Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતને પણ જવાબ આપવાનો અધિકાર, અમેરિકા દરેક બાબતમાં ટાંગ ન અડાવે

નવી દિલ્હી :  એસ.જયશંકરે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, વિદેશી હસ્તક્ષેપ વિદેશી હસ્તક્ષેપ જ હોય છે, પછી તે કોઇ પણ કરી રહ્યું હોય અને ક્યાંય પણ કરી રહ્યું હોય. આ એક આકરૂ ક્ષેત્ર છે અને મારો વિચાર છે, જેને મે...
ભારતને પણ જવાબ આપવાનો અધિકાર  અમેરિકા દરેક બાબતમાં ટાંગ ન અડાવે

નવી દિલ્હી : એસ.જયશંકરે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, વિદેશી હસ્તક્ષેપ વિદેશી હસ્તક્ષેપ જ હોય છે, પછી તે કોઇ પણ કરી રહ્યું હોય અને ક્યાંય પણ કરી રહ્યું હોય. આ એક આકરૂ ક્ષેત્ર છે અને મારો વિચાર છે, જેને મે અનેક લોકોની સાથે શેર કર્યો છે, તમને ટિપ્પણીનો અધિકાર છે.

Advertisement

આ પણ વાંચો : Bihar : પૂરગ્રસ્તોની સહાય માટે પહોંચેલું વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ

એસ.જયશંકરે અમેરિકાની ઝાટકણી કાઢી

અનેક વખત ભારતના આંતરિક મામલે ટિપ્પણી કરતા અમેરિકાની વિદેશ મંત્રી એસ.જયશંકરે ઝાટકણી કાઢી હતી. તેમણે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમારા આંતરિક મામલે તેમની (અમેરિકાની) ટિપ્પણી અને પ્રતિક્રિયા વ્યક્ત કરે ત્યારે તેમણે ખરાબ ન લગાડવું જોઇએ. જયશંકર અમેરિકી થિંક ટેંક કાર્નેગી એડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જો તમે બે દેશો, બે સરકારોના સ્તર પર જુઓ તો અમને લાગે છે કે, તે ખુબ જ મહત્વપુર્ણ છે કે લોકશાહીનું પરસ્પર સન્માન થાય.

Advertisement

આ પણ વાંચો : હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હવાઈ હુમલો, 150 થી વધુ ઠેંકાણા તોડી પાડ્યા

ટિપ્પણી કરો તો ટિપ્પણી સહન કરવાની પણ ક્ષમતા રાખવી જરૂરી

એવું ક્યારે પણ ન હોઇ શકે કે લોકશાહીને એક બીજા પર ટિપ્પણી કરવાનો અધિકાર છે અને તે વૈશ્વિક સ્તર પર લોકશાહીને વધારવા માટેનો હિસ્સો છે. જો કે બીજો એવું કરે ત્યારે તે વિદેશી હસ્તક્ષેપ બની જાય છે. વિદેશી હસ્તક્ષેપ વિદેશી હસ્તક્ષેપ જ હોય છે, પછી તે કોઇ પણ કરે અને ક્યારેય પણ કરે. આ ખુબ જ કઠીન ક્ષેત્ર છે અને મારો વ્યક્તિગત વિચાર છે, જેથી મને અનેક લોકોની સાથે શેર કર્યું છે, તમને ટિપ્પણી કરવાનો સંપુર્ણ અધિકાર છે. સામે પક્ષે તમારી ટિપ્પણી સામે મને પણ ટિપ્પણી કરવાનો અધિકાર છે. જેથી હું જ્યારે તમારી ટિપ્પણી અંગે ટિપ્પણી કરુ ત્યારે તમારે ખોટુ ન લગાડવું જોઇએ.

Advertisement

આ પણ વાંચો : Amdavad માં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, મનપાની ઓફિસ સામે દારૂની થેલીઓ....

ભારતના અનેક મામલે અમેરિકા ટિપ્પણી કરે છે

વિદેશ મંત્રીએ કહ્યું કે, અમેરિકા અને ભારત વિશ્વના તે અગ્રણી દેશો પૈકી એક છે જ્યાં લોકશાહી વ્યવસ્થા છે. અમે અમેરિકામાં લોકશાહીના અનેક મુદ્દાઓ પર ચર્ચા થાય છે જો કે અનેક વખત અમેરિકન નેતા ભારતની લોકશાહી પણ ટિપ્પણી કરે છે. વિશ્વ હવે ખુબ જ વૈશ્વિકૃત થઇ ગઇ છે અને તેના પરિણામે કોઇ પણ દેશની રાજનીતિ જરૂરી નથી કે તે દેશની રાષ્ટ્રીય સીમાઓની અંદર જ રહે. ખુલીને પોતાની વાત મુકતા જયશંકરે કહ્યું કે, હવે અમેરિકા નિશ્ચિત રીતે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે તેવું ન થાય.આ એ વાતનો હિસ્સો છે તમે અનેક વર્ષોથી પોતાની વિદેશ નીતિ કઇ રીતે સંચાલિત કરી છે.

આ પણ વાંચો : ICC Test Rankings માં બુમરાહ, કોહલી અને જયસ્વાલને સૌથી મોટો ફાયદો

હવે વિશ્વ પહેલા જેવું નથી રહ્યું, અહીં દરેક વસ્તુ ગ્લોબલ છે

હવે પહેલા જેવું નથી રહ્યું, વિશ્વ એક ધ્રુવીય નથી રહ્યું. હવે એક વૈશ્વિકૃત યુગમાં અહીં વૈશ્વિક એજન્ડા પણ વૈશ્વિકૃત છે, એવા પક્ષો છે જે ન માત્ર પોતાના દેશ કે ક્ષેત્રની રાજનીતિને આકાર આપવા માંગે છે પરંતુ સમગ્ર વિશ્વ પર અસર કરે છે. સોશિયલ મીડિયા, આર્થિક શક્તિઓ અને આર્થિક પ્રવાહ તમને એવું કરવા માટેની તક આપે છે. તમે વિમર્શને કઇ રીતે આકાર આપો છો? આ તમારુ કામ છે.

આ પણ વાંચો : ઇરાનનો હુમલો નિષ્ફળ? 500 થી વધુ રોકેટ વડે હુમલો છતા કોઇ નુકસાન નહી

Tags :
Advertisement

.