Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia-Ukraine War : રશિયામાં રસ્તાઓ પર બોમ્બમારો, યુક્રેનનો હુમલો કે પુતિનની ચાલાકી?

રશિયા-યુક્રેન યુદ્ધ: બેલ્ગોરોડમાં ભયાનક રાત MLRS હુમલો: બેલ્ગોરોડમાં સર્જાયો ભયનો માહોલ હુમલામાં 5 લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ યુક્રેનની કાર્યવાહી કે રશિયાની ભૂલ? Russia-Ukraine War : બેલ્ગોરોદ, જે રશિયાનું એક મહત્વનું શહેર છે, ત્યાં ગત રાત્રે આકાશમાંથી પડેલા શેલ્સના...
russia ukraine war   રશિયામાં રસ્તાઓ પર બોમ્બમારો  યુક્રેનનો હુમલો કે પુતિનની ચાલાકી
  • રશિયા-યુક્રેન યુદ્ધ: બેલ્ગોરોડમાં ભયાનક રાત
  • MLRS હુમલો: બેલ્ગોરોડમાં સર્જાયો ભયનો માહોલ
  • હુમલામાં 5 લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ
  • યુક્રેનની કાર્યવાહી કે રશિયાની ભૂલ?

Russia-Ukraine War : બેલ્ગોરોદ, જે રશિયાનું એક મહત્વનું શહેર છે, ત્યાં ગત રાત્રે આકાશમાંથી પડેલા શેલ્સના કારણે લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. રશિયાએ આ ઘટના માટે યુક્રેન (Ukraine) ને જવાબદાર ઠેરવ્યું છે અને દાવો કર્યો છે કે આ શેલ્સ યુક્રેનના RM-70 વેમ્પાયર MLRS (Multiple Launch Rocket System) રોકેટ્સ હતા, જેનાથી નાગરિકોને નિશાના બનાવવામાં આવ્યા હતા. આ દાવા સાથે જ એવી પણ ચર્ચા છે કે કદાચ રશિયા (Russia) એ ભૂલથી પોતાના જ નાગરિકો પર પંતશીર એર ડિફેન્સ સિસ્ટમ (Pantsir Air Defense System) ની મિસાઇલ છોડી દીધી હશે.

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

આ ઘટનાનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ હુમલાનો એક વીડિયો X (જુના Twitter) પર વાયરલ થયો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે રાત્રિ દરમિયાન કેવું ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. મિસાઇલ, રોકેટ કે બોમ્બ જે કંઈ પણ હોય, તે રસ્તા પર જઈ રહેલા વાહનો પર પડી રહ્યા છે અને જનજીવનને તબાહ કરી રહ્યું છે. આ હુમલામાં 5 લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે, અને 6 બાળકો સહિત કુલ 37 લોકો ઘાયલ થયા છે.

Advertisement

RM-70 વેમ્પાયર MLRS એક શક્તિશાળી હથિયાર

હવે વાત કરીએ RM-70 વેમ્પાયર MLRSની, જે હથિયારનો ઉપયોગ આ હુમલામાં થયો હોવાનું માનવામાં આવે છે. RM-70 વેમ્પાયર MLRSનું સંપૂર્ણ નામ "Rakotemet vzor 1970" છે. આ એક બહુવિધ રોકેટ લોન્ચર સિસ્ટમ છે, જેની રચના ચેક રિપબ્લિક દ્વારા કરવામાં આવી હતી. 1972 પછીથી અનેક દેશો આ શક્તિશાળી હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે. પશ્ચિમ સહારા યુદ્ધ, રશિયા-જ્યોર્જિયા યુદ્ધ, શ્રીલંકાનો ગૃહ યુદ્ધ, લિબિયન યુદ્ધ અને અફઘાનિસ્તાન યુદ્ધ જેવા ઘણા બધા સશસ્ત્ર સંઘર્ષોમાં આ હથિયારનું ઉપયોગ કરવામાં આવ્યું છે.

RM-70 વેમ્પાયર MLRS

RM-70 વેમ્પાયર MLRSનું વજન 33.7 ટન છે અને તે 28.8 ફૂટ લાંબી, 8.2 ફૂટ પહોળી અને 8.10 ફૂટ ઊંચી છે. આ સિસ્ટમને ચલાવવા માટે 6 લોકોની ટીમની જરૂર પડે છે. આ સિસ્ટમ 122.4 એમએમ કેલિબરના રોકેટનો ઉપયોગ કરે છે અને જે એક જ વખતમાં 40 રોકેટ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. તેની મારક શ્રેણી 20 કિલોમીટર સુધી છે. આ ઉપરાંત, આ સિસ્ટમ યુનિવર્સલ મશીન ગન 59થી પણ સજ્જ છે. આ 8x8 વ્હીલ્સ સાથેના ટ્રક પર સ્થાપિત છે, જે 400 કિલોમીટર સુધીની મુસાફરી કરાવી શકે છે અને તેની મહત્તમ ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાક છે.

Advertisement

આ પણ વાંચો:  Russia Ukraine War : યુક્રેનના ખાર્કિવમાં રમતા માસૂમ બાળકો પર રશિયન બોમ્બમારો, 14 વર્ષીય બાળકી સહિત 7 ના મોત

Tags :
Advertisement

.