Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઋષિ સુનકે UK ની ગણિત વિરોધી માનસિકતા બદવાનું બીડુ ઝડપ્યું, આ છે યોજના

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે ઇંગ્લેન્ડના તમામ વિદ્યાર્થીઓ માટે 18 વર્ષની વય સુધીમાં ગણિતનો અભ્યાસની ખાતરી કરવા માટે નિષ્ણાતની આગેવાની હેઠળની નવી સમીક્ષાની જાહેરાત કરી હતી. યુનાઇટેડ કિંગડમની ગણિત વિરોધી માનસિકતાને બદલવાની તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે જેના કારણે દેશ...
ઋષિ સુનકે uk ની ગણિત વિરોધી માનસિકતા બદવાનું બીડુ ઝડપ્યું  આ છે યોજના

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે ઇંગ્લેન્ડના તમામ વિદ્યાર્થીઓ માટે 18 વર્ષની વય સુધીમાં ગણિતનો અભ્યાસની ખાતરી કરવા માટે નિષ્ણાતની આગેવાની હેઠળની નવી સમીક્ષાની જાહેરાત કરી હતી. યુનાઇટેડ કિંગડમની ગણિત વિરોધી માનસિકતાને બદલવાની તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે જેના કારણે દેશ પાછળ છે.

Advertisement

અર્થ વ્યવસ્થાને વિકસિત કરવાની યોજના

લંડનની સ્ક્રિન એકેડેમીમાં ભાષણ આપતા સુનકે કહ્યું કે, ગણિત નહી જાણવા વિશે મજાક કરવું સામાજીક રીતે સ્વિકાર્ય હતું. લાંબા ગાળામાં યુકેની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે તેમની યોજના હેઠળ યુકે માત્ર ખરાબ ન્યૂમરેસીની મંજુરી આપી શકે નહી જેનાથી અર્થવ્યવસ્થાને એક વર્ષમાં જ દસ અરબનું નુંકસાન વેઠવું પડે.

Advertisement

અર્થતંત્ર પર પડી રહી છે અસર

Advertisement

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે દેશમાં આ વિષયની સમિક્ષાની જાહેરાત કરતા કહ્યું કે, ગણિત વિરોધી માનસિકતા અર્થતંત્રને પાછળ ખેંચી રહી છે. સુનક આજે તે સુનિશ્ચિત કરવા માટે એક બેઠક કરશે કે 18 વર્ષના આયુષ્ય સુધી વિદ્યાર્થીઓને ફરજીયાત વિષયમાં A લેવલ વિના શાળાઓમાં કોઈ પણ પ્રકારના ગણિતનું શિક્ષણ મળે. તેમણે તે પણ સુચન આપ્યું કે, લોકોને સંખ્યાત્મકતા પ્રત્યે દ્રષ્ટિકોણ બદલવા માટે ગણિતમાં ખરાબ હોવા વિશે મજાક કરવી જોઈએ નહી.

ગણિત માટેનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ બદલવાનું અભિયાન

તેમણે ઉમેર્યું હતું કે, આપણે એવી વાત કરીએ છીએ કે, ઓહ, ગણીત હું આવું નહી કરી શકીશ. આ મારા માટે નથી અને દરેક હસે છે. આ ગણિત વિરોધી માનસિકતા છે. આપણે સંખ્યાત્મકતાને એ વાત માટે પુરસ્કૃત કરવાની શરૂ કરવી પડશે કે આ એક મહત્વપૂર્ણ કૌશલ છે જે દરેક પ્રવાહ ભણવા માટે આવશ્યક છે. તેથી ગણિત માટે આપણા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને બદલવાનો મારું અભિયાન સારું છે.

લોકોમાં ગણિત કૌશલ્ય વિકસાવવા 20 બિલિયન પાઉન્ડ ખર્ચાશે

10 ડાઉનિંગ સ્ટ્રીટની એક વિજ્ઞપ્તિ અનુસાર બ્રિટનમાં લગભગ આઠ મિલિયન પુખ્તો પાસે પ્રાથમિક શાળાના બાળકો જેટલું સંખ્યા જ્ઞાન છે. મોટા ભાગના યુવાનો ગણિત વિશે વધારે ચિંતા અનુભવે છે અને ત્યાં સુધી કે આ વિષય પ્રત્યે તિવ્ર અરૂચિ પણ અનુભવે છે. ગણિત કૌશલ્યની આ કમીનું અનુમાન લગાવવામાં આવ્યું છે કે બ્રિટનને દર વર્ષે 20 બિલિયન પાઉન્ડ ખર્ચ કરવા પડશે.

ભારતીય ઝુકાવ
સુનકના બ્રિટનમાં ગણિતના અધ્યયન પર ભાર આપવાના પ્રયાસને તેમની ભારતીય વિરાસત સાથે જોડવામાં આવી રહ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન ભારતીય મૂળના છે. ભારતમાં ગણિતના અધ્યયન પર ઘણો ભાર મુકવામાં આવે છે. દેશમાં ધોરણ 1 થી 10 સુધી ફરજીયાત ગણિત ભણાવવામાં આવે છે અને તે રૂઢિવાદીરૂપથી માનવામાં આવે છે કે પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતના વિદ્યાર્થીઓ ગણિતમાં શ્રેષ્ઠ છે. ભારતમાં ગણિતના ક્ષેત્રમાં અપાર જ્ઞાન અને યોગદાન સાથે અસાધારણ ગણિતજ્ઞો અને વિદ્વાનોની વિરાસત છે.

આ પણ વાંચો : વિશ્વનું સૌથી મોટું રોકેટ SPACEX સ્ટારશિપ ટેસ્ટમાં જ ફાટી ગયું

Tags :
Advertisement

.