શેખ હસીનાનું રાજકીય ભવિષ્ય અંધકારમય, વિશ્વના દરવાજા થયા બંધ
- હિંસા બાદ હસીનાને મળ્યો મોટો ઝટકો
- શેખ હસીનાનું રાજકીય ભવિષ્ય અંધકારમય
- શેખ હસીના ભારતમાં ફસાયા
- અમેરિકા અને બ્રિટને દરવાજા બંધ કર્યા
Sheikh Hasina : બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને પ્રદર્શનો બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. હાલમાં તેઓ ભારતમાં કોઈ અજાણ્યા સ્થળે કડક સુરક્ષા વચ્ચે રહે છે. આ દરમિયાન, અમેરિકા અને બ્રિટને શેખ હસીનાને મોટો ઝટકો આપ્યો છે.
અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કર્યા
મળતી માહિતી મુજબ અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ્દ કરી દીધા છે. અમેરિકી દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું છે કે વિઝા રેકોર્ડ યુએસ કાયદા હેઠળ ગોપનીય છે. જો કે, શેખ હસીનાની પાર્ટીના ઘણા સભ્યો અને અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હસીના હવે અમેરિકા જઈને શરણ માંગી શકશે નહીં.
બ્રિટને પણ આંચકો આપ્યો
એવા સમાચાર હતા કે હસીના ભારતથી લંડન જવાના છે, પરંતુ હવે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. કારણ કે યુકે સરકારે સંકેત આપ્યો છે કે તેમને કોઈપણ સંભવિત તપાસ સામે યુકેમાં કાનૂની રક્ષણ મળી શકે નહીં. બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં થયેલી હિંસાની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
હસીના ભારતમાં અજાણ્યા સ્થળે
શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશ છોડી ભારતના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેમને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા અને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને રાજકીય અસ્થિરતા બાદ શેખ હસીનાને ભારતમાં શરણ લેવી પડી છે. અમેરિકા અને બ્રિટને તેમના વિઝા રદ કરી દેવાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં તેઓ ભારતમાં કોઈ અજાણ્યા સ્થળે કડક સુરક્ષા વચ્ચે રહે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશની હિંસા અમેરિકા પહોંચી, ન્યૂયોર્કમાં બાંગ્લાદેશી દૂતાવાસ પર હુમલો