Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Trump ની જીત પર રશિયાની પ્રતિક્રિયા ચોંકાવનારી! કહ્યું- જ્યાં સુધી તે...

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સ્પષ્ટ કહ્યું કે, ટ્રમ્પની નીતિઓ રશિયા માટે મહત્વપૂર્ણ છે અને તેમને સમજ્યા પછી જ શુભકામનાઓ આપવામાં આવશે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેન્સ્કીએ ટ્રમ્પને શુભેચ્છા આપી છે અને યુક્રેનના સમર્થન માટે અમેરિકાનો આભાર માન્યો છે.
trump ની જીત પર રશિયાની પ્રતિક્રિયા ચોંકાવનારી  કહ્યું  જ્યાં સુધી તે
  • રશિયાનો ચોંકાવનાર નિર્ણય : ટ્રમ્પને હજી સુધી શુભકામનાઓ નહીં
  • ટ્રમ્પની જીતથી રશિયાને ફાયદો કે નુકસાન? પુતિન ચિંતામાં
  • રશિયાની અપેક્ષા અને યુ.એસ.ની નીતિઓ વચ્ચે પુતિનના વિચારો

Donald Trump : અમેરિકા હવે એકવાર ફરી ટ્રમ્પ સરકાર આવી ગઇ છે. ત્યારે વિશ્વભરના નેતાઓ ટ્રમ્પને જીત માટે શુભકામનાઓ આપી રહ્યા છે. જોકે, આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (President of Russia, Vladimir Putin) નું એક ચોંકાવનારું નિવેદન આવ્યું છે. પુતિને (Putin) સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજી ટ્રમ્પને જીતની શુભેચ્છા આપશે નહીં. ક્રેમલિન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ટ્રમ્પની નીતિઓ જોઈને પછી જ શુભકામનાઓ આપવાનો નિર્ણેય કરશે.

Advertisement

શા માટે પુતિન ટ્રમ્પને શુભકામનાઓ નહીં આપે?

ક્રેમલિનનું કહેવું છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના મૂલ્યાંકન માટે ‘મજબૂત પગલાં’ જોવા પડશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સ્પષ્ટ કહ્યું કે તેઓ ટ્રમ્પના કાર્યકલાપો અને નીતિઓને જોવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા અને રશિયા "મિત્ર દેશ" નથી, અને તેથી ટ્રમ્પની નીતિઓને સમજ્યા પછી જ તેમને શુભકામનાઓ આપવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી તરફથી ટ્રમ્પને શુભેચ્છા

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેન્સ્કીએ ટ્રમ્પને શુભેચ્છા આપી છે. જેલેન્સ્કીએ માત્ર ટ્રમ્પને શુભકામનાઓ જ આપી નથી, પણ અમેરિકાને યુક્રેનના સમર્થન માટે પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ ટ્રમ્પની ‘બળ દ્વારા શાંતિ લાવવાની’ વાતને સમર્થન આપે છે. જેલેન્સ્કીએ યાદ અપાવ્યું કે સપ્ટેમ્બરમાં તેઓની ટ્રમ્પ સાથે થયેલી મિટિંગ બહુ અસરકારક હતી, જેમાં યુક્રેન સામેના રશિયાના હુમલા સામે સહકાર માટે વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચા થઈ હતી.

Advertisement

ટ્રમ્પની જીતથી રશિયાને ફાયદો!

અમેરિકન ચૂંટણીમાં ટ્રમ્પને રશિયાના સહકારના આક્ષેપો વારંવાર લાગ્યા છે. 2016 અને 2020ની ચૂંટણી દરમિયાન પણ રશિયાએ ટ્રમ્પને મદદ કરી હોવાનું કહેવામાં આવ્યું હતું. પુતિન માટે ટ્રમ્પનું સત્તામાં રહેવું વધુ ફાયદાકારક છે, કારણ કે બાઇડન સરકારે રશિયા સામે સખત વલણ અપનાવ્યું છે. યુક્રેન વિરુદ્ધની લડાઈમાં બાઇડન સરકારે યુક્રેનને નાણાકીય અને સૈનિક સહાય પૂરી પાડી છે.

આ પણ વાંચો:  બિઝનેસમાં પણ Trump આગળ, ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે સામ્રાજ્ય

Advertisement

Tags :
Advertisement

.