, બેના મોત; 5 ઘાયલ
- અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબાર
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
- એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
Shooting at the University of Florida: ગુરુવારે અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) માં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.
યુનિવર્સિટીએ એક ચેતવણી જારી કરી
પોલીસનું કહેવું છે કે હુમલામાં માર્યા ગયેલા લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નહોતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનુ કહેવાય છે. ગુરુવારે બપોરે, યુનિવર્સિટીએ એક ચેતવણી જારી કરી, જેમાં કહેવામાં આવ્યું કે કે વિદ્યાર્થી સંઘ નજીક ગોળીબાર થયો છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી રહી છે. આ પછી, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ તાત્કાલિક યુનિવર્સિટી પહોંચી હતી.
આ પણ વાંચો : America માં ઝડપાયો આતંકી હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકી હુમલા કરવામાં હતો સામેલ