Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RUSSIA : DETENTION CENTER માં આતંકીઓએ કર્મચારીઓને બનાવ્યા બંધક, સુરક્ષા દળોએ આપ્યો સણસણતો જવાબ

RUSSIA : RUSSIA માં ISIS ના આતંકીઓએ કર્મચારીઓને બંધક બનાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ રશિયાના સુરક્ષા દળોએ આ બધા આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. રશિયન સુરક્ષા દળોએ એક DETENTION CENTER પર દરોડો પાડતા સમગ્ર મામલો સામે...
russia   detention center માં આતંકીઓએ કર્મચારીઓને બનાવ્યા બંધક  સુરક્ષા દળોએ આપ્યો સણસણતો જવાબ

RUSSIA : RUSSIA માં ISIS ના આતંકીઓએ કર્મચારીઓને બંધક બનાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ રશિયાના સુરક્ષા દળોએ આ બધા આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. રશિયન સુરક્ષા દળોએ એક DETENTION CENTER પર દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ DETENTION CENTER માં આતંકીઓના દ્વારા બે કર્મચારીઓને  બંધક બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા કેદીઓ ISISના આતંકવાદી હતા.

Advertisement

આ ઘટના રોસ્ટોવ-ઓન-ડોન વિસ્તારમાં સ્થિત પ્રિ-ટ્રાયલ ડિટેન્શન સેન્ટરમાં બની હતી. બંધક બનાવવામાં આવેલા જેલના કર્મચારીઓને આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી અને તેઓ સુરક્ષિત છે. બંધક બનાવનારા આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર ફરતા ફૂટેજમાં, શંકાસ્પદ લોકો ISIS ના ઝંડા જેવા હેન્ડબેન્ડ પહેરેલા જોવા મળે છે, જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ હોઈ શકે છે.

Advertisement

નોંધનીય છે કે, ISIS  એ તાજેતરના વર્ષોમાં રશિયામાં અનેક હુમલાઓ કર્યા છે, જે સૌથી તાજેતરના માર્ચ મહિનામાં છે. મોસ્કોના કોન્સર્ટ હોલમાં બંદૂકધારીઓએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ભયાવહ હુમલામાં 145 લોકો માર્યા ગયા હતા. ત્યારે હવે રશિયન સુરક્ષા દળે આતંકીઓએ સામે કડક વલણ અપનાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : MALAWI : ઉપરાષ્ટ્રપતિની અંતિમ યાત્રામાં જવું લોકોને પડ્યું ભારે, એક કાર આવી અને..

આ પણ વાંચો :  Britain Police Viral Video: બ્રિટેનમાં માનવતા મરવા પડી, ગાય પર પોલીસનો કાર વડે જીવલેણ હુમલો

Tags :
Advertisement

.