Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીના વિદેશ પ્રવાસનો આજથી પ્રારંભ, પહેલા પોલેન્ડ અને પછી યુક્રેનની કરશે મુલાકાત

PM મોદીનો યુરોપ પ્રવાસ શરૂ પહેલા પોલેન્ડ અને પછી યુક્રેન જશે PM મોદી યુક્રેન સંકટ પર ચર્ચા કરશે PM મોદી PM Narendra Modi Poland Visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Indian Prime Minister Narendra Modi) 21 ઓગસ્ટ, 2023ના રોજ...
pm મોદીના વિદેશ પ્રવાસનો આજથી પ્રારંભ  પહેલા પોલેન્ડ અને પછી યુક્રેનની કરશે મુલાકાત
  • PM મોદીનો યુરોપ પ્રવાસ શરૂ
  • પહેલા પોલેન્ડ અને પછી યુક્રેન જશે PM મોદી
  • યુક્રેન સંકટ પર ચર્ચા કરશે PM મોદી

PM Narendra Modi Poland Visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Indian Prime Minister Narendra Modi) 21 ઓગસ્ટ, 2023ના રોજ ઐતિહાસિક યુરોપ યાત્રા (Historic Europe Tour) ના ભાગરૂપે પોલેન્ડ (Poland) ની મુલાકાતે જઇ રહ્યા છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાન (Indian Prime Minister) ની પોલેન્ડ (Poland) ની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ભારત-યુરોપ સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જવાના ઉદ્દેશથી કરવામાં આવી રહી છે.

Advertisement

પોલેન્ડમાં સ્વાગત અને વાટાઘાટો

પોલેન્ડના વોર્સોમાં વડાપ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અહીં તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ વાટાઘાટોમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, PM મોદી પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

લોડ્ઝના ગવર્નરનું નિવેદન

લોડ્ઝના ગવર્નર ડોરોટા રિલે PM મોદીની મુલાકાતને પોલેન્ડ અને પ્રદેશ માટે મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે ભારત અને પોલેન્ડના લાંબા ઇતિહાસ અને મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોલેન્ડ ભારતને વેપાર અને અન્ય સહયોગ માટે મુખ્ય ભાગીદાર તરીકે જુએ છે. પોલેન્ડના ઘણા બિઝનેસ ડેલિગેશન નિયમિતપણે ભારતની મુલાકાત લે છે, એમ રિલેએ જણાવ્યું હતું.

Advertisement

વિદેશ મંત્રાલયનું મંતવ્ય

વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે વડાપ્રધાન મોદીની આ મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને પોલેન્ડ વચ્ચે 1940ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધનો અનોખો સંબંધ છે, જ્યારે પોલેન્ડની 6 હજારથી વધુ મહિલાઓ અને બાળકોએ ભારતના બે રજવાડાઓમાં આશ્રય લીધો હતો - જામનગર અને કોલ્હાપુર.

Advertisement

યુક્રેનની મુલાકાત

પોલેન્ડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ વેપાર, માનવતાવાદી સહાય અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. યુક્રેનમાં તેઓ વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયના અન્ય લોકોને પણ મળશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. આ પહેલા વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: PM Giorgia Meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

Tags :
Advertisement

.