રશિયાએ તૈયાર કરી Cancer ની વેક્સિન, જાણો ક્યારથી મળી શકશે આ રસી
- રશિયાની ઐતિહાસિક ઉપલબ્ધિ: કેન્સરની મફત વેક્સિન તૈયાર
- કેન્સર સામે રશિયાનું મોટું હથિયાર: 2025માં લોન્ચ થશે વેક્સિન
- કેન્સરની મફત રસી: રશિયાએ મેડિકલ ક્ષેત્રમાં ગઢ્યું નવું ઈતિહાસ
- 2025માં કેન્સર સામે રશિયાની રસી: મફત વિતરણની જાહેરાત
Cancer vaccine ready : રશિયાનું સ્વાસ્થ્ય મંત્રાલય (Russia's Health Ministry) દાવો કરે છે કે તે દુનિયાની પહેલી એવી કેન્સર રસી (world's first cancer vaccine) તૈયાર કરી રહ્યું છે, જે તેના નાગરિકોને મફતમાં આપવામાં આવશે. એક અહેવાલ મુજબ, રશિયન રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ચીફ એન્ડ્રી કેપ્રિને જણાવ્યું કે આ રસી 2025ના આરંભમાં લોન્ચ કરવામાં આવશે. આ રસી ગાંઠની રચનાને રોકવા માટે નહીં પરંતુ કેન્સરના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં આવશે. દરેક શૉટ દર્દીના ચોક્કસ કેન્સર પ્રકારને અનુરૂપ તૈયાર કરવામાં આવશે.
રસી વિશે હજુ સ્પષ્ટતા બાકી
રસી કયા પ્રકારના કેન્સર માટે અસરકારક રહેશે અને તેને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. વળી, રસીનું નામ પણ જાહેર થયું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે રસી અત્યારે અંતિમ તબક્કામાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, "અમે કેન્સરની રસી અને નવી પેઢીની Immunomodulatory દવાઓ બનાવવાની ખૂબ નજીક છીએ." અન્ય દેશોએ પણ તેમની પોતાની વ્યક્તિગત કેન્સરની રસી વિકસાવવા પર કામ કર્યું છે. રશિયામાં 2022માં કેન્સરના 6.35 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં કોલોન, સ્તન અને ફેફસાના કેન્સર સૌથી વધુ જોવા મળ્યા છે.
Russia એ તૈયાર કરી Cancer ની Vaccine!| GujaratFirst@WHO @TheBigBossPutin @MINZDRAV_RF #MedicalBreakthrough #RussiaInnovation #FreeHealthcare #CancerTreatment2025 #GlobalHealth #GujaratFirst pic.twitter.com/ZtjmUOiVyM
— Gujarat First (@GujaratFirst) December 18, 2024
દુનિયા ભરમાં કેન્સરની રસીઓ પર કામ ચાલુ
દુનિયામાં પ્રથમ વ્યક્તિગત કેન્સર રસી માટે વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરી રહ્યા છે. રસી આરએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીના રોગપ્રતિકારક તંત્રને કેન્સર માટે ચોક્કસ પ્રોટીન ઓળખવામાં મદદરૂપ થાય છે. ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ વર્ષના આરંભમાં 4 દર્દીઓ પર વ્યક્તિગત રસીનું પરીક્ષણ કર્યું હતું. હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) અને હેપેટાઇટિસ બી (એચબીવી) માટેની રસીઓ જે લીવર કેન્સરનું કારણ બની શકે છે તે પહેલેથી જ છે, જે કેટલાક કેન્સરો સામે અસરકારક છે. રશિયાએ અગાઉ કોવિડ-19 માટે સ્પુટનિક V રસી તૈયાર કરીને ઘણા દેશોને મદદ કરી હતી.
આ પણ વાંચો: Covid-19 મામલે શું ચીન અને અમેરિકા આપણને છેતરી રહ્યા છે?