Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia Ukraine War : યુક્રેનના ખાર્કિવમાં રમતા માસૂમ બાળકો પર રશિયન બોમ્બમારો, 14 વર્ષીય બાળકી સહિત 7 ના મોત

યુક્રેનના ખાર્કિવમાં રશિયાના બોમ્બ હુમલામાં 7ના મોત ખાર્કિવમાં રમતા બાળકો પર રશિયન બોમ્બમારો ખાર્કિવમાં રશિયન બોમ્બવિસ્ફોટ, 18 બાળકો ઘાયલ ખાર્કિવમાં ભયાનક બોમ્બ હુમલા, બાળકો અને નાગરિકોનું મોત Russia Ukraine War : યુક્રેનના પૂર્વીય શહેર ખાર્કિવમાં રશિયન સેનાએ એક ગમખ્વાર...
russia ukraine war   યુક્રેનના ખાર્કિવમાં રમતા માસૂમ બાળકો પર રશિયન બોમ્બમારો  14 વર્ષીય બાળકી સહિત 7 ના મોત
  • યુક્રેનના ખાર્કિવમાં રશિયાના બોમ્બ હુમલામાં 7ના મોત
  • ખાર્કિવમાં રમતા બાળકો પર રશિયન બોમ્બમારો
  • ખાર્કિવમાં રશિયન બોમ્બવિસ્ફોટ, 18 બાળકો ઘાયલ
  • ખાર્કિવમાં ભયાનક બોમ્બ હુમલા, બાળકો અને નાગરિકોનું મોત

Russia Ukraine War : યુક્રેનના પૂર્વીય શહેર ખાર્કિવમાં રશિયન સેનાએ એક ગમખ્વાર હુમલો કર્યો છે, જેમાં રમતના મેદાનમાં રમતા બાળકો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 14 વર્ષીય બાળકી સહિત 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. આ ગ્લાઈડ બોમ્બ હુમલો ખાર્કિવના 5 સ્થળોએ થયો હતો, જેમાં બાળકો અને નિર્દોષ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. હુમલાના સમયે, 14 વર્ષીય છોકરી રમતના મેદાનમાં રમી રહી હતી, જ્યારે આ અચાનક હુમલો થયો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું કે બોમ્બ વિસ્ફોટ બાદ ઈમારતમાં આગ લાગી અને તે પછી બધુ જ ખતમ થઇ ગયું.

Advertisement

રશિયાના બોમ્બ હુમલામાં 18 બાળકો સહિત 77 લોકો ઘાયલ

યુક્રેન (Ukraine) ના ખાર્કિવની ઈમરજન્સી સર્વિસ ટીમના જણાવ્યા અનુસાર, આ બોમ્બ હુમલામાં કુલ 77 લોકો ઘાયલ થયા છે, જેમાં 18 બાળકોનો સમાવેશ થાય છે. પ્રાદેશિક ગવર્નર ઓલેગ સિનિગુબોવે જણાવ્યું કે, ઘાયલોમાંથી 20 લોકોની હાલત અત્યંત ગંભીર છે. સિનિગુબોવે એ પણ જણાવ્યું કે આ બોમ્બ રશિયા (Russia) ના બેલગોરોડ પ્રદેશમાંથી છોડવામાં આવ્યા હતા, જે ખાર્કિવની સરહદ નજીક આવેલું છે. આ બોમ્બમાં ગાઇડન્સ સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેથી વધુ નુકસાન પહોંચાડી શકાય. આ હુમલા સમયે, ખાર્કિવની શેરીઓ અને ઉદ્યાનોમાં લોકોની મોટી સંખ્યામાં ભીડ હતી, જેના કારણે નુકસાન વધુ થયું હતું.

Advertisement

આ આતંકને રોકવા માટે કડક પગલાં ભરવામાં આવશે : યુક્રેનના રાષ્ટ્રપતિ

આ હુમલા પછી, યુક્રેન (Ukraine) ના રાષ્ટ્રપતિએ રશિયા (Russia) પર આકરા પ્રહારો કરી તેમના અંતરિયાળ વિસ્તારોમાં પણ આક્રમણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સહયોગીઓને આહ્વાન કર્યું છે કે આ આતંકને રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે. યુક્રેનને લાંબા અંતરની મિસાઇલ અને એર ડિફેન્સ સિસ્ટમની તાત્કાલિક જરૂર છે, જેથી આ પ્રકારના હુમલાઓને રોકી શકાય. આ ગમખ્વાર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોને વધુ મજબૂત કર્યા છે.

આ પણ વાંચો:  Israel એ હમાસના પ્રમુખને કર્યો મોતને હવાલે, સાથે 9 માસૂમોના મોત

Advertisement

Tags :
Advertisement

.